→ ગુજરાતી હાસ્ય સાહિત્યમાં જ્યોતિન્દ્ર દવે પછીનું પ્રસિદ્ધ નામ એટલે તારક મહેતા.
→ તેઓ ચિત્રલેખા સામાયિકમાં દુનિયાના ઊંધા ચશ્મા કોલમ લખતા હતા. આ કોલમને આધારે સોની સબ ટીવી પર હિન્દીમાં પ્રકાશિત થતી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નામની ટીવી ધારાવાહિક શ્રેણી ખૂબ જ લોકપ્રિય છે.
→ તેમણે મુંબઈમાં સ્ક્રીપ્ટ રાઈટરથી માંડીને ગેઝેટેડ અધિકારી સુધીની સફર બાદ ગુજરાતી રંગભૂમિ ઉપર દિગ્દર્શક અને અભિનેતા તરીકે યશસ્વી ભૂમિકા ભજવી હતી ત્યારબાદ વર્ષ 1995માં મુંબઈ છોડી અમદાવાદ વસવાટ કર્યો.
→ તેઓએ મોટા ઘરની દીકરી, કરો કંકુના અને લાખો ફુલાણી જેવી ગુજરાતી ફિલ્મોના હાસ્ય દ્રશ્યો લખ્યાં છે.
0 Comments