મધમાખી વિશે અવનવું
મધમાખી એક લાખ કિલોમીટર જેટલો પ્રવાસ કરી લાખો ફૂલો ઉપર જાય ત્યારે ૫૦૦ ગ્રામ જેટલું મધ ભેગું થાય છે.
મધમાખીની પાંખ એક સેંકડ માં લગભગ ૧૧૦૦૦ વખત ફફડે છે અને એક કલાકના લગભગ ૨૨ કિલોમીટરની ઝડપે ઉડે છે.
મધમાખી ને છ પગ અને ચાર પાંખો હોય છે.
મધમાખી નું અસ્તિત્વ પૃથ્વી પર લગભગ એક કરોડ વર્ષ પહેલાનું હોય એવું માનવામાં આવે છે.
મધમાખી એક વાર માઢ લેવા માટે નીકળે તો લગભગ ૧૦૦ ફૂલ ઉપરથી માઢ લઇ ને મધપૂડામાં આવે છે.
મધમાખી નૃત્ય ધ્વારા સંકેત કરીને બીજી મધમાખી ને ફૂલોની દિશા બતાવે છે.
માદા મજુર મધમાખીઓ ૬ થી ૮ અઠવાડિયા જીવે છે.
મધપૂડામાં એક રાણી મધમાખી હોય છે રે દરરોજ લગભગ ૨૫૦૦ ઈંડા મુકવા સિવાય બીજું કઈ કામ કરતી નથી.
મધમાખીનો ડંખ થોડા ઝેરી હોય છે. મધ તેમજ આ ઝેરનો ઉપયોગ સર્વરમાં થાય છે તેને એપીથેરાપી કહે છે.
0 Comments