મુખ્યમંત્રી : શ્રી માધવસિંહ સોલંકી
શ્રી માધવસિંહ સોલંકી નો જન્મ ૩૦ જુલાઈ, ૧૯૨૮ ના રોજ પીલુદરા ગામમાં થયો હતો જે ભરૂચ જીલ્લ્લના જંબુસર તાલુકામાં આવેલું છે.
તેઓ ઈ.સ. ૧૯૫૭માં મુંબઈ ર્રજ્યની વિધાનસભામાં ચુંટાયા હતાં.
ઈ.સ. ૧૯૬૦માં રાજ્યનું વિભાજન થતા તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા હતા.
ઈ.સ. ૧૯૭૫માં ગુજરાત રાજ્યના કોંગ્રેસ ના પ્રમુખ બન્યા.
૨૪ ડિસેમ્બર, ૧૯૭૬થી ૧૧ એપ્રિલ,૧૯૭૭
તેઓ ૨૪ ડિસેમ્બર, ૧૯૭૬ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.
૧૧ એપ્રિલ, ૧૯૭૭ના રોજ તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું.
૬ જુન,૧૯૮૦ થી ૬ જુલાઈ, ૧૯૮૫
શ્રી માધવસિંહ સોલંકી ૬ જુન, ૧૯૮૦ના રોજ ગુજરાતના બીજી વાર મુખુમંત્રી બન્યા.
તેમના સમયમાં ઉદ્યોગ, શિક્ષણ, વીજળી, સિંચાઈ, પછાત વર્ગોના વિકાસ વગેરે ક્ષેત્રોમાં કામગીરી કરવામાં આવી હતી.
ભરૂચ ખાતે ગુજરાત નર્મદા ફર્ટીલાઈઝર નામના ખાતરના કારખાનાનો પ્રારંભ થયો.
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે “મધ્યાહન ભોજન યોજના” શરુ કરવામાં આવી.
ગુજરાત વિધાનસભામાં પાંચ વર્ષનો શાસનકાળ પૂર્ણ કનાર પ્રથમ મુખ્યમંત્રી શી માધવસિંહ સોલંકીને ત્રીજી વાર ગુજરતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.
૬ જુલાઈ, ૧૯૮૫ના રોજ શ્રી માધવસિંહ સોલંકી એ મુખ્યમત્રી પદેથી રાજીનામું આપ્યું.
૧૦ ડિસેમ્બર, ૧૯૮૯ થી ૩ માર્ચ, ૧૯૯૦
અમરસિંહ ચૌધરીએ રાજીનામું આપતાં ૧૦ ડિસેમ્બર,૧૯૮૯ ના રોજ માધવસિંહ સોલંકી ત્રીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.
ફેબ્રુઆરી, ૧૯૯૦માં આઠમી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસને ૧૮૨ માંથી ૩૩ બેઠકો મળતા શ્રી માધવસિંહ સોલંકી એ ૩ માર્ચ, ૧૯૯૦ના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું.
_______________________***********_______________________