→ તેમણે વર્ષ 1951માં શ્યામાપ્રસાદ મુખર્જી સાથે મળીને ભારતીય જન સંઘની સ્થાપના કરી હતી. તેમજ જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી એમ ત્રણેય પક્ષોના સ્થાપક સભ્ય તરીકે પાયાની ભૂમિકા ભજવી હતી.
→ તેઓ વર્ષ 1957માં લોકસભા ચૂંટણી લખનઉ, મથુરા અને બલરામપુર (ઉત્તરપ્રદેશ) માંથી લડયા અને બલરામપુર મત વિસ્તારમાંથી ચૂંટણી જીતીને પ્રથમ વખત વર્ષ 1957માં લોકસભાના સભ્ય બન્યા હતાં.
→ તેઓ 9 વખત લોકસભા અને 2 વખત રાજ્યસભાનાં સભ્ય તરીકે રહ્યા હતા.
→ તેઓ વર્ષ 1977-79 સુધી પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન મોરારજી દેસાઇની સરકારમાં વિદેશ મંત્રી તરીકે રહ્યાં હતાં.
→ તેઓ વર્ષ 1977માં સંયુકત રાષ્ટ્રમાં હિન્દીમાં ભાષણ આપનાર પ્રથમ વિદેશમંત્રી હતા તેમજ તેમણે વર્ષ 2002માં સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ આપ્યું હતું.
→ વર્ષ 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી અને વર્ષ 1980-86 સુધી BJPના રાષ્ટ્રીય પ્રમુખ રહ્યા હતા.
→ તેમણે પ્રથમ વખત 16 મે, 1996 થી 1 જૂન, 1996 સુધી 16 દિવસ માટે 11મી લોકસભાના વડાપ્રધાન રહ્યા હતા. આ સમયે ભારતના રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા હતા. 11મી લોકસભામાં તેઓ ગુજરાતની ગાંધીનગર તેમજ લખનઉ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. તેઓ સૌથી ઓછા સમય માટે વડાપ્રધાન રહ્યા હતાં. (16 દિવસ)
ભારતના વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ
પ્રથમ વખત
16 મે, 1996 થી 1 જૂન, 1996 સુધી
બીજી વખત
19 માર્ચ, 1998 થી 26 એપ્રિલ, 1999 સુધી
ત્રીજી વખત
13 ઓક્ટોબર, 1999 થી 22 મે, 2004 સુધી
→ તેઓ 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન બન્યા હતાં.
→ તેમના નેતુત્વ હેઠળ 11 મે અને 13 મે, 1998ના રોજ, ભારતે રાજસ્થાનના પોખરણ ખાતે ઓપરેશન શક્તિ (મૂળ નામ : ઓપરેશન શક્તિ -98) અંતર્ગત પરમાણુ બોમ્બનું બીજું સફળ પરીક્ષણ કર્યુ હતું. આ પરમાણુ પરીક્ષણને પોખરણ-II તરીકે પણ ઓળખવામાં આવે છે.
→ વર્ષ 1999માં પાકિસ્તાન સામે કારગીલ યુદ્ધ થયું હતું. જેમાં ભારતની જીત થઈ હતી. તેઓએ પાકિસ્તાન સાથે સંબંધ સુધારવા સદા - એ - સરહદ નામની દિલ્હીથી લાહોર બસ સેવાની શરૂઆત કરી. આ બસ સેવાનું ઉદ્દગાટન કરીને બસના પ્રથમ યાત્રી તરીકે તેઓ જાતે જ બસમાં બેસીને દિલ્હીથી લાહોર ગયા હતા.
→ તેઓ એકમાત્ર વડાપ્રધાન છે કે જેમની સરકાર લોકસભામાં વિશ્વાસના મત માટે એક મતથી હારી હતી. (વર્ષ 1999 AIADMK પાર્ટીના જયલલિતાએ વિશ્વાસ મતની વિરુદ્ધમાં મત આપ્યો હતાં)
→ ભારતમાં GST નો સૌપ્રથમ વિચાર અટલજી દ્વારા વર્ષ 2000માં રજૂ કરવામાં આવ્યો હતો અને તે માટે અસીમદાસ ગુપ્તાના અધ્યક્ષ પદે સમિતિની રચના કરી હતી.
→ તેમના વડાપ્રધાન કાર્યકાળ દરમિયાન ભારતના ચાર મોટા શહેરો દિલ્હી, મુંબઇ, ચેન્નઈ અને કોલકત્તાને હાઇવે નેટવર્ક દ્વારા જોડવા માટે સ્વર્ણિમ ચતુર્ભુજ યોજનાની શરૂઆત કરી હતી તથા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના તેમની માનીતી યોજના છે.
→ તેમણે શિક્ષણમાં સુધારો લાવવા સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત કરી હતી. 2001 માં શરૂ કરવામાં આવેલી આ યોજના અંતર્ગત 6 થી 14 વર્ષ સુધીના બાળકોને મફત શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી અને આ ઉપરાંત તેને મૌલિક અધિકાર બનાવવામાં આવ્યો.
→ તેઓ વર્ષ 2003માં નાણાકીય જવાબદારી અને અંદાજપત્ર એકટ - 2003 લાવ્યા હતા. તેમજ નવી ટેલીકોમ પોલિસી રજૂ કરી હતી.
→ તેઓ મેટ્રોમાં મસાફરી કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન છે.
→ તેમણે વર્ષ 2003માં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી માટે લક્ષ્મીમલ સિંઘવી સમિતિની રચના કરી હતી. આ સમિતિને કારણે દર વર્ષે 2003 થી 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ વર્ષ 2015 થી આ દિવસ દર બે વર્ષે ઉજવવામાં આવે છે.
→ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે વર્ષ 2014માં અટલજીના જન્મ દિવસ 25 ડિસેમ્બરને સુશાસન દિવસ (ગુડ ગવર્નન્સ ડે) તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહએ અટલજીને રાજનીતિના ભીષ્મ પિતામહ કહ્યા હતા.
→ 15 ઓગસ્ટ, 2003ના રોજ લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતા શ્રી અટલ બિહારી વાજપેયીજીએ ચંદ્રયાન-1 પ્રોજેક્ટની જાહેરાત કરી. આ અંતર્ગત 22 ઓક્ટોબર, 2008ના રોજ શ્રી હરિકોટા ખાતેથી “ચંદ્રયાન-1' લોન્ચ કરવામાં આવ્યું.
→ દૂરસંચાર ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે ટેલિકોમ કંપનીઓ માટે ફિકસ્ડ લાઈસન્સની ફી નાબૂદ કરીને ‘રેવન્યુ શેરિંગ'ની વ્યવસ્થા શરૂ કરી. 1 ઓકટોબર, 2000ના રોજ BSNLની સ્થાપના કરવામાં આવી. નવી ટેલિકોમ નીતિ જાહેર કરી.
સદૈવ અટલ >
→ 25 ડિસેમ્બર, 2018ના રોજ નવી દિલ્હી ખાતે 'ભારત રત્ન' શ્રી અટલ બિહારી વાજપેઈની સમાધિ “સદૈવ અટલ" રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી હતી. ETITIVE निडारी EXAMS
→ નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે સ્મૃતિ સ્થળ પર ‘સદૈવ અટલ’ નામનું આ સમાધિ સ્થળ બનાવવામાં આવ્યું છે.
→ આ સમાધિના પ્લેટફોર્મ પર બ્લેક ગ્રેનાઈટ પથ્થરના નવા ચોરસ બોકસ છે. તેની મધ્યમાં 'દીવા'ની પ્રતિકૃતિ છે.
→ આ નવ નંબર નવરાસ, નવરાત્ર અને નવગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે.
→ આ સમાધિનું નિર્માણ રૂ. 10 51 કરોડના ખર્ચે ‘અટલ સ્મૃતિ ન્યાસ સોસાયટી' દ્વારા કરાવવામાં આવ્યું છે.
→ આ સમાધિના નિર્માણ માટે દેશના વિવિધ ભાગોમાંથી લાવવામાં આવેલા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 1 નિર્માણ માટે છે.
→ જેમાં સમાધિનો મુખ્ય પથ્થર તેલંગણાની ખમ્મમની પ્રસિદ્ધ ખાણમાંથી લાવવામાં આવ્યો છે.
→ મૃત્યુ યા હત્યા, અમર બલિદાન, મેરી ઇકયાવન કવિતાયે, સંસદ કે તીન દશક, 'ગીત નયા ગાતા હું' અને 'મોત સે ઠન ગઈ', ન્યુ ડાયમેન્શન્સ ઓફ ઇન્ડિયાઝ ફોરેન પોલિસી, ઇન્ડિયાઝ પર્પેકટીવ્સ ઓન આસીયાન એન્ડ ધ એશિયા-પેસિફિક રિજયન, કુછ લેખ : કુછ ભાષણ, તાજમહેલ (તેમની પ્રથમ કવિતા), કૈદી કવિરાય કી કુંડલિયા
→ તેમની સમાધિ સદૈવ અટલ દિલ્હી ખાતે આવેલ છે.
→ છત્તીસગઢનું પાટનગર રાયપુરનું નામ બદલીને અટલનગર કરવામાં આવેલ છે.
→ મધ્યપ્રદેશના ભોપાલ ખાતે શ્રી અટલ બિહારી વાજપેયી હિન્દી વિશ્વ વિધાલય આવેલું છે.
→ ઝારખંડના દેવગઢ એરપોર્ટને દેવગઢ અટલ બિહારી વાજપેયી એરપોર્ટ નામ આપવામાં આવેલું છે.
→ રોહતાંગ (હિમાયલ પ્રદેશ)માં આવેલ 10,000 કૂટથી ઉપરની વિશ્વની સૌથી લાંબી હાઈવે ટનલનું નામ અટલ ટનલ રાખવામાં આવ્યું છે.
→ તેમના જીવન પર આધારિત ડિરેક્ટર રવિ જાધવે મૈં ન અટલ હૂં નામની હિન્દી ભાષાની જીવનચરિત્રાત્મક ફિલ્મ તૈયાર કરી છે. આ ફિલ્મ ની પટકથા ઉત્કર્ષ નૈથાની દ્વારા લખાયેલ છે. તેમાં અભિનેતા પંકજ ત્રિપાઠીએ અટલ બિહારી વાજપેયીની ભૂમિકામાં ભજવશે. આ ફિલ્મ 19 19 જાન્યુઆરી 2024 ના રોજ રિલીઝ થઈ હતી.
2024ની ઉજવણી
→ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બરે મધ્યપ્રદેશની મુલાકાત લીધી.
→ આ કાર્યક્રમ વખતે પ્રધાનમંત્રી કેન-બેતવા નદીને જોડતી રાષ્ટ્રીય પરિયોજનાનો શિલાન્યાસ કર્યું. જે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના હેઠળ દેશની પ્રથમ નદીઓને એકબીજા સાથે જોડવાની યોજના છે.
→ અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે સ્મારક ટિકિટ અને સિક્કો બહાર પાડશે.
→ 1153 અટલ ગ્રામ સુશાસન ભવનનો શિલાન્યાસ પણ કરશે. આ ભવન સ્થાનિક સ્તરે સુશાસન માટે ગ્રામ પંચાયતોના કાર્ય અને જવાબદારીઓના વ્યવહારિક સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
કથનો
→ જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન
→ તમે મિત્રો બદલી શકો, પરંતુ પાડોશી નહિ
→ જો ભારત ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર નથી, તો પછી ભારત, ભારત પણ રહેતું નથી
→ હાર-જીત જીવનનો ભાગ છે, તેને હંમેશા સમાન નજરે જોવો જોઈએ.
0 Comments