Ad Code

BRICS

BRICS
BRICS

→ BRICS એક સંક્ષિપ્ત શબ્દ છે, જે પાંચ મુખ્ય ઉભરતી રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાનો સંદર્ભ આપે છે.

→ જેમાંથી ચાર BRICS દેશો બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન દ્વારા વર્ષ 2006માં આ સમૂહની સ્થાપના કરવામાં આવી હતી.

→ જેમાં વર્ષ 2010માં દક્ષિણ આફ્રિકા પાછળથી સામેલ થયું હતુ, ત્યારથી BRICS તરીકે ઓળખાયું હતું.

→ ત્યારબાદ વર્ષ 2023માં 15મી BRICS સમિટમાં 6 દેશોને BRICSમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી.

→ આ 6 દેશો ઈજિપ્ત, ઈરાન, સાઉદી અરેબિયા, UAE, ઈથોપિયા અને આર્જેન્ટિના હતા.

→ જેમાંથી આર્જેન્ટિનાએ BRICSમાં ન જોડાવાની જાહેરાત કરી હતી. તથા સાઉદી અરેબિયાએ પણ ન જોડાવાની જાહેરાત કરી હતી.

→ ત્યારબાદ જાન્યુઆરી 2025થી ઈન્ડોનેશિયા જોડાયું છે.

→ આથી વર્તમાન BRICSમાં નીચે મુજબના સભ્યોનો સમાવેશ થાય છે:

→ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઈરાન, ઈજિપ્ત, ઈથોપિયા અને સંયુક્ત આરબ અમિરાત (UAE), ઈન્ડોનેશિયા.

→ બ્રિક્સ દેશોએ જુલાઈ, 2014માં NDB એટલે કે New Development Bank નામથી એક બેંકની રચના કરી હતી.

→ આ બેંકનું વડું મથક ચીનના શાંઘાઈમાં આવેલું છે.

→ વર્ષ 2014માં બ્રિક્સ દેશોની સરકારોએ આકસ્મિક અનામત પ્રણાલીની સ્થાપના પર એક સંધિ પર હસ્તાક્ષર કર્યા હતાં.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments