વિશ્વ કપાસ દિવસ
CACP (Commission for Agricultural Costs & Prices)
→ કેન્દ્ર સરકારે ચોખા અને ઘઉંના ભાવો નક્કી કરવા માટે કૃષિ મંત્રાલયને સલાહ આપવા 1 ઓગસ્ટ, 1964 ના રોજ એક સમિતિની રચના કરી.
→ ત્યારે કાર્ય માટ્ર અનાજ સુધી વિસ્તૃત રાખવામાં આવ્યું હતું.
→ પાછળથી, સરકારે 1965માં કૃષિ ભાવો આયોગ તરીકે ઓળખાતી કાયમી સંસ્થાની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો.
→ 1985માં તેનું નામ CACP - કમિશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટસ એન્ડ પ્રાઇઝીસ આપવામાં આવ્યું.
→ CACP કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની જોડાયેલ એક કચેરી છે, જેની રચના 1965માં કરવામાં આવી હતી.
→ તે એક વૈધાનિક સંસ્થા છે.
→ હાલમાં આયોગમાં અધ્યક્ષ, સભ્ય સચિવ, એક સભ્ય (સત્તાવાર) અને બે સભ્યો (બિન-સત્તાવાર) સામેલ છે.
→ આધુનિક ટેકનોલોજી અપનાવવા અને ઉત્પાદકતા અને એકંદરે અનાજના ઉત્પાદનમાં વધારો કરવા માટે ખેડુતોને પ્રોત્સાહન આપવા MSPની ભલામણ કરવાનું તેનું કાર્ય છે.
→ તે ખરીફ અને રવી બંન્ને ઋતુ માટે વોની ભલામણ કરતા અલગ અલગ અહેવાલો રજૂ કરે છે.
→ તે સામાન્ય રીતે 23 ચીજવસ્તુઓ માટે MSPની ભલામણ કરે છે, જેમાં સાત અનાજ, પાંચ કઠોળ, સાત તેલીબિયાં અને ચાર વ્યાપારી પાકનો સમાવેશ થાય છે.
→ Website : https://cacp.da.gov.in/>
→ 7 અનાજ: ડાંગર, ઘઉં, મકાઈ, જુવાર, મોતી બાજરી, જવ અને રાગી
→ 5 કઠોળ: ચણા, તુવેર, મગ, અડદ, મસૂર
→ 7 તેલીબિયાં: મગફળી, રેપસીડ-સરસવ, સોયાબીન, તલ , સૂર્યમુખી, કુસુમ, નાઈજર બીજ
→ 3 વ્યાપારી પાકો: કોપરા, કપાસ અને કાચો શણ (શેરડી - વાજબી અને લાભદાયી ભાવ)
0 Comments