Ad Code

Responsive Advertisement

Solanki Dynasty: Mulraj Solanki (942-997 AD) | સોલંકી વંશ : મૂળરાજ સોલંકી ( ઈ. સ. 942 – 997)


મૂળરાજ સોલંકી ( ઈ. સ. 942 – 997)



→ જન્મ : મૂળ નક્ષત્રમાં
→ તેમનો જન્મ મૂળ નક્ષત્રમાં થયો હોવાથી મૂળરાજ નામ મળ્યું.
→ પત્ની : માધવી
→ પુત્ર : ચામુંડરાજ
→ માતા: લીલાદેવી
→ પિતા : રાજી
→ રાજયાભિષેક : વિ. સં. 998 (ઈ. સ. 942 માં)
→ શાસન : ઈ.સ. 942 થી ઈ.સ. 995 (55 વર્ષ)
→ ઉપાધિ : પરમ માહેશ્વર , પરમભટ્ટાકર, મહારાજાધિરાજ , પરમેશ્વર
→ તેઓ શિવભક્ત હતા
→ મૃત્યુ : મૂળરાજ જીવનના અંતિમ સમયમાં પાટણના સિધ્ધપુર (શ્રીસ્થળ) માં સરસ્વતી નદીકિનારે અગ્નિસ્નાન કર્યું હતું.




યુદ્ધવિજયો



→ હેમચંદ્રચાર્યના દયાશ્રમ કાવ્યમાંથી અને મેરુતુંગ કવિના “પ્રબંધ ચિંતામણી” ગ્રંથમાંથી મૂળરાજના વિજયોની વાત મળે છે.
→ લાટ પ્રદેશ : રાષ્ટ્રકુટોની સત્તાનો નાશ કરનાર ચાલુક્ય રાજા તૈલપખાન બારપ્પનું શાસન હતું.
→ શાકંભર (સાંભર) : અહીના શાસક ચૌહાણ રાજા વિગ્રહરાજ સાથે વિગ્રહ.
→ સૌરાષ્ટ્ર : અહીના રાજા ગ્રહરિપુને હાર આપી હતી.
→ કચ્છ : અહીંના રાજા લાખાને હાર આપી હતી.
→ આબુ : અહીંના રાજા પરમાર વંશના રાજા ધરણીવરાહ પર આણ વર્તાવીને મહાબિરુદ ધારણ કર્યું.



સ્થાપત્ય સ્થળો



→ રુદ્રમહાલય નું કામ શરૂ કરાવ્યું અને તે કાર્ય સિદ્ધરાજ જયસિંહ એ પૂર્ણ કરાવ્યું. (પાટણના સિધ્ધપુરમાં )
→ મૂળનાથ (મૂળેશ્વર મંદિર – મંડલી)
→ ત્રિપુરુષપ્રાસાદ (પાટણ – રહેવા જમવા માટે મંદિર )
→ શ્રીસ્થલ (સિધ્ધપુર – દેવાલય બંધાવ્યા)




વહીવટી શાશન



→ જેહુલ : તે ખેરાલુનો રાણો હતો અને મુખ્યપ્રધાન હતો.
→ જમ્બક : મહામંત્રીના પદ પર હતો.
→ ચામુંડરાજ : મુખ્ય યુવરાજ
→ સોમ શર્મા : વડનગરના નાગર બ્રાહ્મણ હતા તે પુરોહિત તરીકે મૂળરાજના મંત્રીમંડળમાં સ્થાન ધરાવતા હતા.


→ વીર મહત્તમ : મંત્રી તરીકે સેવા આપતા.
→ માધવ: ધર્મખાતાનો મંત્રી હતો.
→ બાલાર્ક : કવિ તરીકેની સેવા આપતો હતો.
→ શ્રી જય : દૂત અથવા મહાસંધિ વિગ્રહકની સેવા આપતો હતો.
→ કાંચન : કાયસ્થ

ઉત્તર ભારતમાંથી બ્રાહ્મણોને બોલાવી સિદ્ધપુર અને સિહોર ખાતે વસાવ્યા જે ઓદીચ્ચય બ્રાહ્મણો કહેવાયા.



Also Read



  1. ચામુંડરાજ સોલંકી → Read/view
  2. વલ્લભરાજ સોલંકી → Read/view
  3. દુર્લભરાજ સોલંકી → Read/view
  4. ભીમદેવ - 1 → Read/view
  5. કર્ણદેવ સોલંકી → Read/view
  6. સિદ્ધરાજ જયસિંહ → Read/view
  7. કુમારપાળ → Read/view
  8. અજયપાળ → Read/view
  9. મૂળરાજ – 2 → Read/view
  10. ભીમદેવ – 2 → Read/view
  11. ત્રિભુવનપાળ →Read/view



Question & Answer

  1. સોલંકીવંશનો સ્થાપક કે ગુજરાતનો સ્થાપક કોને ગણવામાં આવે છે?
    → મૂળરાજ સોલંકી

  2. મૂળરાજ સોલંકીએ કોની હત્યા કરી ગાદી પર બેઠો હતો?
    → મામા સામંતસિંહ

  3. ગુજરાતના સ્થાપક મૂળરાજ સોલંકીએ કયા સ્થળે અગ્નિપ્રવેશ કર્યો?
    → શ્રીસ્થલ (સિધ્ધપુર)માં સરસ્વતીના કાંઠે

  4. મૂળરાજની રાણી માધવી કયા કુળની હતી?
    → ચાહમાન રાજા ભોજ

  5. મૂળરાજ સોલંકીને કયું બહુમાન મળેલું?
    → ગુર્જરેશ (ગૂર્જરનરેશ)

  6. મૂળરાજ સોલંકીએ પાટણના સિદ્ધપુર ખાતે કઈ નદીના કિનારે રૂદ્રમહાલયનું બાંધકામ શરૂ કર્યું હતું?
    → સરસ્વતી

  7. રૂદ્રમહાલયનો નાશ સૌપ્રથમ કોના દ્વારા કરવામાં આવ્યો હતો ?
    → અલાઉદ્દીન ખિલજી

  8. મૂળરાજના ઉત્તરાધિકારી કોણ બન્યાં?
    → ચામુંડરાજ

Post a Comment

0 Comments