Ad Code

Usha Mehta | ઉષા મહેતા

સ્વાતંત્ર્ય સેનાની અને સમાજસેવિકા ડૉ. ઉષા મહેતા
સ્વાતંત્ર્ય સેનાની અને સમાજસેવિકા ડૉ. ઉષા મહેતા

→ જન્મ : 25 માર્ચ, 1920 (સરસ ગામ, તા. ઓલપાડ, સુરત)

→ અવસાન : 11 ઓગસ્ટ, 2000

→ ગાંધીવાદી સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સેવિકા



આઝાદીની લડતમાં યોગદાન

→ તેમણે વર્ષ 1928માં સાયમન કમિશનના વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતા. આ સમયે તેમની ઉંમર માત્ર 8 વર્ષની હતી.

→ તેમની 10 વર્ષની વયે પિતા સાથેની અમદાવાદ ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ગાંધીજીએ તેમને ખાદી પહેરવાનું સૂચન કર્યુ ત્યારથી તેમણે આજીવન ખાદી પહેરવાનું વ્રત લીધું હતું.

→ નવીન જોષી દ્વારા સંપાદિત ફ્રીડમ ફાઇટર રિમેમ્બર પુસ્તક પ્રમાણે ડૉ. ઉષા મહેતા નાની વયથી જ પિકેટિંગ, સરઘસ અને ખાદીસેવક તરીકે રેંટિયો કાંતવા જેવા કાર્યક્રમોમાં ભાગ લેતાં હતાં.

→ તેમણે વર્ષ 1930માં મીઠાના સત્યાગ્રહમાં સક્રિય રીતે ભાગ લીધો હતો.

→ તેમણે મુંબઈના ગોવાળિયા ટેન્ક મેદાન (હાલના ઓગસ્ટ ક્રાંતિ મેદાન)માં જોડાયેલા અખિલ ભારતીય કોંગ્રેસ મહાસમિતિના અધિવેશનમાં સ્વયંસેવિકા તરીકે પણ હાજરી આપી હતી.

→ 9 ઓગષ્ટ, 1942ના રોજ બધા જ કોંગ્રેસી નેતાઓની ધરપકડ થઇ ત્યારે સમાજવાદી નેતા રામમનોહર લોહિયાએ કોંગ્રેસના ગુપ્ત રેડિયોના સંચાલનની જવાબદારી તેઓને સોંપી હતી. આ રેડિયો સ્ટેશનની અંગ્રેજોને જાણ થતાં તેમની ધરપકડ કરી તેમને પૂનાની યરવડા જેલમાં મોકલી દેવામાં આવ્યા હતાં.

→ વર્ષ 1946માં મુંબઇના તત્કાલીન ગૃહરાજ્ય મંત્રી મોરારજીભાઇ દેસાઇના આદેશથી મુકત થનાર તેઓ પ્રથમ રાજદ્રારી કેદી હતાં.



→ તેમણે વર્ષ 1939માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ફિલોસોફી વિષય સાથે બી.એ.ની ડિગ્રી મેળવી હતી.

→ તેઓ મુંબઇની રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના અધ્યક્ષ રહ્યાં હતાં.

→ તેમણે ગાંધીજીની રાજકીય ફિલસૂફી વિષય પર વર્ષ 1953માં Ph.Dની પદવી મેળવી હતી.

→ તેમણે મુંબઈની વિલ્સન કોલેજમાં અધ્યાપિકા તરીકે ફરજ બજાવી હતી.

→ તેઓ ગાંધી અધ્યયન સંસ્થાન વારાણસી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ - શિમલા અને વનસ્થલી વિશ્વવિધાલય જેવી સંસ્થાઓ સાથે જોડાયા હતાં.

→ તેમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં લેખો અને પુસ્તકો પણ લખ્યાં હતાં.

→ તેમણે માતૃભાષાના વિકાસ માટે માતૃભાષા મંચની સ્થાપના કરી હતી.

→ તેમણે મણિભવન ગાંધી સંગ્રહાલય, મુંબઇ ગાંધી સ્મારક નિધિ, તથા એશિયન બુક ટ્રસ્ટનાં અધ્યક્ષ તરીકે પણ જવાબદારી નિભાવી હતી.

→ તેમણે ભારત આઝાદ થયા બાદ પણ નિરંતર સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા ગાંધીવિચારના પ્રચાર-પ્રસારના કાર્યો કર્યા હતાં.

→ તેમને વર્ષ 1998માં ભારત સરકાર દ્વારા પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments