Ad Code

અબડાસા | Abdasa

અબડાસા
અબડાસા


નામ : લોકવાયકા

→ અબડાસા નામ રાજપુત શુરવીર અબડા અડભંગનાં નામ પરથી પડ્યું છે. લોકવાયકા પ્રમાણે, અબડા અભડંગે માથું વઢાઈ જતાં, ૭૨ દિવસ સુધી ફક્ત ધડથી દુશ્મનો સામે યુદ્ધ કરી પોતાનું બલિદાન આપ્યું હતું. આ શુરવીરની ભૂમિ, અબડાની ભુમિને, અબડાસા તરીકે ઓળખવામાં આવે છે. અન્ય એક વાયકા પ્રમાણે અબડાસા નામ ત્યાંના રાજા 'જામ અબડા' પરથી પડ્યું હોવાનું કહેવાય છે.




→ અબડાસા તાલુકાનું મુખ્ય મથક નલિયા છે.

→ અબડાસા તાલુકાના જખૌ ખાતે જૈન પંચતીર્થો આવેલા છે, જે પંચતીર્થો સુથરી, કોઠારા, જખૌ, નલિયા અને તેરા છે.

→ સુથરી ખાતે વર્ષ 1965માં ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યાં હતા. તેમની સ્મૃતિમાં સુથરી ખાતે બળવંત સાગરબંધ બાંધવામાં આવ્યો છે.

→ કચ્છનું ધોરાડ અભયારણ્ય અબડાસા તાલુકામાં આવેલું છે. તેને વર્ષ 1992માં અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, જે રાજ્યનું બીજા નંબરનું સૌથી નાનું અભયારણ્ય છે. આ અભયારણ્ય મુખ્યત્વે ઘોરાડ અને ચીંકારા માટે જાણીતું છે. (ઘોરાડ એ રાજસ્થાનનું રાજ્યપક્ષી છે.)

તેરાનો કિલ્લો અબડાસા તાલુકાના તેરા ગામે આવેલો છે. જેને દેસળજી પ્રથમના શાસન દરમિયાન તેરા ગામની જાગીર સોપતા આ કિલ્લો જાડેજાઓએ બંધાવ્યો હતો. આ કિલ્લો કચ્છનું એક આકર્ષક પ્રવાસી સ્થળ છે. તેરા ગામની ઉત્તરમાં દરબારગઢ આવેલું છે. આ દરબારગઢમાં ફેસકો પદ્ધતિના ભીંતચિત્રો જોવા મળે છે. આ ભીંતચિત્રો કચ્છી કલાના સમૃદ્ધ વારસાના ઉત્કૃષ્ટ નમૂના છે.

→ અબડાસા તાલુકામાં સુપ્રસિદ્ધ પિંગલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments