મુખ્યમંત્રી : શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ



  • શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈનો જન્મ સુરતમાં થયો હતો.


  • તેમણે વ્યક્તિગત સત્યાગ્રહ ને ગીન્દ છોડો આંદોલનમાં ભાગ લીધો હતો.


  • ઈ.સ. ૧૯૪૬ થી એક દાયકા સુધી સુરત મ્યુનિસિપાલિટમાં સભ્ય રહ્યા.


  • ઈ.સ. ૧૯૫૭ માં માંગરોળ મત વિસ્તારમાંથી ચુંટાઈ મુંબઈ રાજ્યના શિક્ષણમંત્રી બન્યા હતા.


  • તેઓ બળવંતરાય મહેતાના મંત્રીમંડળના ગૃહમંત્રી હતા.


  • તેમણે એપ્રિલ, ૧૯૭૧ થી માધ્યમિક શિક્ષણ મફત જાહેર કરવામાં આવ્યું અને અને ગુજરાતમાં મફત કન્યા કેળવણીની શરૂઆત થઈ.


  • ઈ.સ. ૧૯૬૯માં ભારતનું પ્રથમ પેટ્રોકેમિકલ સંકુલ (આઇપિસિએલ) વડોદરા ખાતે શરુ કરવામાં આવ્યું.


  • વહીવટીતંત્રને સ્વચ્છ બનાવવા અને લાંચરૂસ્વત નાબુદ કરવા “વિજીલન્સ કમીશન” ની રચના કરવામાં આવી.


  • ૧૧ ફેબ્રુઆરી, ૧૯૭૧ ના રોજ વિધાનસભા અમદાવાદથી મધ્યસ્થ ગ્રંથાલય (સેક્ટર ૧૭), કાર્યરત થઈ અને ગાંધીનગર ખાતે કાર્યરત થઈ અને ગાંધીનગર ગુજરાતનું નવું પાટનગર બન્યું.


  • તેમણે ૧૩ માર્ચ, ૧૯૭૧ ના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું અને ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન અમલમાં આવ્યું.