અમૃતલાલ ‘ઘાયલ'
અમૃતલાલ ‘ઘાયલ'
→ જન્મ : 19 ઓગસ્ટ, 1916 (સરધાર, રાજકોટ)
→ પિતા : લાલજીભાઈ ભટ્ટ
→ પૂરું નામ : અમૃતલાલ લાલજીભાઇ ભટ્ટ
→ અવસાન : 25 ડિસેમ્બર, 2002 (રાજકોટ)
→ માતા: સંતોકબહેન
→ ઉપનામ : ઘાયલ
→ ગુજરાતી ભાષાના જાણીતા ગઝલકાર અમૃતલાલ ભટ્ટ
→ તેમણે રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી.
→ તેઓ હોકી અને ક્રિકેટના સારા ખેલાડી હતા.
→ તેઓ વર્ષ 1939-49 સુધી ઇમામુદ્દીનખાન મુર્તઝાખાન બાબી (ગઝલકાર રુસ્વા મઝલૂમી)ના રહસ્યમંત્રી રહ્યા હતા.
→ તેમણે વર્ષ 1949માં રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાં B.Aનો પ્રથમ વર્ષ બાદ અભ્યાસ છોડ્યો હતો.
→ તેમણે વર્ષ 1949-73 દરમિયાન જાહેર બાંધકામ ખાતામાં વિભાગીય હિસાબનીશ તરીકે ભૂજ, આદિપુર, સાવરકુંડલા અને અમદાવાદ ખાતે ફરજ બજાવી હતી.
→ ગઝલ સર્જનની પ્રેરણા તેમને રુસ્વા મઝલૂમી પાસેથી મળી હતી.
→ તેમણે સોરઠી ભાષાનો ઉપયોગ કરી ગઝલો લખવાનો સંકલ્પ કર્યો હતો.
→ તળ ગુજરાતીમાં ગઝલનું સર્જન કરીને તેને એક નવી ઓળખ આપી હતી.
→ વર્ષ 1954માં પ્રગટ થયેલા તેમના ગઝલ સંગ્રહ શૂળ અને શમણાંથી તેમની ગઝલ યાત્રા શરૂ થઇ હતી.
→ ગુજરાતી સાહિત્યમાં એક કાવ્યપ્રકાર તરીકે ગઝલનું સ્થાપન કરવામાં તેમનું મહત્વનું યોગદાન છે.
→ તેમની સમગ્ર કવિતાનો સંગ્રહ આઠોં જામ ખુમારી છે અને તેમની પ્રસિદ્ધ ગઝલ રસ્તો કરી જવાનામાં મનુષ્યની ખુમારીને વ્યક્ત કરી છે.
→ તેમણે ગુજરાતી ગઝલને ફારસી અને ઉર્દૂ ભાષાની ચૂંગાલમાંથી મુકત કરી તેને ગુજરાતી ભાષાની સંસ્કારિતા સમર્પવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
→ મુલાયમ ભાવોની સરળ અને અસરકારક અભિવ્યક્તિ તેમની ગઝલની વિશેષતા છે.
→ તેમની હાજરી માત્રથી મુશાયરાઓમાં રોનક આવી જતી હતી.
→ તેમને ગઝલરસિકો અને ગઝલકારોએ ગુજરાતના ગાલીબ તરીકે ઓળખાવ્યા છે. પરંતુ તેમને ‘શહીદ ગઝલ' તરીકે ઓળખે તેવી અભિલાષા સેવી હતી.
→ તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક (1993) અને નરસિંહ મહેતા એવોર્ડ (2002)થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સાહિત્ય સર્જન
→ ગઝલસંગ્રહ : શૂળ અને શમણાં, રંગ, રૂ૫, ગઝલ નામે સુખ, ઝાંય, અગ્નિ, આઠોં જામ ખુમારી, આશ્ચર્ય વચ્ચે
પંક્તિઓ
ન હિન્દુ નીકળ્યા, ન મુસલમાન નીકળ્યા
કબરો ઉઘાડી જોયું, તો ઇન્સાન નીકળ્યા.
સ્થળનો નથી સવાલ. સમયનો સવાલ છે
કે એમણે સ્મશાને, મને યાદ તો કર્યો!
કેમ ભૂલી ગયા? દટાયો છું,
આ ઈમારતનો હું પાયો છું.
નથી બીજું કંઇ કમાયા, કૈં જીવનની એ કમાઇ છે
અમારે મન મૂડી, અમારી માણસાઇ છે.
અમને હતું કે છીંછરા જીવનના જળ હશે
નહોતી ખબર કે આટલા તળિયે વમળ હશે!
અમૃતથી હોઠ સહુના, એંઠા કરી શકું છું
મૃત્યુનાં હાથ પળમાં હેઠાં કરી શકું છું,
આ મારી શાયરી ય સંજીવની છે, 'ઘાયલ',
શાયર છું. પાળિયાને બેઠાં કરી શકું છું...!
રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મન મરી જવાના !
શબ્દની આરપાર જીવ્યો છું,
હું બહું ધારાદાર જીવ્યો છે
આમ, 'ઘાયલ' છું અદનો શાયર પણ,
સર્વથા શાનદાર જીવ્યો છું.
0 Comments