→ 8 ઓક્ટોબર, 1932ના રોજ બ્રિટિશ સરકાર દ્વારા રોયલ ભારતીય વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી.
→ આઝાદી બાદ વાયુસેનાને નવું નામ ભારતીય વાયુસેના (Indian Air Force- IAF) આપવામાં આવ્યું હતું.
→ ભારતીય વાયુસેનાનુ ધ્યેય વાક્ય ભગવદ્ ગીતાના 11મા અધ્યાયમાંથી લેવામાં આયુ છે.
→ હાલમાં ભારતીય વાયુસેનાના ચીફ ઓફ એર સ્ટાફ ઝહીર અહમદ બાબર તથા વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ સુજિત પુષ્પાકર ધારકર છે.
→
અને હવાઇ નિરીક્ષણ દ્વારા દેશની રક્ષા કરે છે
→ 92મા ભારતીય વાયુ સેના દિવસની ઉજવણી ચેન્નાઈ ખાતે કરવામાં આવી.
→ 91 માં ભારતીય વાયુસેના દિવસ નિમિતે વાયુસેનાના વડા દ્વારા ઇન્ડિયન એર ફોર્સના નવા ઝંડાનું અનાવરણ કરવામાં આવ્યું છે તેમજ નવા ઝંડામાં ફ્લાય સાઈડ તરફ ઉપરના જમણા ખૂણે એરફોર્સ ક્રેસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
→ ભારતમાં રાષ્ટ્રપતિ લશ્કરની ત્રણેય પાંખોના વડા હોવાથી તેઓ ભારતીય વાયુસેનાના કમાન્ડર ઇન ચીફ તરીકે કાર્ય કરે છે. આ ઉપરાંત 4 સ્ટાર કમાન્ડર ચીફ ઓફ એર સ્ટાફ પણ વાયુસેનાનું નેતૃત્વ કરે છે.
→ અર્જુન સિંઘ ભારતીય વાયુસેનામાં એક્માત્ર 5 સ્ટાર રેન્ક ધરાવતા ચીફ ઓફ એર સ્ટાફ હતાં. U
→ ભારતીય વાયુસેનાએ પ્રથમ વખત વઝીરિસ્તાન યુદ્ધ(1936-39)માં ભાગ લીધો હતો. આ ઉપરાંત ઓપરેશન વિજય (1961), ભારત-ચીન યુદ્ધ(1962), ભારત- પાકિસ્તાન યુદ્ધ(1965 & 1971), ઓપરેશન મેઘદૂત(1984), ઓપરેશન પવન (1987), ઓપરેશન કેકટસ (1988), કારગિલ યુદ્ધ (1999) અને ઓપરેશન ગંગા (2022)જેવા યુદ્ધો અને રાહતકાર્યોમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી.
→ આ ઉપરાંત ભારતીય વાયુસેના સંયુક્ત રાષ્ટ્રની સાથે શાંતિ મિશનમાં પણ કામ કરે છે.
→ વાયુસેનાનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે.
→ જોધપુર, અંબાલા, કોઈમ્બતુર, બેંગ્લુરુ, હૈદરાબાદ અને આગ્રા જેવા સ્થળોએ વાયુસેનાની તાલીમ આપવામાં આવે છે.
→ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં સ્થિત હિડન એર ફોર્સ સ્ટેશન એશિયામાં સૌથી મોટું તથા વિશ્વનું 8મુ સૌથી મોટું એરબેઝ છે.
→ ગુજરાતમાં વાયુસેનાનું તાલીમ કેન્દ્ર જામનગર જિલ્લાના બેડી ખાતે આવેલ છે.
→ ભારતીય વાયુસેનામાં રાફેલ ફાઈટર જેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફલાઇટ લેફ્ટેનન્ટ શિવાંગી સિંઘ રાફેલ ઉડાવનાર પ્રથમ મહિલા બન્યા છે.
→ ભારતીય વાયુસેનામાં ધ્રુવ, ચેતક, MI-8, MI-7, જગુઆર, બાઇસન ફાઈટર એરક્રાફ્ટ, MI-26 હેલિકોપ્ટર, મિગ - 26, મિગ - 27, મિગ - 29 અને મિરાજ - 2000, સુખોઇ-30, LCA-તેજસ, રાફેલ, LCH-પ્રચંડ જેવા ફાઇટર એરક્રાફટ છે.
→ હિંદુસ્તાન એરોનોટીકલ્સ લિમિટેડ (HAL) નામની જાહેર કંપની હવાઇ જહાજોનું ઉત્પાદન કરે છે.
0 Comments