Ad Code

વિઠ્ઠલભાઈ પટેલ | Vithalbhai Patel

વિઠ્ઠલભાઈ પટેલ
વિઠ્ઠલભાઈ પટેલ

→ જન્મ : 27 સપ્ટેમ્બર, 1873 (ગુજરાત,નડિયાદ)

→ પિતા : ઝવેરભાઈ

→ માતા : લાડબાઈ

→ નાના ભાઈ : સરદાર વલ્લભભાઈ પટેલ

→ અવસાન : 22 ઓકટોબર, 1933 (સ્વિટ્ઝર્લેન્ડ, જીનિવા)

→ પૂરું નામ : વિઠ્ઠલભાઇ ઝવેરભાઇ પટેલ

→ ભારતીય ધારાસભ્ય અને રાજકીય નેતા {કેન્દ્રીય ધારાસભામાં પ્રથમ ભારતીય અને ગુજરાતી અધ્યક્ષ}


→ તેમના માતા- પિતા વૈષ્ણવ હિંદુ સંપ્રદાયના સ્વામીનારાયણ પંથના ભકત હતા.

→ તેમનું બાળપણ કરમસદમાં વિત્યું હતું.


વકીલાત અને રાજકીય નેતા તરીકેની કારકિર્દી

→ નડિયાદ અને મુંબઇમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે વકીલ તરીકે ગોધરા અને બોરસદના ન્યાયાલયોમાં કાર્ય કર્યું હતું.

→ તેઓ લંડન જઈ મિડલ ટેમ્પલ લો—કોલેજમાં પ્રવેશ મેળવી પ્રથમ ક્રમાંકે પાસ થયા હતા અને ત્યારબાદ વર્ષ 1913માં ગુજરાત આવી અમદાવાદ અને મુંબઈના ન્યાયાલયમાં જાણીતા બેરિસ્ટર બન્યા હતાં.

→ તેમણે વર્ષ 1914માં મુંબઈના ધ બોમ્બે ડિસ્ટ્રિકટ મ્યુનિસિપાલિટી એકટ અમેન્ડમેન્ટ બિલ અને ધ ટાઉન પ્લાનિંગ બિલમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

→ વર્ષ 1922માં ચૌરાચૌરી કાંડ પછી ગાંધીજીએ સ્વાતંત્ર્યની ચળવળ પડતી મૂકી ત્યારે તેમણે કોંગ્રેસ છોડી અને ચિત્તરંજનદાસ તથા મોતીલાલ નહેરુ સાથે મળી સ્વરાજ પાર્ટીની સ્થાપના કરી હતી.

→ તેઓ વર્ષ 1923માં સેન્ટ્રલ લેજીસ્લેટિવ એસેમ્બલીમાં ચૂંટાયા હતા અને વર્ષ 1925માં આ એસેમ્બલીના પ્રમુખ પણ બન્યા હતા.

→ તેમણે વર્ષ 1928માં ભારત સરકારના વ્યવસ્થાપનથી બહાર પોતાના કાર્યાલયની સ્થાપના કરી હતી.



→ તેમણે સુભાષચંદ્ર બોઝને તેમના રાજનૈતિક કાર્યો માટે 1,20,000 રૂપિયાની સહાય કરી હતી.

→ તેમના નામ પરથી ગુજરાત વિધાનસભાનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન રાખવામાં આવ્યું છે.

→ તેમની સ્મૃતિમાં ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા વર્ષ 1973માં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments