→ દર વર્ષે ગણતંત્ર દિવસ બાદ 29 જાન્યુઆરીએ દેશની રાજધાની દિલ્હીમાં વિજય ચોક પર બીટિંગ ધ રિટ્રીટ (Beating The Retreat) સેરેમનીનું આયોજન કરવામાં આવે છે.
→ આ સેરેમનીનું આયોજન ચાર દિવસીય ગણતંત્ર દિવસ સમારોહના સમાપન રૂપે કરવામાં આવે છે.
→ ભારતમાં બીટિંગ રિટ્રીટની શરૂઆત 1950માં રાણી એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપની રાજ્ય મુલાકાત દરમિયાન, ભારતીય સેનાના મેજર રોબર્ટસ દ્વારા યોજાઇ હતી.
વર્ષ 2025 ની સેરેમનીના આકર્ષણો
→ તાજેતરમાં 26મી જાન્યુઆરીના રોજ ભારતનો 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો.
→ 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી 29 જાન્યુઆરીની સાંજે સુમધુર બીટીંગ રીટ્રીટ સેરેમની સાથે વિજય ચોક, નવી દિલ્હી ખાતે યોજવામાં આવશે.
→ બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીમાં સેના બેન્ડ માર્ચ પરત જતા સમયે સારે જહાં સે અચ્છા કતની ધૂન વગાડવામાં આવે છે અને ત્યાં એક સંગીતમય સમારોહ થાય છે, તેને બીટિંગ ધ રિટ્રીટ કહેવામાં આવે છે.
→ ભારતીય સૈન્ય, ભારતીય નૌકાદળ, ભારતીય વાયુસેના અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) ના સંગીત બેન્ડ પ્રતિષ્ઠિત શ્રોતાઓ સમક્ષ ધૂન વગાડશે.
→ આ વર્ષે બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીની શરૂઆત 'શંખનાદ' ધૂનથી થઈ ત્યારબાદ પાઇપ્સ એન્ડ ડ્રમ્સ બેન્ડ દ્વારા 'વીર ભારત', 'સંગમ દૂર', 'દેશો કા સરતાજ ભારત', 'ભાગીરથી' 'અર્જુન' 'ભારત કે જવાન' અને 'વિજય ભારત' જેવી ધૂન વગાડવામાં આવશે.
→ થલ સેના, વાયુ સેના અને નૌસેના, ત્રણેયના બેન્ડ મળીને પારંપારિક ધૂનની સાથે માર્ચ કરે છે.
→ સાંજે 6 વાગે રિટ્રીટની ધૂન વગાડવામાં આવે છે અને રાષ્ટ્રધ્વજને સમ્માન સાથે ઉતારીને રાષ્ટ્રગાન ગાવામાં આવે છે. આ રીતે ગણતંત્ર દિવસના આયોજનનું ઔપચારિક સમાપન થાય છે.
→ આ સમારોહમાં ભારતીય સેના, નૌકાદળ, વાયુસેના, દિલ્હી પોલીસ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) ના બેન્ડ્સ દ્વારા સંગીતમય પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે.
→ આ સમારોહની અધ્યક્ષતા ભારતના રાષ્ટ્રપતિ કરે છે, જેઓ સશસ્ત્ર દળોના સર્વોચ્ય કમાન્ડર છે.
→ બીટિંગ ધ રિટ્રીટ સેરેમની 17મી સદીની શસ્ત્રવિરામની સૈન્ય પરંપરાનું પ્રતિક છે. સૈનિકો લડાઇ દરમિયાન તેમના શસ્ત્ર મૂકીને યુદ્ધના મેદાનથી તેમના કેમ્પમાં પાછા જતા હતાં. આ બ્રિટનની ઘણી જૂની પરંપરા છે અને તેને સૂર્ય ઢળવાના સમયે મનાવવામાં આવે છે.
→ ભારતમાં બે વાર તેનું આયોજન કરવામાં આવ્યું ન હતું. પ્રથમવાર 26 જાન્યુઆરી, 2001ના ગુજરાતમાં આવેલા ભૂકંપને કારણે અને બીજીવાર 27 જાન્યુઆરી, 2009માં 8મા રાષ્ટ્રપતિ આર.વેંકટરામનનું લાંબી બિમારી બાદ નિધન થવાથી સમારોહ રદ થયો હતો.
0 Comments