→ 25 ઓક્ટોબર, 1951ના રોજ ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ વર્ષે તેમના 73 વર્ષ પૂર્ણ થયા છે.
→ ભારતે 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા મેળવી અને બે વર્ષ પછી ચૂંટણી પંચની સ્થાપના કરી.
→ માર્ચ 1950 માં સુકુમાર સેનને પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
→ ભારતમાં સામાન્ય ચૂંટણીઓ 25 ઓક્ટોબર 1951 અને 21 ફેબ્રુઆરી 1952 વચ્ચે યોજાઈ હતી.
→ મોટાભાગની રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે થઇ હતી.
→ લોકસભાની 489 બેઠકો માટે કુલ 1949 ઉમેદવારોએ હરીફાઇ કરી જેમાં મતદાન 45.7% હતું.
→ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) એ 489 બેઠકોમાંથી 364 બેઠકો અને કુલ મતદાન 45% મતો મેળવીને જંગી જીત મેળવી હતી. આ બીજા નંબરની સૌથી મોટી પાર્ટી કરતાં ચાર ગણા મતો હતા.
→ જવાહરલાલ નેહરુ દેશના પ્રથમ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા.
→ ભારતની ચૂંટણી પદ્ધતિ બ્રિટેન દેશમાંથી લેવામાં આવી છે.
ચૂંટણી સંબંધિત જોગવાઈ
→ ભારતીય બંધારણના ભાગ-15 માં અનુચ્છેદ 324-329(ક)માં ચૂંટણી સંબંધિત જોગવાઈ આપવામાં આવેલ છે.
અનુચ્છેદ-324
→ ચૂંટણી પંચની સત્તા
અનુચ્છેદ-325
→ ધર્મ,જ્ઞાતિ,જાતિ,લિંગ અન્ય આધારે કોઈને મતાધિકારથી વંચિત નહીં કરી શકાય
અનુચ્છેદ-326
→ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓ માટે પુખ્ત મતાધિકારને માન્ય રાખવામાં આવ્યા છે.
અનુચ્છેદ-327
→ વિધાનમંડળો માટે ચૂંટણી સંબંધિત જોગવાઈ કરવાની સંસદની સત્તા
અનુચ્છેદ-328
→ કોઈ રાજ્યના વિધાનમંડળની ચૂંટણીના સંબંધમાં જોગવાઇ કરવાની તે વિધાનમંડળની સત્તા
અનુચ્છેદ-329
→ ચૂંટણી સંબંધિત બાબતોમાં અદાલતની દરમ્યાનગીરી પર પ્રતિબંધ
→ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ,1950 અંતર્ગત ચુંટણી પ્રક્રિયા સાથે સંબંધિત અધિકારી અને કર્મચારીઓ માટેની જોગવાઈ કરવામાં આવેલ છે.
→ ભારતમાં ચૂંટણી પદ્ધતિના મુખ્ય પ્રકાર : (1) ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ સિસ્ટમ (2)સમપ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિ
→ આદર્શ આચારસંહિતા એ ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારો પર નિયમન અને નિયંત્રણ માટે તથા ચૂંટણીને મુક્ત અને પારદર્શક રીતે યોજાય તે હેતુથી ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી નિયમોની એક સૂચિ છે.
→ ચૂંટણીની તારીખો જાહેર થઈ ગયાની સાથે જ તાત્કાલિક અસરથી બીજા આદેશ સુધી આચારસંહિતા લાગુ રહે છે.
→ ભારતમાં સૌપ્રથમ મહિલા મુખ્ય ચુંટણી કમિશનર વી. એસ. રમાદેવી (કાર્યકારી) હતા.
→ ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા વર્ષ 1928માં સાયમન કમિશન સમક્ષ સાર્વજનિક વયસ્ક મતાધિકારની માંગ કરવામાં આવી હતી.
→ બંધારણની શરૂઆતમાં મતદાતાની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ હતી પરંતું પ્રધાનમંત્રી રાજીવગાંધીના કાર્યકાળમાં 61માં બંધારણીય સુધારા અધિનિયમ, 1988 દ્વારા મતદાતાની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવી હતી.
→ ભારતમાં મહિલાને સૌપ્રથમ વર્ષ 1926 માં મતાધિકાર આપવામાં આવ્યો હતો
→ 25 ઓકટોબર 1951 થી શરૂ થયેલ પહેલી લોકસભાની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશના શ્યામ શરણ નેગી ભારતના પહેલા મતદાર હતા.
→ ભારતમાં વર્ષ 2011 થી દર વર્ષે 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voter's Day) ઉજવવામાં આવે છે.
0 Comments