→ જન્મ : 22 ઓક્ટોબર, (ઉત્તરપ્રદેશના શાહજહાંપુર ખાતે)
→ પિતાનું નામ : શફીક ઉલ્લાખાઁ
→ માતાનું નામ: મજહુર નિશા બેગમ
→ અવસાન : 19 ડિસેમ્બર, 1927 (ફૈઝાબાદ),
→ તેઓ ઉર્દૂ ભાષાના શ્રેષ્ઠ શાયર હતા. આ ઉપરાંત તેઓ વારસી અને હસરત નામથી ગઝલ, કવિતાઓ અને લેખો પણ લખતા હતાં.
ક્રાંતિકારી પ્રવૃત્તિઓ
→ દેશમાં ચાલી રહેલા સ્વાતંત્ર્ય સંગ્રામના આંદોલનો અને ક્રાંતિકારી ઘટનાઓથી પ્રભાવિત થઈ તેઓ પણ દેશની આઝાદીની લડતમાં જોડાયા હતાં.
→ વર્ષ 1922માં ચૌરાચૌરી કાંડ બાદ મહાત્મા ગાંધીજીએ અસહકાર આંદોલન પાછું ખેંચી લેતા અશ્ફાક ઉલ્લાખાઁ સહિત ઘણા યુવાનો હિન્દુસ્તાન સોશ્યાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન (HSRA, સ્થાપના વર્ષ 1924) સંસ્થામાં જોડાયા હતા. આ સંસ્થાનો હેતુ ભારતની આઝાદીની પ્રાપ્તિ માટે એક સશસ્ત્ર ક્રાંતિનું આયોજન કરવાનો હતો.
→ 9 ઓગસ્ટ, 1925ના રોજ અશ્ફાક ઉલ્લાખાઁ, રામપ્રસાદ બિસ્મિલ, રોશનસિંહ, ચંદ્રશેખર આઝાદ અને રાજેન્દ્રસિંહ લાહિડી તેમજ હિન્દુસ્તાન સોશ્યાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશનના ક્રાંતિકારી સભ્યોએ ઉત્તરપ્રદેશના લખનૌ જિલ્લાના કાકોરી સ્ટેશન ખાતે ટ્રેનમાં અંગ્રેજ સરકારના ખજાનાની લૂંટ કરી હતી. ભારતીય ઇતિહાસમાં આ ઘટના કાકોરી કાંડ થી ઓળખાઈ. આ ઘટના પછી તેમણે પોતાનું નામ કુમારજી રાખ્યું હતું. તાજેતરમાં ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા આ ઘટનાને કાકોરી કાંડ બદલે કાકોરી ટ્રેન એકશન નામ આપવામાં આવ્યું છે.
→ કાકોરી કાંડની ઘટના બાદ તેઓ ગુપ્તાવાસમાં ચાલ્યા ગયા અને બનારસમાં 10 મહિના સુધી એક ઇજનેરી કંપનીમાં કામ કર્યું.
→ સ્વતંત્રતા સંગ્રામમાં વધુ ઉપયોગી થવાના ઉદ્દેશ્યથી ઇજનેરી શીખવા માટે તેઓ વિદેશ જઇ અભ્યાસ કરવા માંગતા હતા. આથી દેશની બહાર જવાના રસ્તાઓ શોધવા તેઓ દિલ્હી ગયા. પરંતુ ત્યાં ભૂતકાળના તેમના સહ-વિધાર્થી મિત્રે તેમના ઠેકાણાની માહિતી પોલીસને આપી આથી અશ્ફાક ઉલ્લાખાઁને અંગ્રેજ સરકાર દ્વારા ફૈઝાબાદની જેલમાં બંદી બનાવવામાં આવ્યા હતાં.
→ કાકોરી કાંડના આરોપસર 19 ડિસેમ્બર, 1927ના રોજ અશ્ફાક ઉલ્લાખાને ફૈઝાબાદની જેલમાં ફાંસી આપવામાં આવી હતી. તેમની આ શહાદતે આઝાદીની લડાઇમાં હિન્દુ-મુસ્લિમ એકતાને મજબૂત કરી હતી. તેમના આ અવિસ્મરણીય બલિદાન બદલ 19 ડિસેમ્બરને બલિદાન દિવસ તરીકે ઊજવવામાં આવે છે.
→ આપણા દેશમાં 30 જાન્યુઆરીને ગાંધી નિર્વાણ દિવસ અને 23 માર્ચ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી તે શહીદ દિવસ તરીકે ઊજવવામાં આવે છે.
→ અશ્ફાક ઉલ્લાખાઁ અને તેમના દેશબંધુઓની ક્રાંતિને રંગ દે બસંતી (2006) હિન્દી ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. જેમાં અશ્ફાક ઉલ્લાખાઁનું પાત્ર કૃણાલ કપૂરે ભજવ્યું હતું.
→ તેમની સ્મૃતિમાં ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા ડિસેમ્બર, 1997માં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
0 Comments