→ સાદી, સરળ વાણીમાં માર્મિક વાતો સરળતાથી કહેનાર મરીઝની ગઝલો ઊંડાણ અને અસરકારકતાને કારણે કાવ્યરસિકોને રસ તરબોળ કરી દે તેમજ તેઓ સાચી કવિતા રજૂ કરતાં હોવાથી ભાવકના દિલને સ્પર્શે છે.
→ તેમણે ફકત બે ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો અને રબરની ફેકટરીમાં કામ દરમિયાન 14 વર્ષની ઉંમરે ગઝલ લખવાની શરૂઆત કરી હતી.
→ મરીઝની રચનાઓમાં મનુષ્ય જીવન, કવિની દીનદશા, પ્રણેયવૈફલ્યની વેદના, દોસ્તીના ચડતા-વળતા પાણી અને પરવરદિગારનાનું ભાવભર્યું આલેખન જોવા મળે છે.
→ ગઝલમાં કવિતાનો ગૌરવ અને લોકપ્રિયતા બંનેને સમાવનાર મરીઝના સર્જનનું ઊંડાણ અને અસરકારકતાને લીધે લોકોએ અને કવિઓએ તેમને ગુજરાતના ગાલિબનું બિરુદ આપ્યું હતું.
→ સિતાંશુ યશચંદ્રએ મરીઝ વિશે અગાધ વેદનાશીલતા, સ્ફોટક પ્રતિકાત્મકતા અને સૌંદર્યની દષ્ટિએ સર્વાધિક શ્રદ્ધેય એવા ત્રણ વિશેષણ પ્રયોજયા છે.
→ તેઓ વતન અને માતૃભૂમિમાં પત્રકાર તરીકે જોડાયા અને ખુશ્બુ, આઝાન અને ઉમ્મીદ જેવા સામયિકોનું પ્રકાશન પણ સંભાળ્યું હતું તેમજ વર્ષ 1960માં દાઉદી વ્હોરા સમાજના મુખપત્ર ઈન્સાફના તંત્રીપદે જોડાયા હતાં.
→ તેઓએ વર્ષ 1936માં આકાશવાણી મુંબઇથી પ્રસારીત થતાં મુશાયરામાં ભાગ લીધો હતો.
→ તેમને વર્ષ 1984માં મરણોત્તર સૌપ્રથમ પ્રેમાનંદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો.
→ તેમના જન્મશતાબ્દી નિમિતે 6 થી 12 એપ્રિલ, 2017 દરમિયાન અમદાવાદના ટાઉન હોલ ખાતે 'ગઝલ સપ્તાહ'નું આયોજન કરવામાં આવ્યું હતું.
સાહિત્ય સર્જન
→ આગમન(પ્રથમ ગઝલ સંગ્રહ)
→ દુર્દશાનો કેટલો આભાર (ગઝલ)
→ નકશા
પંક્તિઓ
હું કયાં કહું છું, આપની 'હા' હોવી જોઈએ, પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ'.
'મૃત્યની પહેલા થોડી જરા બેવકાઈ કર, જેથી 'મરીઝ' અમને પસ્તાવો ના થાય'.
'જિંદગીના રસને પીવામાં કરો જલ્દી 'મરીઝ' એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે
0 Comments