Ad Code

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી (PM-Kishan Samman Nidhi)

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી (PM-Kishan Samman Nidhi)
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી (PM-Kishan Samman Nidhi)

→ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉત્તરપ્રદેશનાં ગોરખપુરમાં 29 ફેબુઆરી, 2019ના દિવસે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આરંભ કરવામાં આવ્યો.

→ આ યોજનાની જાહેરાત 1 ફેબ્રુઆરી, 2019ના રોજ જાહેર કરાયેલા વચગાળાના બજેટમાં કરાઈ હતી. જેના માટે 75,000 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.


→ આ યોજનાનો હેતુ ખેડૂતોને ખેતી અને ઘરેલુ જરૂરિયાતો પૂરી કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે.

→ આ યોજના 100% કેન્દ્ર સરકાર સમર્થિત યોજના છે. જે કૃષિ મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી છે.

→ આ યોજના હેઠળ 1 ફેબ્રુઆરી, 2019 ના લેન્ડ રેકોર્ડ પ્રમાણે યાદીમાં નામ તથા 2 હેકટર સુધીના જમીન ધરાવતાં નાના અને સીમાંત ખેડૂત કુટુંબ (કુટુંબ એટલે કે પતિ, પત્ની અને બાળકો (18 વર્ષથી ઓછી ઉમર)નું સામૂહિક રીતે બનેલું કુટુંબ)ના કોઈપણ એક વ્યક્તિને લાભ આપવામાં આવે છે.

→ આ યોજનામાં નાના અને સીમાંત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની રકમ આપવામાં આવશે. આ રકમ બે હજારના ત્રણ હપ્તા દ્વારા આપવામાં આવશે.

→ આ રકમ ડાયરેકટ બેનિફીટ ટ્રાન્સફર (DBT)ના માધ્યમથી સીધા લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવશે.

Website: https://pmkisan.gov.in/

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments