→ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 9 જાન્યુઆરી, 2022ના રોજ શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પર્વના શુભ અવસર પર જાહેરાત કરવામાં આવી હતી કે આ વર્ષથી સાહિબજાદા જોરાવર સિંહજી અને સાહિબજાદા ફતેહ સિંહજીની શહાદત નિમિત્તે 26 ડિસેમ્બરના રોજ વીર બાલ દિવસ તરીકે મનાવવામાં આવશે.
ઐતિહાસિક ઘટના
→ સાહિબજાદાનો અર્થ ચાર પુત્રો અથવા વંશજ એવો થાય છે. આ ચાર સાહિબજાદામાં શીખ ધર્મના દસમાં ગુરુ શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના ચાર પુત્ર અજીત સિંહ, જુઝાર સિંહ, જોરાવર સિંહ અને ફતેહ સિંહનો સમાવેશ થાય છે.
→ ઇ.સ. 1704માં ઔરંગઝેબના આદેશ પર મુઘલ સૈન્ય દ્વારા આનંદપુર સાહિબને ઘેરી લેવામાં આવ્યું હતું. આ દરમિયાન મુઘલ સૈન્ય દ્વારા ગુરુ ગોવિંદ સિંહજીના બે પુત્રો સાહિબજાદા જોરાવર સિંહજી અને સાહિબજાદા ફતેહ સિંહજીને પકડી લેવામાં આવ્યાં.
→ ત્યારબાદ તેમની સમક્ષ એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે જો તેઓ ધર્મ પરિવર્તન કરે તો તેમને જીવતા છોડી દેવામાં આવશે. પરંતુ તે બંનેએ ધર્મ પરિવર્તન કરવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો. પરિણામે તેમને જીવતા દિવાલમાં ચણી દેવામાં આવ્યાં.
→ આ બંને મહાનુભાવોએ ધર્મના ઉમદા સિદ્ધાંતોથી વિચલિત થવાને બદલે શહીદી વહોરવાનું પસંદ કર્યુ હતું.
→ આ બંને સાહિબજાદાના સાહસ અને ન્યાય પ્રત્યે એમના સંકલ્પને યોગ્ય શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વર્ષ 2022થી તેમની શહીદીના દિવસ 26 ડિસેમ્બરને દર વર્ષે વીર બાલ દિવસ તરીકે મનાવવામાં આવશે.
પ્રથમ વીર બાલ દિવસની ઉજવણી
→ પ્રથમ વીર બાલ દિવસની ઉજવણી દિલ્હી શીખ ગુરૂદ્વારા પ્રબંધક કમિટીના સહયોગથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડીયમ, દિલ્હી ખાતે કરવામાં આવી હતી.
→ વીર બાલ દિવસની ઉજવણીના અવસરે આ વર્ષે દેશભરમાં નીચે મુજબ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
→
બાળકોની રેલી
શીખ બાળકો દ્રાર દ્વારા શબ્દકીર્તન પાઠ
બાળકો દ્વારા માર્શલ આર્ટનું પ્રદર્શન
MY BHARAT પ્લેટફોર્મ અને MYGov પોર્ટલ પર ઇન્ટરેક્ટિવ ક્વિઝ
દેશભરમાં શાળાઓ અને બાળ કલ્યાણ સંસ્થાઓમાં (CCI) મેળાવડો અને ડિજિટલ પ્રદર્શન
0 Comments