→ તેમણે પ્રાથમિક શિક્ષણ મુંબઇમાં લીધા બાદ વર્ષ 1927માં ઇંગ્લેન્ડ જઈ એન્જિનિયરીંગની ઉપાધિ પ્રથમ વર્ગ સાથે પાસ કરી હતી.
→ તેઓ કેમ્બ્રિજમાંથી Ph.D થયા અને ત્યાં જ પ્રોફેસર તરીકે નિમણૂક પામ્યા હતા. આ ઉપરાંત તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISC), બેંગ્લુરુ ખાતે પણ પ્રોફેસર તરીકે સેવા આપી હતી.
→ તેમણે પરમાણુશક્તિનો વિશ્વને પરયો આપનાર વૈજ્ઞાનિક એનારિકો ફર્મી સાથે કામ કર્યુ હતું. જે દરમિયાન તેમણે પરમાણુની તાકાત વિશે બહોળો અનુભવ પ્રાપ્ત કર્યો હતો.
ભારતના પરમાણુ ક્ષેત્રે યોગદાન
→ તેમણે વર્ષ 1945માં સર દોરાબ તાતાની આર્થિક સહાયથી ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ય (TIFR)ની સ્થાપના કરી.
→ તેમણે વર્ષ 1948માં એટોમિક એનર્જી કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી હતી અને વર્ષ 1948થી 1966 સુધી તેના અધ્યક્ષ પદે રહ્યા હતા તેમજ પરમાણુઊર્જા વિભાગના સચિવ તરીકે ડૉ. હોમી ભાભાની નિમણૂક કરવામાં આવી હતી.
→ તેમના પ્રયાસથી મહારાષ્ટ્રમાં તારાપુર અણુમથક(1963)ની અને ઉત્તરપ્રદેશમાં નરોરા અણુમથક સ્થાપના થઇ હતી.
→ તેમના માર્ગદર્શન હેઠળ વર્ષ 1954માં મહારાષ્ટ્ર ખાતે ભારતના પ્રથમ પરમાણુ રીએક્ટર અપ્સરાની સ્થાપના કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમના નેતૃત્વ હેઠળ BARC ખાતે ઝાયરસ (CIRUS) અને ઝર્લિના નામના બે ન્યુક્લિટ રિએક્ટર સ્થાપવામાં આવ્યા હતા.
→ તેમના પ્રયાસથી ભારતમાં અણુશક્તિ આધારિત ઉધોગો, ભારે ઉધોગો અને પાવરહાઉસનો વિકાસ થયો હતો. જેના લીધે તેમને ભારતીય પરમાણુ કાર્યક્રમના જનક તરીકે ઓળખવામાં આવે છે.
→ તેઓ વર્ષ 1955માં સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગ માટેની પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદના અધ્યક્ષ બન્યા હતા.
→ તેમની સ્મૃતિમાં ભારતના પ્રથમ પરમાણુ સંશોધન કેન્દ્ર એટોમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ (AEET), ટ્રોમ્બેનું નામ બદલીને ભાભા ઓટોમિક રિસર્ચ સેન્ટર (BARC) રાખવામાં આવ્યું છે.
પુરસ્કારો અને ઉપાધિઓ
→ વર્ષ 1954માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
→ ડૉ.સી.વી.રામને તેમને ભારતમાં લિયોનાર્ડો ધ વિન્ચી તરીકે બોલવતા હતાં.
→ વર્ષ 1943માં તેમને કેમ્બ્રિજ વિધાલયે એડમ્સ પ્રાઇઝથી નવાજ્યા હતાં તેમજ Ph.D દરમિયાન સર આઇઝેક ન્યૂટનની પદવી પણ પ્રાપ્ત થઇ હતી.
→ તેમને હોપકિન્સ પુરસ્કાર તથા રોયલ એશિયાટિક સોસાયટીના ફેલો તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.
→ તેઓ વર્ષ 1951 અને વર્ષ 1953થી 1956 સુધી એમ પાંચ વખત ભૌતિક શાસ્ત્રના નોબેલ પારિતોષિક માટે નામાંકિત થયા હતા.
→ તેમણે જર્મન વૈજ્ઞાનીક ડબલ્યુ. હિટલર સાથે મળીને કોસ્મિક કિરણોની શોધ કરી હતી.
→ ભારત સરકારે તેમના સન્માનમાં વર્ષ 1966 અને 2009માં ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
→ તેમની જન્મશતાબ્દી નિમિત્તે વર્ષ 2009માં ભારત સરકાર દ્વારા 10નો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો.
→ તેઓ સંગીત અને ચિત્રકલામાં રૂચિ ધરાવતા હતા, તેથી ઈંગ્લેન્ડના કલા વિવેચકે તેમને વિજ્ઞાન છોડી ચિત્રકલાના ક્ષેત્રમાં આવવાની સલાહ આપી હતી.
→ હોમી ભાભા અને વિક્રમ સારાભાઇ આધારિત રોકેટ બોયઝ નામની વેબસિરીઝ બનાવવામાં આવી છે.
0 Comments