→ જન ગણ મન (હિન્દી: जन गण मन, બંગાળી: জন গণ মন) ભારતનુ રાષ્ટ્રગીત છે. નોબૅલ પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતનાં રાષ્ટ્ર ગીત તરીકે અપનાવાયેલ છે.
→ આપણું રાષ્ટ્રગાન જન ગણ મન સૌપથમ 27 ડિસેમ્બર, 1911ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોલકત્તાના 27મા અધિવેશનમાં સરલાદેવી ચૌધરીએ ગાયું હતું.
→ આ ગીત મૂળ રવિન્દ્રનાથ ટાગોરએ બંગાળી ભાષામાં 5 પદોમાં લખ્યુ હતુ. જેનું હિન્દીમાં રૂપાંતરણ ઈ.સ. 1911 માં અબિદ બલી દ્વારા કરવામાં આવ્યું હતુ. જેને ભારત સરકારે 24 જાન્યુઆરી, 1950ના રોજ માત્ર એક પદને રાષ્ટ્રગાન તરીકે સ્વીકારવામાં આવ્યું.
→ રાષ્ટ્રગાનને 52 સેકન્ડમાં પૂરું કરવાનું હોય ત છે. ક્યારેક માત્ર પ્રથમ અને છેલ્લી પંકિત જ ગાવામાં આવે છે ત્યારે તેને માત્ર 20 સેકન્ડમાંડી પૂરી કરવાનું હોય છે.
जन गण मन
जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिन्ध गुजरात मराठा द्रविड़ उत्कल बंग। विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंग। तव शुभ नामे जागे तव शुभ आशीष मागे। गाहे तव जयगाथा। जन गण मंगलदायक, जय हे भारत भाग्य विधाता। जय हे, जय हे, जय हे जय जय जय जय हे।
→ જન ગણ મન.. રાષ્ટ્રગાનને વર્ષ 1950માં સ્વતંત્ર ભારતનું રાષ્ટ્રગાન ઘોષિત કરવામાં આવ્યું.
→ જાન્યુઆરી વર્ષ 1912માં રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સંપાદિત તત્વબોધિની પત્રિકામાં ભારત ભાગ્ય વિધાતા શીર્ષક હેઠળ સૌપ્રથમ પ્રકાશિત થયુ હતુ. જેને વર્ષ 2011માં 100 વર્ષ પૂરા થયા.
→ વર્ષ 2016માં સુપ્રિમકોર્ટ દ્વારા દેશભરમાં સિનેમાઘરોમાં ફિલ્મ પહેલાં રાષ્ટ્રગાન ફરજિયાત વગાડાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જે વર્ષ 2018માં રદ કરવામાં આવ્યો.
→ સંસદના દરેક સત્રનો પ્રારંભ રાષ્ટ્રગાન જન ગણ મનથી થાય છે.
0 Comments