Tera Fort તેરા કિલ્લો
તેરા કિલ્લો
તેરા કિલ્લો
→ તેરા કિલ્લો ગુજરાતના કચ્છ જિલ્લામાં અબડાસા તાલુકાના તેરા ગામ નજીક આવેલો છે.
→ આ કિલ્લો ત્રિતેરા એટલે કે ત્રણ ચત્તાસર, છત્તાસર અને સુમરાસરના કિનારાઓ પર આવેલો છે.
→ દેશળજી પ્રથમના શાસન દરમિયાન તેરાની જાગીર સોંપાતા આ કિલ્લો જાડેજા શાસકો દ્વારા બાંધવામાં આવ્યો હતો.
→ મહારાવ લખપતજીના શાસન દરમિયાન યુદ્ધમાં કિલ્લાને ભારે નુકશાન થયું હતું.
→ તેરા જાગીરના સુમરાજી ઠાકોરે કચ્છના રાવ સાથે ખરાબ ભાષામાં વાત કરતા લખપતજીએ તેરામાં સેના મોકલી હતી.
→ કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત આ યુદ્ધમાં તોપો વપરાઈ હતી.
→ ત્રણ મહિનાની ઘેરાબંધી પછી સુમરાજીએ માફી માંગીને શરણાગતિ સ્વીકારી હતી.
0 Comments