Ad Code

રાષ્ટ્રીય સુશાસન દિવસ National Good Governance Day

રાષ્ટ્રીય સુશાસન દિવસ
રાષ્ટ્રીય સુશાસન દિવસ

→ ભારત સરકાર દ્વારા દર વર્ષે 25 ડિસેમ્બર (પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી)ને રાષ્ટ્રીય સુશાસન દિવસ (National Good Governance Day) તરીકે ઉજવવામાં આવે છે.

→ ઉદેશ્ય : દેશભરમાં પારદર્શી તેમજ જવાબદાર પ્રશાસન વ્યવસ્થાની સ્થાપના કરવાનો છે.

→ ભારત સરકાર દ્વારા 16 ડિસેમ્બર, 2014ના રોજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસ 25 ડિસેમ્બરને રાષ્ટ્રીય સુશાસન દિવસ' તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

→ અટલ બિહારી વાજપેયીએ સુશાસન અંગે Minimum Government, Maximum Governance સુત્ર આપ્યું હતું.

→ અટલ બિહારી વાજપેયીએ વડાપ્રધાન કાર્યકાળ દરમિયાન સુશાસન અંગે ઘણા પગલાં લીધા હતાં. તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ 2003માં 91મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો, તે મુજબ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના મંત્રીમંડળમાં વડાપ્રધાન/મુખ્યપ્રધાન સહિત 15 ટકાથી વધારે નહિ અને 12 સભ્યોથી ઓછા નહીં એવી જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં દિલ્હી અને પુડ્ડચેરી અપવાદ છે.

→ ભારત સરકાર દ્વારા અમૂકવાર આ દિવસ સુશાસન સપ્તાહ સ્વરૂપે પણ ઉજવવામાં આવે છે.

→ તાજેતરમાં સુશાસન સપ્તાહ પ્રવૃત્તિઓ, 2024 ના ભાગ રૂપે, પ્રશાસન ગાંવ કી ઓરે, જાહેર ફરિયાદોના નિવારણ અને સેવા વિતરણમાં સુધારો કરવા માટેનું રાષ્ટ્રવ્યાપી અભિયાન 19 થી 24 ડિસેમ્બર દરમિયાન ભારતના તમામ જિલ્લાઓ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોજાશે

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments