→ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986, 24 ડિસેમ્બર 1986થી અમલમાં આવેલ હોવાથી 24 ડિસેમ્બર જનજાગૃતિ માટે દર વર્ષે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે.
→ આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોમાં જાગૃતિ લાવવા તેમજ સુરક્ષા અંગેના કાયદાથી વાકેફ કરવાનો છે. જે કોઈ વ્યકિત ઓફલાઇન કે ઓનલાઈન પરથી વસ્તુ ખરીદે છે તો તે ગ્રાહક ગણાય છે અને તેને ગ્રાહકના તમામ અધિકારો મળે છે.
→ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986ના કાયદાનું સ્થાન વર્ષ 2019ના ગ્રાહક સુરક્ષા કાયદાએ લીધું છે. જે જુલાઇ 2020થી અમલમાં છે.
→ આ નવા કાયદા મુજબ સેન્ટ્રલ કન્ઝયુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) સ્થપાશે. જેને ગ્રાહક કાયદાના ઉલ્લંઘન પર પુછપરછ અથવા તપાસ કરવા માટે વધારાની સત્તાઓ આપવામાં આવશે.
→ આ કાયદાથી ભ્રામક અથવા ખોટી જાહેરાતો સામે 10 લાખની પેનલ્ટી અને 2 વર્ષની સજા અને એક થી વધુ વખત આવું કરે તો 50 લાખની પેનલ્ટી અને 5 વર્ષની સજા થઇ શકશે.
→ કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્યોની સરકારો દ્વારા ગ્રાહક સુરક્ષા અંગે મહત્વના કાયદા ઘડવામાં આવ્યા છે અને જનજાગૃતિ માટે વિવિધ અભિયાનો શરૂ કરવામાં આવ્યા છે.
→ આકાશવાણી રેડિયોસ્ટેશન પરથી 22 ભાષામાં અઠવાડિયામાં બે વાર દર ગુરૂવારે સાંજે 7:45 કલાકે અને દર રવિવાર સવારે 10:45 કલાકે 'જાગો ગ્રાહક જાગો' પ્રોગ્રામ આવે છે.
→ ગુજરાત સરકાર દ્વારા ગ્રાહક સમસ્યા નિવારવા ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન (Consumer Disputes Redressal Commission) ની સ્થાપના કરવામાં આવી હતી.
→ જો ગ્રાહક, એ તમામ લોકો કે જે માલના ઉત્પાદન, સેવા અને વેચાણ સાથે જોડાયેલ હોય તેવા તમામ લોકો સામે જો વસ્તુ સાથે કંઇ પણ વાંધો હોય તો વળતર માટે ઉપર આપેલા ત્રણમાંથી કોઇપણ સામે ફરિયાદ કરી શકે છે.
0 Comments