Siddhraj Jaysinh (1094-1143) | સોલંકી કાળ : સિધ્ધરાજ જયસિંહ (1094 – 1143)


સિધ્ધરાજ જયસિંહ (1094 – 1143)



→ જન્મ : પાલનપુર (બનાસકાંઠા)
→ પિતા : કર્ણદેવ -1
→માતા : મીનળદેવી
→ પત્ની : લીલાદેવી
→પુત્રી : કાંચનદેવી
→આચાર્ય : હેમચંદ્રાચાર્ય
→ રાજ્યાભિષેક : ઈ. સ 1094 માં
→ શાસન : ઈ. સ . 1094 થી 1143



ઉપાધિ :



→ ત્રૈલોક્યગંડ
→ પરમભટ્ટાર્ક
→ સિદ્ધચક્રવર્તી
→ સઘરાજેસંગ
→ બર્બરક જિષ્ણુ



યુદ્ધ વિજય



→ સોરઠ પર વિજય
→ માળવા પર વિજય
→ બર્બરક સામે વિજય
→ શાકંભરી (સાંભર)પર વિજય બુંદેલખંડ




સિદ્ધરાજ જયસિંહના સમયની શાસનવ્યવસ્થા



→ મહાઅમાત્ય : મુંજાલ મહેતા, શાંતુ મહેતા, અશ્વક, દાધક
→ દંડનાયક : મહદેવ, ઉદયન
→ સેનાપતિ : કેશવ, બર્બરક
→ મંત્રીઓ : પૃથ્વી, વાગ્ભટ્ટ, આનંદ
→ પુરોહિત : સોમશર્મા
→ મંડલેશ્વર : દેવપ્રસાદ
→ વિદ્વાનો : હેમચંદ્રાચાર્ય, કક્કડ, શ્રીપાળ (પ્રજ્ઞા ચક્ષુ કવિ) , વાગ્ભટ્ટ, રામચંદ્ર, વર્ધમાન સૂરિ, સાગરચંદ્ર, જયમંગલ એન યશચંદ્ર




સોરઠ પર વિજય



→ પ્રથમ યશસ્વી પરાક્રમ સોરઠ વિજય હતું.
→ સિદ્ધરાજ જયસિંહ જ્યારે માળવા ગયેલા ત્યારે જૂનાગઢના રાજા “રા’ખેંગાર” પાટણ જઈ પૂર્વનો દરવાજો તોડી નાંખેલો ઉપરાંત ત્યાં રાણકદેવી નામની કન્યાનું વેવિશાળ જયસિંહ સાથે થવાનું હતું. પરંતુ રા’ખેંગાર તેને પરણીને લઈ ગયો.
→ આથી માળવાથી પાછા ફરી જૂનાગઢ પર આક્રમણ કર્યું. આ યુદ્ધ લગભગ 12 વર્ષ જેટલા લાંબા સમય સુધી ચાલ્યું હતું.
→ રા’ખેંગારના ભત્રીજા દેશળ તથા વિશળની મદદથી સોલંકી સેનાને ઉપરકોટમાં પ્રવેશ કર્યો.
→ રા’ ખેંગારનું યુદ્ધમાં મૃત્યુ પામ્યો.
→ સિદ્ધરાજ જયસિંહે રાણકદેવીને સાથે લીધા પરંતુ રાણકદેવી એ પોતાના પતિ સ્વરૂપે રા’ખેંગારને માની લીધો હોવાથી તેમણે રસ્તામાં જ વઢવાણ પાસે ભોગાવો નદીના કિનારે સતી થઈ ગયા.
→ સિદ્ધરાજ જયસિંહે સોરઠમાં દંડનાયક તરીકે સજ્જનમંત્રી ની નિમણૂક કરી હતી.
→ સિદ્ધરાજ જયસિંહે સોરઠ વિજય માટે ઈ. સ. 1110 (વિ.સં. 1166)માં વિજય પ્રસ્થાન કરીને “ત્રૈલોક્યગંડ” બિરુદ ધારણ કર્યું.
→ સોરઠની વિજયની યાદમાં સિદ્ધચક્રવર્તી બિરુદ (ઈ. સ. 1114) આગળ જતાં આ બિરુદ સિદ્ધરાજ તરીકે પ્રચલિત થયું.
→ સોરઠ જીત્યા બાદ જયસિંહે સોમનાથની યાત્રા કરી.
→ મીનળદેવીની આજ્ઞા થી સોમનાથનો યાત્રા વેરો (મુંડક વેરો) નાબૂદ કર્યો.
જૂનાગઢના વિજયના વર્ષ ઈ. સ. 1114 થી સિંહ સવંત શરૂ થયું.




માળવા પર વિજય



→ સિદ્ધરાજ જયસિંહ સોમનાથની યાત્રાએ ગયા ત્યારે માળવાના રાજા નરવર્માએ ગુજરાત પર ચઢાઈ કરી. પરંતુ અંતે શાંતુ મંત્રીની (જયસિંહના મંત્રી) સમજાવટથી તે પાછો ફર્યો.
→ સિદ્ધરાજ પાટણ આવીને માળવા પર ચઢાઈ કરી.
→ રાજા નરવર્માના ઉત્તરાધિકારી યશોવર્માને કેદ કર્યા તથા ધારાનગરીનો દુર્ગ કબ્જે કર્યો.
માળવાના દંડપતિ તરીકે મહાદેવ ની નિમણૂક કરી.
→ માળવાના વિજયથી જયસિંહે અવંતીનાથનું બિરુદ મળ્યું
→ માળવાની સાથે મેવાડ, ડુંગરપુર અને વાંસવાડાના પ્રદેશ પણ એની સત્તા નીચે આવ્યા.
→ માળવાના પૂર્વરાજથી ભોજરાજાનો ગ્રંથભંડાર પણ જયસિંહએ પોતાની સાથે પાટણ લાવ્યા અને તેના ગ્રંથ ભોજવ્યાકરણ પરથી જૈનમુનિ હેમચંદ્રાચાર્યને “સિદ્ધહેમ શબ્દાનુશાસન” નામે નવા વ્યાકરણ ગ્રંથ રચવાની પ્રેરણા આપી.
→ જ્યારે ગ્રંથ પૂરો થયો ત્યારે પાટણમાં વાજતે- ગાજતે તેની (ગ્રંથની) શોભાયાત્રા કાઢવામાં આવી. સિદ્ધરાજ પોતે પગપાળા ચાલ્યો અને આ ગ્રંથને શ્રીકર નામના હાથીની અંબાડી પર મુકાવ્યો.




બર્બરક સામે વિજય



બર્બરક અલૌકિક શક્તિ ધરાવતો જનજાતિનો સરદાર હતો.
→ બર્બરક સરસ્વતીના નદીના કિનારે આવેલા શ્રીસ્થલ (સિદ્ધપુર) તીર્થના ઋષિઓને એ રંજાડતો હતો.
→ લોકકથામાં બર્બરક “બાબરાભૂત” તરીકે ઓળખાય છે.
→ જયદેવસિહે તેના પર આક્રમણ કરી તેણે હરાવ્યો અને બર્બરકની પત્ની પિંગલાની વિનવણી પછી એને મુક્ત કર્યો.
→ બર્બરકે જયસિંહને કિંમતી રત્નોની ભેટ આપી, તેની સેવામાં રહેવાનું સ્વીકારીયું.
→ સિદ્ધરાજ જયસિંહે બર્બરકને હરાવ્યો હોવાથી “બર્બરક જિષ્ણુ” તરીકે ઓળખાયા.




શાકંભરી (સાંભર) પર વિજય



→ શાકંભરીના ચાહમાન રાજા અજયરાજે પોતાની સત્તા આસપાસ ફેલાવવાનો પ્રયત્ન કરતાં હતા.
→ અજયરાજ (અજમેરું ની સ્થપાના – અજમેર) ના પુત્ર અર્ણોરાજનો સિદ્ધરાજ જયસિંહ સામે પરાજય થયો.
સિદ્ધરાજ જયસિંહે પોતાની પુત્રી કાંચનદેવીના લગ્ન અર્ણોરાજ સાથે કરાવ્યા.
→ કાંચનદેવીના પુત્ર સોમેશ્વર (પૃથ્વીરાજના પિતા) ને પોતાની પાસે રાખી તેનો ઉછેર કર્યો.




બુંદેલખંડ



→ અહીંના રાજા મદનવર્માના વિપુલ વૈભવની વાત સાંભળી સિદ્ધરાજે તેના પર ચઢાઈ કરી પરંતુ મદનવર્માએ 96 કરોડ સુવર્ણમુદ્રા આપી પાછો કાઢ્યો.
→ બુંદેલખંડ મધ્યપ્રદેશ અને ઉત્તરપદેશનો કેટલોક વિસ્તાર.




સિદ્ધરાજ જયસિંહ ના કળા સ્થાપત્યો



→ સરસ્વતી નદી કિનારે રુદ્ર મહાલયનું બાંધકામ પૂર્ણ કરાવ્યું. (મૂળરાજ પ્રથમ દ્વારા તેની શરૂઆત થઈ હતી.)
→ શ્રીસ્થલ હવે સિદ્ધરાજના નામ પરથી સિદ્ધપુર તરીકે ઓળખાયું.
→ દુર્લભ સરોવર જળાશયને વિશાળ ભવ્ય જળાશય બનાવ્યું. તેના કાંઠે 1008 શિવાલય બંધાવ્યા. જે તળાવ સહસ્ત્રલિંગ તરીકે પ્રસિધ્ધ થયું. તેને મહાસર પણ કહે છે.
→ વિષ્ણુ ભગવાનનું દશાવતાર મંદિર પણ સહસ્ત્રલિંગ તલવાને કિનારે બંધાવ્યું.
→ ઝિંઝુવાડનો કિલ્લો સિદ્ધરાજે બંધાવેલ જે સુરેન્દ્રનગરમાં આવેલો છે.
→ મહાવીરનું ચૈત્ય સરસ્વતીના નદીના કિનારે આવેલું છે.
→ ડભોઈનો કિલ્લો : જેમાં ચારે દિશાઓમાં દરવાજા આવેલા છે. જેની પૂર્વમાં હીરા ભાગોળ છે. (સ્થપતિ : હીરાસલાટ , પ્રેમિકા : તેન)
>
→ મીનળદેવી દ્વારા મુનસર તળાવ (વિરમગામ) અને મલાવ તળાવ (ધોળકા) બંધાવ્યા.
→ કપડવંજ, સિહોર, વિરમગામ (મુનસર તળાવ) અને ધોળકામાં જળાશયો બંધાવ્યા.




ધાર્મિક નીતિઓ



→ ખંભાતમાં અગ્નિપૂજકોએ મુસલમાનોની મસ્જિદ બાળી નાખતા સિદ્ધરાજે અપરાધીઓને દંડ કરેલો.
→ સિદ્ધરાજ શૈવધર્મી હોવા છતાં બધા ધર્મો પ્રત્યે સહિષ્ણુ હતો.
→ હેમચંદ્રચાર્યના ઉપદેશથી તેણે આખા રાજ્યમાં પર્વદિનોમાં અમારી (પશુવધ નિષેધ) ફરમાવી.
→ સિદ્ધરાજની રાજસભામાં ઈ. સ. 1125 માં શ્વેતાંબર દેવસૂરી અને દિગંબરસૂરી કુમુચંદ્ર વચ્ચે વાદ-વિવાદ થયો અને શ્વેતાંબર મતનો વિજય થયેલો.




અન્ય તથ્યો



→ શ્રીપાલ તેના દરબારનો પ્રખ્યાત કવિ હતો.
શ્રીપાલે “વેરોચન પરાજય” નામનો ગ્રંથ લખ્યો હતો.
→ વાગ્ભટ્ટે “વાગ્ભટ્ટાલંકાર” નામનો ગ્રંથ લખ્યો.
→ રામચંદ્ર, વર્ધમાનસૂરિ, સાગરચંદ્ર, જયમંગલ અને યશચંદ્ર જેવા કવિઓ અને વિદ્ધવાનોને પણ પ્રોત્સાહન આપ્યું અને વિદ્યાની ઉપાસનને ઉત્તેજન આપ્યું.


→ સિદ્ધરાજ જયસિંહે 49 વર્ષ સુધી રાજ કર્યું.
→ ઈ. સ. 1142 માં અપુત્ર મૃત્યુ પામ્યા હતા.





Also Read



  1. મૂળરાજ સોલંકી → Read/view
  2. ચામુંડરાજ સોલંકી → Read/view
  3. વલ્લભરાજ સોલંકી → Read/view
  4. દુર્લભરાજ સોલંકી → Read/view



  5. ભીમદેવ - 1 → Read/view
  6. કર્ણદેવ સોલંકી → Read/view
  7. કુમારપાળ → Read/view
  8. અજયપાળ → Read/view
  9. મૂળરાજ – 2 → Read/view
  10. ભીમદેવ – 2 → Read/view
  11. ત્રિભુવનપાળ →Read/view

Post a Comment

0 Comments