બુલંદ દરવાજો
બુલંદ દરવાજો ઈ.સ. ૧૬૦૨માં મોગલ બાદશાહ અકબરે બંધાવ્યો હતો.
ભારતમાં આગ્રાથી ૫૦ કિલોમીટર દુર આવેલા ફતેહપુર સિક્રીમા આવેલો બુલંદ દરવાજો તેની વિશાળતા માટે વિશ્વપ્રસિદ્ધ છે.
ઊંચાઈ ૫૩.૬૩ મીટર અને પહોળાઈ ૩૫ મીટર છે.
લાલ પથ્થરના બનેલાં આ ભવ્ય દરવાજાની દીવાલ પર સફેદ આરસના સુશોભન કરેલાં છે.
આ દરવાજાની ઉપર ૧૩ ગુંબજ આવેલાં છે.
દરવાજા સુધી પહોચવા માટે ૪૨ પગથિયાં છે.
દરવાજાની દીવાલ ઉપર કુરાનની આયાતો કોતરેલી છે.
બાઈબલના સુવાક્યો આ દીવાલ પર જોવા મળે છે.
0 Comments