કુમારપાળ સિદ્ધરાજ જયસિંહના મૃત્યુ સમયે માળવામાં હતો અને ત્યારબાદ કૃષ્ણદેવના સૈન્યના સહાયથી તેમજ હેમચંદ્રાચાર્ય અને મંત્રી ઉદયનના સહયોગથી પાટણની ગાદી પર આવ્યો.
→ મૃત્યુ : ઈ. સ. 1173 માં હેમચંદ્રાચાર્ય સ્વર્ગવાસ થયા ત્યારબાદ 6 મહિના પછી કુમારપાળ મૃત્યુ પામ્યો હતો.
ધાર્મિક કાર્યો
→ કુળધર્મ અનુસાર કુમારપાળ શૈવધર્મી હતો.
→ ઈ. સ . 1160 માં કુમારપાળે જૈન ધર્મણો અંગીકાર કર્યો હતો.
→ સમગ્ર રાજયમાં પશુ હિંસા, દારૂ, નશીલા પદાર્થો પર પ્રતિબંધ મૂક્યો.
→ જેનો પુત્રના હોય તે પરિવારના પુરુષ વ્યક્તિનું મૃત્યુ થતા તે પરિવારની સંપતિ રાજકોષમાં જતી હતી. આ ધનને અપુત્રીકા ધન (રૂદતિવિત / રડતીનું ધન) કહેવામાં આવતું હતું.
→ શાકંભરીના ચાહમાન રાજા અર્ણોરાજનો પરાજય એ કુમારપાળનું સુપ્રસિદ્ધ પરાક્રમ હતું. અર્ણોરાજની પુત્રી “જલ્હણા” સાથે લગ્ન કર્યા .
→ કુમારપાળે પોતાની બહેન “દેવળદેવી”ને અર્ણોરાજ સાથે પરણાવી.
માળવા પર વિજય
→ બલ્લાલને મારીને આખા માળવાને તાબે કર્યું હતું.
કોંકણ પર વિજય
→ રાજા મલ્લિકાર્જુન પર આક્રમણ કરી તેની સેનાએ મલ્લિકાર્જુનનો વધ કર્યો હતો.
→ આ આક્રમણની આગેવાની મંત્રી આંબડે કરી હતી.
→ અજમેર પર બે વાર ચડાઈ કરી હતી : ઈ. સ 1145 અને ઈ. સ 1150
સ્થાપત્ય
→ સોમનાથ મંદિરમાં સમારકામ કરાવ્યું.
→ કુમારલેશ્વરનું શિવમંદિર : પાટણમાં કુમારલેશ્વરનું શિવમંદિર બંધાવ્યું હતું.
→ પાશ્વરનાથનું મંદિર : પ્રભાસપાટણમાં પાશ્વરનાથનું મંદિર બંધાવ્યું હતું.
→ અજિતનાથનું જૈન દેરાસર : અરવલ્લી પર્વતમાળામાં આવેલા તારંગા ડુંગર પર એક જ પત્થરમાંથી જૈન તીર્થકર અજિતનાથની મૂર્તિ સ્થાપિત કરી.
→ ગીરનારમાં પગથિયાંનું નિર્માણ
→ પાટણ, દેવપત્તન , જાલોરમાં જિનાલયો
→ શેત્રુંજય અને ગિરનારમાં જૈન મંદિર
→ 1440 વિહારો (જૈન સંતો માટે રહેવા માટે)
કુમારપાળની શાસન વ્યવસ્થા
→ મહાઅમાત્ય : વાગ્ભટ (મંત્રી ઉદયનનો પુત્ર) અને કુમારસિંહ
→ દંડનાયક : ચાહડ
→ સચિવ : વલ્ભ
→ કોષાધ્યક્ષ : કપર્દી
→ પુરોહિત : આગિમ, સર્વદેવ
→ જૈન ધર્મ સ્થાપનાનો અધ્યક્ષ : અભયકુમાર
→ મહામોહુર્તિક : રુદ્ર
→ મંત્રી : આંબડ
→ લાટનો અધિકારી : આમ્રભટ્ટ
→ ચિત્તોડનો દંડનાયક : સજ્જન
→ નકુલનો દંડનાયક : વૈજલદેવ
→ ગોદ્રહક (ગોધરા) નો સામંત : વાપનદેવ
→ કિશડુનો રાજા (સામંત) : સોમેશ્વર
→ નડ્ડુલનો રાજા (સામંત) : આલ્હણદેવ
→ આબુના સામંત :વિક્રમસિંહ
→ શાસકની દ્રષ્ટિએ કુમારપાળનો સમય એટલે ગુજરાતનો પ્રથમ સુવર્ણ યુગ જ્યારે વસ્તુપાળ અને તેજપાળનો સમય ગુજરાતનો દ્વિતીય સુવર્ણ યુગ.
→ કુમારપાળ અપુત્ર મૃત્યુ પામ્યા. આથી તેના નાનાભાઇ મહિપાળણો પુત્ર અજયપાળ સોલંકી વંશનો રાજા બન્યો.
→ કુમારપાળ વિશે શ્રીરત્નમણીરાવ જોટે લખે છે કે – આખા વિશ્વમાં હિંદ (ભારત) સૌથી વધુ અહિંસક છે અને તેમાંય ગુજરાતી સૌથી વધુ અહિંસક છે. જેનો પૂરેપૂરો શ્રેય કુમારપાળના સંસ્કારી શાસનને જાય છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇