Ad Code

ઠુમરીની રાણી ગિરિજા દેવી | Girija Devi

ઠુમરીની રાણી ગિરિજા દેવી
ઠુમરીની રાણી ગિરિજા દેવી

→ જન્મ : 8 મે, 1929 (ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે)

→ ઉપનામ : ઠુમરીની રાણી

→ અવસાન : 24 ઓક્ટોબર, 2017 (કોલકાતા ખાતે)

→ તેમણે ગુરુ સરજુપ્રસાદ મિશ્રા પાસેથી સંગીતની તાલીમ લીધી હતી.

→ તેઓ મુખ્યત્વે બનારસ ઘરાના સાથે સંકળાયેલા હતાં.


→ તેમણે સૌપ્રથમ વખત વર્ષ 1949માં અલાહાબાદ (હાલ પ્રયાગરાજ)ના રેડિયો પર કાર્યક્મ આપ્યો હતો.

→ તેમણે ઠૂમરી, રાગ ધ્રુપદ, ટપ્પા, તરાના, સદરા, હોરી, ચૈતી, કઝરી, ઝુલા, દાદરા અને ભજન જેવા લોકસંગીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેઓ ઠુમરીની પૂર્વી શૈલી માટે જાણીતા છે.

→ તેમને શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે મહત્વપુર્ણ યોગદાન બદલ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી (1972), સંગીત નાટક અકાદમી પુરસ્કાર (1977), પદ્મ ભૂષણ (1989), સંગીત નાટક અકાદમી ફેલોશિપ (2010), મહા સંગીત સન્માન પુરસ્કાર (2012), પદ્મ વિભૂષણ (2016) તથા તાનસેન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


બનારસ ઘરાના વિશે

→ બનારસ ઘરાના ગાયન, વાદન અને નૃત્ય એમ ત્રણેય કલાઓમાં પ્રતિષ્ઠિત છે.

→ આ કલા શૈલી ખયાલ અને ઠુમરી ગાયન માટે પ્રસિદ્ધ છે.

→ સિતારાદેવી આ ઘરાનાના પ્રખ્યાત નૃત્યાંગના છે.

→ બનારસ ઘરાનાની તબલા વાદન શૈલીને કારણે તેને બનારસ વાદ્ય શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઘરાનામાં પંડિત કિશન મહારાજ, પંડિત શારદા સહાય, ગિરિજા દેવી, પંડિત કંઠે મહારાજ અને પંડિત સામતા પ્રસાદ (ગુદૈય મહારાજ) જાણીતા છે.


ઠુમરી

→ અર્ધશાસ્ત્રીય સંગીતની ગાયન શૈલી ઠુમરી એક શૃંગારિક રચના છે, જેમાં શાસ્ત્રીય તથા લોકસંગીત બંનેના બીજ જોવા મળે છે. આ એક પ્રકારનું નૃત્ય ગીત છે, જેમાં શબ્દોને ભાવ અને કલ્પનાઓ દ્વારા ગાવામાં આવે છે. આ ગીતમાં ગાયન સાથે શરીરના જુદા જુદા અંગો દ્વારા ભાવોને અભિનયના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવે છે.

→ ઠુમરી ગાયનની મુખ્ય ત્રણ શૈલીઓ છે.
  1. પૂર્વી શૈલી : આ શૈલી બંગાળ, બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત વિસ્તારમાં પ્રચલિત છે.
    → આ શૈલીમાં સરળ અભિવ્યકિત અને મધુર સ્વરોનો ઉપયોગ કરવામાં આવે છે.

    → આ શૈલીના મુખ્ય ગાયકો ગણપતરાવ, બેગમ અખ્તર, ગિરિજા દેવી, સિદ્ધેશ્વરી દેવી વગેરેનો સમાવેશ થાય છે.

  2. પહાડી શૈલી : આ શૈલી મુખ્યત્વે દિલ્હી, મેરઠ, લખનઉ, સહારનપુર, મુરાદાબાદ જેવા શહેરોમાં પ્રચલિત છે.
  3. પંજાબી શૈલી : પંજાબની આસપાસના વિસ્તારમાં પ્રચલિત આ શૈલી ઝડપી ગતિથી જીવંત રીતે ગાવામાં આવે છે.
    → સૌપ્રથમ બરકત અલી ખાં દ્વારા પંજાબના પહાડી વિસ્તારોની લોકધૂનોમાં ઠુમરીનું મિશ્રણ કરી આ શૈલી શરૂ કરવામાં આવી હતી.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments