→ આ કિલ્લો કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના રોહા ગામની સીમા પર આવેલો છે.
→ રોહાની જાગીરમાં ૫૨ ગામોનો સમાવેશ થતો હતો.
→ અલાદીન ખિલજી સાથેના યુદ્ધમાં મૃત્યુ પામેલા અબડાસાના જાગીરદાર અબડાની 120 સુમરા રાજપૂત રાજકુમારીઓએ આ કિલ્લામાં આશ્રય સ્થાન મેળવ્યું હતું.
→ પછીથી તમામ રાજકુમારીઓએ અહીં સમાધિ લીધી હતી, તેથી આ સ્થળ સુમરી રોહા તરીકે પણ ઓળખાય છે.
→ રાવ ખેંગારજી પ્રથમના ભાઈ સાહેબજીએ રોહા ગામની સ્થાપના કરી હતી અને તેઓ રાયસિંહજી ઝાલા સાથેના યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા. તેમના અનુગામી જીયાજી દ્વારા બે મોટી ટાંકીઓ બનાવવામાં આવી હતી અને તેમના પુત્ર ઠાકોર નવઘણજી દ્વારા કિલ્લો બાંધવામાં આવ્યો હતો.
→ ગુજરાતના પ્રખ્યાત કવિ કલાપીએ રોહાની ટેકરી પર શાંત અને રમણીય વાતાવરણમાં કવિતાઓ લખી છે.
0 Comments