→ દુનિયાની પ્રભાવશાળી વ્યવસાયિક મહિલા ભારતીય મૂળના અમેરિકી ઇન્દ્રા જન્મ 28 ઓકટોબર, 1955ના રોજ તમિલનાડુના મદ્રાસ (હાલના ચેન્નાઇ) ખાતે થયો હતો.
→ તેઓએ પ્રારંભિક શિક્ષણ મદ્રાસની હોલી એન્જેલસ એંગ્લો ઇન્ડિયન હાયર સેકન્ડરી સ્કુલ ખાતે લીધું હતું.
→ તેમણે વર્ષ 1974મા મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજમાંથી ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ગણિત વિષય સાથે સ્નાતકની ડિગ્રી અને ઇન્ડિયન ઇસ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-કોલકાતામાંથી અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેઓ ભારતમાં જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપનીમાં પ્રોડક્ટ મેનેજર તરીકે જોડાયા હતાં.
→ તેઓએ વર્ષ 1980માં અમેરિકાની યેલ યુનિવર્સિટીમાંથી પબ્લિક અને પ્રાઇવેટ મેનેજમેન્ટનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેઓ અમેરિકાની બોસ્ટન કન્સલ્ટેશન ગૃપમાં જોડાયા હતા.
→ તેઓએ વર્ષ 1986-90 દરમિયાન મોટોરોલા કંપનીમાં કોર્પોરેટ સ્ટ્રેટેજીના ઉપાધ્યક્ષના રૂપમાં કાર્ય કર્યુ હતું.
→ તેઓ વર્ષ 1994માં દુનિયાની નેસ્લે પછીની બીજા નંબરની સૌથી મોટી પેપ્સીકો કંપનીમાં જોડાયા હતા.
→ પેપ્સિકો ખાધ અને પેય પદાર્થોના વ્યવસાયથી સંલગ્ન કંપની છે. જેની સ્થાપના વર્ષ 1920માં થઇ હતી. તેનું વડુમથક ન્યૂયોર્ક ખાતે આવેલ છે.
→ તેઓ વર્ષ 2001માં પેપ્સિકો કંપનીના અધ્યક્ષ અને વર્ષ 2006માં CEO નિયુકત થયા હતા. આ પદ તેમણે કંપનીની વૈશ્વિક રણનીતિનું નિર્દેશન, પેપ્સિકોનું પુનર્ગઠન અને કવેકર ઓટ્સ કંપનીના વિલય જેવા મહત્વના કાર્યોનું નેતૃત્વ કર્યુ હતું. તેઓ ઓકટોબર,2018 સુધી CEOના પદ પર રહ્યા હતા.
→ તેમણે ICC બોર્ડની પ્રથમ સ્વતંત્ર મહિલા ડાયરેકટર તરીકે સેવા આપી તેમજ એમેઝોનના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે જોડાયા હતા. તેમની વર્ષ 2008માં અમેરિકા-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી.
→ તેમને વર્ષ 2007માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
→ વર્ષ 2008માં યુ.એસ. એન્ડ વર્લ્ડ રિપોર્ટે તેમને અમેરિકાના સૌથી પ્રભાવશાળી નેતાઓમાં સ્થાન આપ્યું હતું.
→ તેમણે વર્ષ 2009માં ગ્લોબલ સપ્લાય ચેઇન લીડર્સ ગ્રુપ (GSCLG) દ્વારા CEO ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
→ ફોર્ચ્યુન પત્રિકાએ તેમને વર્ષ 2014માં દુનિયાની 100 પ્રભાવશાળી વ્યવસાયિક મહિલાઓમાં ત્રીજુ સ્થાન આપ્યું હતું. તથા વર્ષ 2015 અને 2017માં ફોર્ચ્યુન યાદીમાં બીજા નંબરની સૌથી શક્તિશાળી મહિલા તરીકે સ્થાન મેળવ્યું હતું.
→ વર્ષ 2019માં લીગ ઓફ વુમન વોટર્સ ઓફ કનેક્ટિકટ દ્વારા આઉટસ્ટેન્ડિંગ વુમન ઇન બિઝનેસ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
→ વર્ષ 2022માં વિંગ્સ પબ્લિકેશન દ્વારા માય લાઇફ ઇન ફુલ પુસ્તક માટે તેમણે ભારતના સૌથી પ્રતિષ્ઠિત પુસ્તક પુરસ્કાર - ગોલ્ડન બુક એવોર્ડ્સ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
0 Comments