→ ભારતના પ્રખ્યાત રાષ્ટ્રવાદી, સમાજ સુધારક અને મુંબઈ હાઈકોર્ટના ન્યાયાધીશ
→ તેમણે પ્રારંભિક શિક્ષણ નાસિકની એંગ્લો-વર્નાક્યુલર શાળામાંથી પ્રાપ્ત કર્યું હતું.
→ વર્ષ 1864માં અનુસ્નાતક થયા
→ વર્ષ 1865માં કાયદા શાસ્ત્રીની પદવી મેળવી હતી.
→ વર્ષ 1871માં જયુડિશિયલ સર્વિસમાં જોડાયા હતા.
→ વર્ષ 1893માં તેમની મુંબઇની વડી અદાલતના ન્યાયાધીશના હોદ્દા પર નિમણૂક કરવામાં આવી હતી.
સમાજ સુધારણા / સંસ્થામાં યોગદાન
→ તેઓ બાળલગ્ન અને અસ્પૃશ્યતાના કટ્ટર વિરોધી તેમજ વિધવા પુનઃ લગ્નના સમર્થક હતા.
→ તેમણે વર્ષ 1861માં વિધવા પુન:લગ્ન એસોસિએશનની સ્થાપના કરી હતી.
→ તેમણે હિંદી રાષ્ટ્રીય મહાસભા (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ-INC)ની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
→ વર્ષ 1885માં ભરાયેલ INCના પ્રથમ અધિવેશનમાં તેમણે હાજરી આપી હતી.
→ મહારાષ્ટ્રમાં પડેલા દુષ્કાળ સમયે ખેડૂતોની આર્થિક સ્થિતિનું નિરીક્ષણ કરનાર મહાદેવ રાનડે એક સ્વદેશી સેવક પણ હતા, તેથી જ તેઓ દેશમાં જ ઉત્પાદિત સ્વદેશી વસ્તુઓના ઉપયોગ કરવાની તરફેણમાં હતા.
→ તેઓ ડેક્કન એજ્યુકેશન સોસાયટીના સ્થાપક સભ્ય હતા.
→ તેમણે 31 માર્ચ, 1867ના રોજ આત્મારામ પાંડુરંગ સાથે મળીને પ્રાર્થનાસમાજની સ્થાપના કરી હતી.
→ તેમણે વર્ષ 1870મા પુના સાર્વજનિક સભાની સ્થાપના કરી હતી.
→ તેમણે તેમની પત્ની રમાબાઈને શિક્ષણ આપી સમાજસુધારક બનાવ્યા હતા. તેમના નિધન બાદ તેમણે ચલાવેલી સમાજસુધારાની ઝુંબેશ રમાબાઇએ ચાલુ રાખી હતી.
→ તેઓ ગાંધીજીના રાજકીય ગુરૂ ગોપાલકૃષ્ણ ગોખલેના ગુરુ હતા.
→ વર્ષ 1897માં સરકાર દ્વારા રાજકીય અને પ્રાંતિક ખર્ચ ઘટાડવા માટે ફાઈનાન્સ કમિટિની રચના કરવામાં આવી હતી. જેના તેઓ સભ્ય રહ્યા હતાં. આ સેવા માટે બ્રિટિશ સરકારે તેમને Companion of the order of the Indian Empire (CIE) એવોર્ડથી સન્માનિત કર્યા હતાં.
→ તેમના દ્વારા રચિત મરાઠા સત્તાનો ઉદય ગ્રંથ પ્રમાણભૂત ગણાય છે.
→ તેમની મુખ્ય રચનાઓમાં વિધવા પુનઃલગ્ન, માલગુઝારી કાયદો અને રાજા રામમોહનરાયનું જીવનચરિત્રનો સમાવેશ થાય છે.
→ આર્યસમાજ અને બ્રહ્મોસમાજ જેવી સંસ્થાઓનો પણ તેમના જીવન પર વિશેષ પ્રભાવ રહ્યો હતો.
0 Comments