Mengruv Na Janglo | મેન્ગ્રુવના જંગલો
મેન્ગ્રુવ જંગલો એટલેકે ચેરના જંગલો
મેન્ગ્રુવ જંગલો ભારતમાં નવ રાજયોના સમુદ્રી કિનારાઓ તેમજ ત્રણ કેન્દ્રશાશિત પ્રદેશોના દરિયા કિનારાના વિસ્તારમાં ફેલાયેલા છે.
વિશ્વમાં મેન્ગ્રુવ જંગલો ઉષ્ણકટિબંધીય અને પેટા ઉષ્ણકટિબંધીય હદના વિસ્તારમાં જોવા મળે છે.
મેન્ગ્રુવ જંગલો ભરતી- ઓટ તેમજ ભારે પવન- તોફાનોથી દરિયા કિનારનું ધોવાણ અટકાવે છે.
કચ્છમાં સૌથી વધુ 71.5 % મેન્ગ્રુવ જંગલો જોવા મળે છે.
મેન્ગ્રુવની 15 જેટલી પ્રજાતિ જોવા મળે છે.
1982 માં ગુજરાતમાં કચ્છના અખાતમાં આવેલા મેન્ગ્રુવના જંગલોને મરીન નેશનલ પાર્કનો દરજ્જો મળ્યો છે.
મરીના સૌથી વધુ પ્રભુત્વ ધરાવતી પ્રજાતિ છે.
ચેરના વૃક્ષમાં સામાન્ય વૃક્ષ કરતાં કાર્બન સ્ટોરેજ વેલ્યૂ 10 ટકા વધુ હોય છે, એટેલે પર્યાવરણ પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગને આગળ વધતાં અટકાવવામાં ચેરના વૃક્ષો ખૂબ જ મહત્વનુ પ્રદાન આપે છે.
સમગ્ર દેશમાં મેન્ગ્રુવના જંગલો કુલ 4628 ચો. કિમી. ના વિસ્તારમાં જોવા મળે છે.
ગુજરાતમાં મેન્ગ્રુવના જંગલો 1103 ચો. કિમી. ના વિસ્તારમાં જોવા મળે છે.
આંતરરાષ્ટ્રીય ચેર દિવસ : 26 જુલાઇના રોજ ઉજવવામાં આવે છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇