→ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 9 ઓક્ટોબરના રોજ 'વિશ્વ ટપાલ દિવસ' (World Post Day)ની ઉજવણી કરવામાં આવે છે.
→ Theme 2024 : 150 years of enabling communication and empowering peoples across nation
→ લોકોના રોજિંદા જીવનમાં અને વ્યવસાયમાં ટપાલ વિભાગની ભૂમિકા, બદલતા વર્તમાન પરિસ્થિતિમાં સંસાર પરિદ્રશ્યમાં ટપાલના મહત્વ તેમજ વિશ્વના આર્થિક અને સામાજીક વિકાસમાં ટપાલના યોગદાન વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે.
→ યુનિવર્સલ પોસ્ટ યુનિયનની સ્થાપના 9 ઓક્ટોબર, 1874માં સ્વિત્ઝર્લેન્ડની રાજધાની બર્નમાં કરવામાં આવી હતી.
→ આથી, આ દિવસની યાદમાં 'વિશ્વ પોસ્ટ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.
→ જાપાનના ટોક્યોમાં યોજાયેલી UPI કોંગ્રેસ દ્વારા 1969માં તેને વિશ્વ પોસ્ટ દિવસ જાહેર કરવામાં આવી હતી.
→ વિશ્વ પોસ્ટ દિવસનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર વિશ્વમાં દૈનિક જીવન, વ્યવસાય અને લોકોના સામાજિક અને આર્થિક વિકાસમાં ટપાલની ભૂમિકા વિશે જાગૃતિ ફેલાવવાનો છે.
→ ત્યારબાદ વર્ષ 1969માં જાપાનમાં ટોક્યો ખાતે યોજાયેલ યુનિવર્સલ પોસ્ટલ યુનિયન મહાસભામાં ભારતીય પ્રતિનિધિ મંડળના સભ્ય આનંદ મોહન નરૂલાએ 9 ઓક્ટોબરને વિશ્વ ટપાલ દિવસ તરીકે ઉજવવાનું સૂચન કર્યું હતું. ત્યારથી આ દિવસ ઉજવવામાં આવે છે.
→ 1500 થી 2000 વર્ષ પહેલા લોકો દ્વારા એકબીજાની ખબર પૂછવા કબૂતર દ્વારા ચિટ્ઠી મોકલવામાં આવતી હતી.
→ ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા સૌપ્રથમ વર્ષ 1727માં પોસ્ટ ઓફિસની શરૂઆત કોલકાતા ખાતે કરવામાં આવી હતી જેમાં 100 માઇલ સુધીના અંતરમાં સંદેશા પહોંચાડવા માટે 2 આનાનો ચાર્જ લેવામાં આવતો હતો. જેના પર ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું નામ, રાજયિ, અને રાણી વિક્ટોરિયાનો ફોટો હતો. ત્યારબાદ બોમ્બે તથા મદ્રાસમાં પોસ્ટ ઓફિસની શરૂઆત થઇ હતી.
→ રોબર્ટ ક્લાઈવે ભારતમાં આધુનિક પોસ્ટ ઓફિસની સ્થાપના કરી હતી.
→ વર્ષ 1869માં વિશ્વમાં પ્રથમ સરકારી પોસ્ટકાર્ડ ઓસ્ટ્રિયા દેશ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.
→ ભારતીય પોસ્ટ ઓફિસની સ્થાપના 1 એપ્રિલ, 1854ના રોજ થઇ હતી.
→ ભારતીય જન પોસ્ટ ઓફિસનું વડુમથક નવી દિલ્હી ખાતે આવેલ છે.
→ ભારતમાં હલકા ભૂરા રંગનું પ્રથમ પોસ્ટકાર્ડ વર્ષ 1879માં બહાર પાડવામાં આવ્યું હતું.
→ ટપાલ સેવા સદીઓથી માનવ જીવન સાથે જોડાયેલી રહી છે.
→ શરૂઆતમાં તાર અને પત્રો દ્વારા સંદેશાની આપ-લે થતી હતી.
→ હાલમાં બેંકિંગ, વીમા, સરકારી ડોક્યુમેન્ટથી માંડીને મનીઓર્ડર ચીજવસ્તુઓ સુધીની આપ-લે સુધીની સેવાઓ ઘરબેઠા પોસ્ટલ સર્વિસ દ્વારા પૂરી પાડવામાં આવે છે. હાલમાં સમગ્ર ભારતમાં પોસ્ટ ઓફિસમાં કુલ 7.36 કરોડ બચત ખાતા છે જેમાં સૌથી વધુ બચતખાતા 79.75 લાખ પશ્ચિમ બંગાળમાં છે અને ગુજરાતની પોસ્ટ ઓફિસમાં 41.11 લાખ બચતખાતા છે. O
→ દર વર્ષે 150થી વધુ દેશો વિવિધ રીતે વિશ્વ ટપાલ દિવસની ઉજવણી કરે છે.
→ અમુક દેશોમાં વિશ્વ ટપાલ દિવસને વર્કિંગ હોલિડે તરીકે પણ મનાવવામાં આવે છે.
→ ભારતમાં લગભગ 1,56,600થી વધુ પોસ્ટ ઓફિસ કાર્યરત છે.
→ વિશ્વની સૌથી ઊંચાઈ પર આવેલી પોસ્ટ ઓફિસ ભારતના હિમાયલ પ્રદેશના હિક્કીમમાં સ્થિત છે.
→ ગુજરાતમાં સૌથી વધુ 493 પોસ્ટ ઓફિસ કચ્છ જિલ્લામાં છે.
→ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી(ધૂમકેતુ)એ પોસ્ટ ઓફિસ નામે વાર્તા લખી છે.
→ નોંધ : વિશ્વ ટપાલ દિવસ 9 ઓક્ટોબરના રોજ ઉજવાય છે. જ્યારે ભારતમાં ‘રાષ્ટ્રીય ટપાલ દિવસ' 10 ઓક્ટોબરના રોજ ઉજવાય છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇