→ ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિના અધિપ્રણેતા તરીકે ત્રિભુવનદાસ પટેલનું નામ ઇતિહાસમાં ચિરસ્મરણીય રહ્યું છે. સહકારી પ્રવૃત્તિ ઉપરાંત બીજા ઘણાં ક્ષેત્રોમાં પણ તેમનો અનન્ય અને અદ્વિતીય ફાળો રહ્યો છે.
→ તેમણે ગુજરાત વિધાપીઠમાં અભ્યાસ કર્યો હતો.
→ સવિનય કાનન કાનૂનભંગ તથા અસહકારના આંદોલનમાં ભાગ લેવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી અને તેમણે જેલવાસ ભોગવ્યો હતો.
સહકારી
→ આણંદના ચોપટાના ત્રિભુવનદાસ પટેલે વર્ષો અગાઉ સહકારના સ્વપ્નને સાર્થક બનાવવા ચરોતરમાં દૂધની સહકારી મંડળીઓ સ્થાપીને ખેડૂતોના જીવન સ્તરને ઊંચુ લાવવાનો ભગીરથ પુરુષાર્થ કર્યો હતો.
→ જ્યારે ખાનગી ડેરીઓ અને ક્રીમરીઓ પશુપાલકોને દૂધના નીચા ભાવ આપી તેમનું શોષણ કરતા હતા, ત્યારે પશુપાલકોને શોષણમાંથી મુકત કરાવવા દીર્ઘદ્રષ્ટા આણંદના સપૂત ત્રિભુવનદાસ પટેલે સહકારી ધોરણે સરદાર પટેલના માર્ગદર્શન હેઠળ વર્ષ 1946માં ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ની શરૂઆત કરી હતી. જેનાથી ગુજરાતના લાખો ખેડૂતો અને ભૂમિહીન શ્રમજીવીઓને સ્વરોજગારી મળી હતી.
→ ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ફલશ્રુતિ રૂપે અમૂલ ડેરી નો જન્મ થયો અને તેમણે ડો. વર્ગીસ કુરિયનના સહકારથી દૂધ અને તેની બનાવટો માટે અમૂલનું નામ રોશન કર્યું.
→ તેઓએ વર્ષ 1948-83 સુધી હરિજન સેવા સંઘ ના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.
→ તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ તરફથી વર્ષ 1967-68 અને વર્ષ 1968-74 એમ બે વાર રાજયસભાના સભ્ય રહ્યા હતાં.
→ આ ક્ષેત્રોમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ તેમને વર્ષ 1963માં સામુદાયિક નેતૃત્વ માટે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર રેમેન મેગ્સેસે દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
→ ભારત સરકારે વર્ષ 1964માં તેમને પદ્મભૂષણ પુરસ્કાર દ્વારા સન્માનિત કર્યા હતા. ભારતના શ્વેતક્રાંતિના પિતા તરીકે ડો. વર્ગીસ કુરિયન જાણીતા છે.
→ વિશ્વમાં સૌથી મોટા ડેરી વિકાસ કાર્યક્રમ ઓપરેશન ફલડ ને કારણે ભારત વર્ષ 1998 માં યુનાઈટેડ સ્ટેટ્સને પાછળ રાખીને વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો હતો.
→ રાષ્ટ્રીય દૂધ દિવસ 26 નવેમ્બરના રોજ તથા વિશ્વ દૂધ દિવસ 1 જૂનના રોજ ઉજવવામાં આવે છે.
→ ત્રિભુવનદાસ પટેલનું જાણીતું વાક્ય દેશ અને સમાજનો ગમે તેટલો મોટો નેતા હોય પણ તેનું દિમાગ સંકીર્ણ હોય તો તે દેશને શક્તિશાળી બનાવી શકે નહીં.
0 Comments