Ad Code

મહેશકુમાર કનોડિયા | Mahesh Kanodia

મહેશકુમાર કનોડિયા
મહેશકુમાર કનોડિયા

→ જન્મ : 11 નવેમ્બર, 1939 (કનોડા, મહેસાણા)

→ નાના ભાઈ : નરેશ કનોડિયા

→ અવસાન : 25 ઓકટોબર, 2020 (ગાંધીનગર)

→ પિતા : મીઠાભાઈ

→ માતા: દલીબેન

→ ગુજરાતી ફિલ્મ જગતના મેગાસ્ટાર 'મહેશ-નરેશ'ની બેલડીથી જાણીતા એવા મહેશકુમાર કનોડિયા


→ તેઓ મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના કનોડા ગામના વતની હતા.

→ તેમના ગામ કનોડા પરથી તેઓએ અટક કનોડિયા રાખી હતી.

→ તેમણે સ્ત્રી-પુરુષ તથા જુદા-જુદા ગાયકોના અવાજમાં ગીતો ગાવા માટે પણ પ્રખ્યાત હતા. આ ઉપરાંત તેમણે ગરબા, લોકસંગીત અને આલ્બમમાં પણ સંગીત આપ્યું હતું.

→ ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય... પહેલાં લોકગીત આધારિત સંગીત હતું. એને વધુ આધુનિક બનાવવામાં મહેશ કનોડિયાનું મોટું યોગદાન છે. આ ગીતમાં જે મહિલાનો અવાજ છે તે મહેશ કનોડિયાનો છે, જ્યારે પુરુષ અવાજ પ્રફુલ્લ દવેનો છે.

→ લોકસંગીતને લોકપ્રિય બનાવવામાં મહત્વનું યોગદાન છે.

→ તેમણે 'આઝાદી કે દિવાને', 'હસીના માન જાયેગી', 'છોટા આદમી', 'મેરી દોસ્તી તેરા પ્યાર', 'રફ્યુણુર', 'કુરબાની મેરા ફેંસલા', 'તેરે પ્યાર મેં વગેરે જેવી હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું હતું. આ ઉપરાંત તેઓએ અપૂર્વ કજાસુમ નામની એક કજાડ ફિલ્મમાં અને નીલી આંખે નામની હિન્દી ફિલ્મમાં પણ સંગીત આપ્યું હતું.

→ તેમણે 'જીગર અને અમી', 'તાનારીરી','અખંડ ચૂડલો','લાજુ લાખણ', તમે તે ચંપો ને અમે કેળ', 'વણઝારી વાવ', 'ભાથીજી મહારાજ', 'ઢોલા મારુ',હિરણને કાંઠે', 'જોડે રહેજો રાજ','સાજણ તારા સંભારણા' વગેરે જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું.

→ તેમના ઘણા ગીતો લતા મંગેશકર, આશા ભોંસલે, મહમદ રફી, મન્ના ડે, કિશોર કુમાર, ઉષા મંગેશકર વગેરે સંગીતકારોએ ગાયા છે.

→ તેઓ પાટણ લોકસભા બેઠક પરથી ત્રણ વખત સંસદ સભ્ય રહ્યા હતા.

→ તેમને ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મના કલાકારને અપાતાં એવોર્ડમાં 'જિગર અને અમી' (1970-71), 'તાનારીરી' (1974-75).' 'અખંડ ચૂડલો'(1981-82) અને 'લાજુ લાખણ' (1991-92) જેવી ફિલ્મો માટે સંગીત માટેના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

→ વર્ષ 1980-90 ના દાયકામાં મહેશકુમાર એન્ડ પાર્ટીમાં મહેશ-નરેશનિ જોડીએ અનેક હિટ ફિલ્મો આપી હતી.

→ મહેશ-નરેશની બેલડીએ ઢોલીવૂડની સાથે બૉલીવુડની ફિલ્મોમાં પણ સંગીત આપ્યું હતું.

→ કનોડા ખાતે મહેશ-નરેશ આરોગ્ય ધામ નામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ ગુજરાતનું એકમાત્ર એવું સરકારી આરોગ્ય કેન્દ્ર છે. જેના નામ સાથે કોઈ કલાકારનું નામ જોડાયેલ હોય, જેનું ઉદઘાટન વર્ષ 2017 માં કરવામાં આવ્યું હતું.

→ ગુજરાતની પ્રખ્યાત મહેશ-નરેશની બેલડીએ મહેશકુમાર એન્ડ પાર્ટી નામે મ્યુઝિકલ પ્રોગ્રામ દ્વારા 60 વર્ષ સુધી દેશ-વિદેશમાં 15 હજારથી વધુ કાર્યક્રમ રજૂ કર્યા હતા.

બંને ભાઇના જીવનચરિત્ર આધારીત સૌના હ્રદયમાં હંમેશ : મહેશ - નરેશ નામનું પુસ્તક વર્ષ 2011 માં પ્રકાશિત થયું હતું.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments