ખાખરેચી સત્યાગ્રહ | Khakhrechi satyagraha


ખાખરેચી સત્યાગ્રહ

→ ખાખરેચી સત્યાગ્રહ ઈ.સ. 1929માં થયું હતું.

→ રાજકોટ જિલ્લાના ખાખરેચી ગામ પર માળિયા રાજ્યના રાજા રાયસિંહજી જાડેજા ત્રાસ ગુજારતા હતા, સમગ્ર માળિયા રાજ્યની મહેસૂલ આવક રૂ. 2 લાખની હતી.

→ તેમાંથી અડધો ભાગ અર્થાત્ એક લાખ માત્ર 15000ની વસ્તી ધરાવતાં ખાખરેચી ગામમાંથી ઉઘરાવવામાં આવતા હતા.

→ અસહ્ય મહેસૂલવેરો લઈ વસૂલ કરવામાં આવતો, જેમ કે પોતાની માલિકીની જંમીન પોતાના પુત્રોને નામે કરવા માટે 'સાકર કર' તથા મકાનમાં બારી-બારણાં મૂકાવવા 'હવા કર.

મગનલાલ પ્રેમચંદની આગેવાની હેઠળ રાજ્ય સામે સત્યાગ્રહ શરૂ કર્યો.



→ વઢવાણના ફુલચંદ શાહે ઘણી મદદ કરી હતી અને બધા નેતાઓ ભેગા મળીને મંદિરમાં સભા ભરી, જેથી રાજ્ય દ્વારા તે મંદિરને તાળું મારવામાં આવ્યું અને ચોકીપહેરો ગોઠવવામાં આવ્યો.

→ માળિયા રાજ્યના રાજાએ લોકોમાં ભાગલા પાડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો આખરે વર્તમાનપત્રોમાં વિગતો છપાતાં રાજાએ નમતુ જોખ્યું અને લોકોની બધી શરતો મંજૂર કરી દીધી.

→ ખાખરેચી સત્યાગ્રહએ પ્રજા દ્વારા સૌરાષ્ટ્રના દેશી રાજ્ય સામે સૌપ્રથમ પ્રજાકીય લડત હતી, જેથી સૌરાષ્ટ્ર સાપ્તાહિક દ્વારા આ લડતને ‘સૌરાષ્ટ્રના (કાઠિયાવાડના) બારડોલી સત્યાગ્રહ' સાથે તુલના કરી હતી.



Post a Comment

0 Comments