શ્રી બળવંતરાય મહેતાનો જન્મ ૧૯ ફેબ્રુઆરી, ૧૮૯૯ ના રોજ ભાવનગરમાં થયો હતો.
તેમણે ઈ.સ. ૧૩૨૩ના “નાગપુર સત્યાગ્રહ” માં ભાગ લીધો હતો.
તેમણે ઈ.સ. ૧૯૨૮ના “બારડોલી સત્યાગ્રહ” માં ભાગ લીધો હતો.
ઈ.સ. ૧૯૩૦માં ધોલેરામાં “મીઠાના સત્યાગ્રહ” માં ભાગ લેવા માટે બે વર્ષની તેમને જેલ ની સજા થઈ હતી, તથા તેમણે ઈ.સ. ૧૯૪૦માં “વ્યકતિગત સત્યાગ્રહ” અને ઈ.સ. ૧૯૪૨માં “હિન્દ છોડો” આંદોલનમાં તેમણે કારાવાસ ભોગવ્યો હતો.
ડૉ. જીવરાજ મહેતાએ રાજીનામું આપતાં કોંગ્રેસના નિરીક્ષક લાલબહાદુર શાસ્ત્રીના નેતૃત્વ હેઠળ બળવંતરાય મહેતાની ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૩ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુકતી કરવામાં આવી.
ધુવારણ વિદ્યુત મથકની સરુઆત કરવામાં આવી.
ગુજરાતના દરેક જીલ્લામાં “ગુજરાત ઓદ્યોગિક વિકાસ નિગમ” (જીઆઇડીસી) ની સ્થાપના કરવામાં આવી.
વડોદરા પાસે કોયલી રીફાઇનરી શરુ કરવામાં આવી.
ઈ.સ. ૧૯૬૫માં ભારત અને પાકિસ્તાન યુધ્ધ વખતે કચ્છ જીલ્લાના “છાડબેટ” વિસ્તારના પ્રશ્નના ઉકેલ માટે જતાં કચ્છ સરહદે ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૫ ના રોજ પાકિસ્તાને તેમનું વિમાન તોડી પાડતાં અકાળે તેમનું અવસાન થયું હતું.