Ad Code

Solanki Dynasty : Bhimdev 1 (AD 1022 - 1064) | સોલંકી વંશ : ભીમદેવ 1 (ઈ. સ. 1022 - 1064)


ભીમદેવ 1 (ઈ. સ. 1022 - 1064)



→ પિતા : નાગરાજ
→ પત્ની :
  1. ઉદયમતી (સોરઠના ચુડાસમા રાજા રા’ખેંગારની પુત્રી)
  2. બકુલાદેવી અથવા ચોલાદેવી (રાણી પહેલા નર્તકી હતા.)


→ પુત્ર :
  1. કર્ણદેવ (ઉદયમતિનો પુત્ર)
  2. ક્ષેમરાજ (બકુલાદેવીનો પુત્ર )

→ અન્યનામ : ભીમ બાણાવળી
→ ભીમદેવ -1 ના સમયમાં ગુજરાત પર અફઘાનિસ્તાનના સુલતાન મહમૂદ ગઝનવીની ચડાઈ થઈ.
→ ઈ. સ. 1025 માં મહમૂદ ગઝનવીનએ સૌરાષ્ટ્રમાં આવેલા સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પર ચડાઈ કરવા પ્રયાણ કર્યું.
→ સુલતાન મહમૂદ ગઝની સોમનાથ મંદિર પર ચઢાઈ કરવા માટે અફઘાનિસ્તાન – પાકિસ્તાન- સિંધપ્રદેશ – કચ્છ – જામનગર આ વિસ્તારો પરથી આવ્યો હતો.
→ સામનો કરવાને બદલે મંત્રીમંડળના સલાહથી ભીમદેવ પહેલાએ કંથકોટના કિલ્લાઓમાં આશ્રય લીધો હતો.
→ મોઢેરામાં 20 હજાર સૈનિકોએ સુલતાન મહમૂદ ગઝનવીના ફોજનો સામનો કર્યો. પરંતુ તેઓ નિષ્ફળ થયા.
→ 6 જાન્યુઆરી 1026 ના રોજ સુલતાન મહમૂદ ગઝની દેલવાડા પર હુમલો કરી સોમનાથ પાટણ પહોંચ્યા. સોમનાથ મંદિરના પ્રવેશદ્વાર આગળ ભીષણ યુદ્ધ થયું અને તેમાં લગભગ 50 હજાર સૈનિકો મંદિરનું સંરક્ષણ કરતાં શહીદ થઈ ગયા.
→ સોમનાથ મંદિરને આગ લગાવીને તેમજ તે મંદિરમાંથી આશરે 15 કરોડ જેટલી લૂટની ગઝની પાછો ફર્યો હતો.
→ પાછા ફરતી વખતે ગઝનીને હિન્દુ માન્ડલીકો તેમજ જાટ લોકોના સખત સામનો કરવો પડ્યો હતો.




યુદ્ધ



→ આબુ : આબુના રાજા ધંધુકે સ્વતંત્ર થવા પ્રયત્ન કર્યો પરંતુ ભીમદેવ એ ધંધુકને હરાવી અને પોતાનું વિશ્વાસુ “વિમલમંત્રી” ને આબુના દંડનાયક પદ ઉપર નિમણૂક કરી.
→નડુલ : અહીંના રાજા ચૌહાણ રાજાને વશ કર્યો.
→ કચ્છ : ભીમદેવ પહેલાના કાળમાં કચ્છ મંડલ સોલંકી રાજ્યની અંતર્ગત હતું.




સ્થાપત્ય



→ સોમનાથ મંદિર (1027)
→ મોઢેરા સૂર્યમંદિર : પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે.



Also Read



  1. મૂળરાજ સોલંકી → Read/view
  2. ચામુંડરાજ સોલંકી → Read/view
  3. વલ્લભરાજ સોલંકી → Read/view
  4. દુર્લભરાજ સોલંકી → Read/view
  5. કર્ણદેવ સોલંકી → Read/view
  6. સિદ્ધરાજ જયસિંહ → Read/view
  7. કુમારપાળ → Read/view
  8. અજયપાળ → Read/view
  9. મૂળરાજ – 2 → Read/view
  10. ભીમદેવ – 2 → Read/view
  11. ત્રિભુવનપાળ →Read/view


Question & Answer


  1. મહમૂદ ગઝનવીએ ઈ.સ. 1026 માં સોમનાથ મંદિર પર ચડાઈ કરી ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું?
    → ભીમદેવપહેલા
  2. મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર કયારે ચડાઈ કરી હતી?
    → 7 જાન્યુઆરી, ઈ.સ. 1026 નારોજ
  3. ગઝનવીના લૂંટ પછી પથ્થરોનું સોમનાથ મંદિર કોણે બંધાવ્યું હતું?
    → ભીમદેવ પહેલાએ
  4. સોમનાથ મંદિર પરના આક્રમણનું વર્ણન અલબરૂનીએ કયા પુસ્તકમાં કર્યું છે?
    → કિતાબ-ઉલ-હિન્દ
  5. પ્રાચીનકાળનું સોમનાથ મંદિર શાનું બનેલું હતું?
    → લાકડાનું
  6. સોમનાથ મંદિરનું સ્થાપત્ય કઈ શૈલીનું છે?
    → ચાલુકય
  7. મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું?
    → ભીમદેવ પહેલા
  8. મોઢેરાનું સૂર્ય મંદિર કયા પ્રકારના પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે ?
    → સોનેરી કથ્થઈ રંગના પથ્થરમાંથી
  9. મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કાંઠે આવેલું છે ?
    → પુષ્પાવતી
  10. ભીમદેવ પહેલાની રાણી ઉદયમતિ કોની પુત્રી હતા?
    → સોરઠના ચુડાસમા રાજા રા'ખેંગારની
  11. ચુડાસમા વંશના કયા રાજા દ્વારા રાજધાની વંથલીથી જૂનાગઢ બદલવામાં આવી હતી ?
    → રા'નવઘણ
  12. સોરઠની સત્તા પાછી મેળવ્યા પછી રા'નવઘણ ત્રીજાએ કોનું સાર્વભૌમત્વ
    → સિધ્ધરાજ જયસિંહનું
  13. પાટણની રાણકીવાવ કોણે બંધાવી હતી?
    → રાણી ઉદયમતિ
  14. પાટણની રાણકીવાવ કેટલાં માળની છે?
    → 7

  15. પાટણની રાણકીવાવ કયા પ્રકારની બાંધકામ શૈલી ધરાવે છે?
    → જયા
  16. ભીમદેવ પહેલાએ આબુના દંડનાયક કોને નીમ્યા હતા?
    → વિમલ મંત્રી
  17. કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ?
    → વિમલ મંત્રી
  18. ભીમદેવ પ્રથમની બીજી રાણી બકુલાદેવીને કયા નામથી ઓળખવામાં આવે છે ?
    → ચૌલાદેવી
  19. વડનગરના કીર્તિ તોરણનું બાંધકામ કયા રાજાના શાસનકાળમાં થયું હતું?
    → ભીમદેવ પ્રથમ
  20. કયા સોલંકી શાસકને 'ભીમ બાણાવળી'ની ઉપાધી આપવામાં આવી હતી?
    → ભીમદેવ પ્રથમ
  21. કર્ણદેવ પહેલો કોનો પુત્ર હતો?
    → ઉદયમતિ અને ભીમદેવ પહેલાનો

Post a Comment

0 Comments