Ad Code

Responsive Advertisement

વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ : 15 March| World Consumer Rights Day

World Consumer Rights Day
વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ

→ ગ્રાહક સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 15 માર્ચના રોજ ‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ' અથવા 'વિશ્વ ગ્રાહક દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.

→ ગ્રાહકના આંદોલનની શરૂઆત 1962માં 15 માર્ચે અમેરિકામાં થઇ હતી.

→ ભારતમાં ઉપભોક્તા આંદોલનની શરૂઆત 1966માં થઇ હતી. ત્યારબાદ પૂનામાં 1974માં ગ્રાહક પંચાયતની સ્થાપના બાદ કેટલાક રાજ્યોમાં ગ્રાહક કલ્યાણ માટે સંસ્થાનું ગઠન કરવામાં આવ્યું.


→ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની શરૂઆત વર્ષ 1983માં 'Consumer International' નામથી સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી, ગ્રાહક અધિકારો વિશે જાગૃતિ લાવવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

→ સૌપ્રથમ રાલ્ફ નાડાર દ્વારા યુ.એસ. માં ગ્રાહક ચળવળની શરૂઆત કરવામાં આવી હતી.

→ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની શરૂઆત અમેરિકાના રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડી દ્વારા કરવામાં આવી હતી. તેમણે 15 માર્ચ 1962ના રોજ અમેરિકી કોંગ્રેસની સામે ખાસ કરીને ગ્રાહક અધિકારોને સંબોધતા ભાષણ આપ્યું હતું. ઉપભોક્તા અધિકારોની વાત કરનાર તેઓ વિશ્વના પ્રથમ નેતા હતા.

→ અમેરિકા બાદ ભારતમાં ગ્રાહક સુરક્ષા સંબંધી ચળવળ વર્ષ 1966માં મુંબઈ ખાતે શરૂઆત થઈ હતી.


ગ્રાહક સુરક્ષા કાયદો શું છે?

→ ગ્રાહકોની સાથે અવારનાવર થતી છેતરપિંડીને રોકવા માટે અને ગ્રાહકના અધિકારોને વધુ મજબૂત કરવા માટે દેશમાં 20 જુલાઇ 2020માં ઉપભોક્તા સંરક્ષણ કાયદો 2019 કન્ઝ્યુમર પ્રોટેકશન એક્ટ 2019 લાગૂ કરવામાં આવ્યો, જેમાં ગ્રાહકને કોઇપણ પ્રકારની છેતપિંડીથી બચાવવા માટેની જોગવાઇ છે.


વિશ્વ ગ્રાહક અધિકાર દિવસનું મહત્વ


→ આ દિવસ ગ્રાહકોને તેમના અધિકારો અને જવાબદારીઓ વિશે શિક્ષિત કરવા માટેનો એક મહત્વપૂર્ણ પ્રસંગ છે.

→ આ દિવસ સરકારો, ઉદ્યોગો અને ગ્રાહક સંગઠનોને એકસાથે લાવીને ગ્રાહકોના હિતોને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરે છે.

→ ગ્રાહકોને સંગ્રહખોરી, કાળાબજાર, બજારમાં ભેળસેળયુક્ત માલસામાનનું વિતરણ, નિયત કિંમત કરતાં વધુ ભાવ વસુલવો, છેતરપિંડી સામે લોકોને જાગૃત કરવામા આવે છે.


થીમ

→ દર વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ એક થીમ સાથે ઉજવવામાં આવે છે.

→ વર્ષ 2024 ની થીમ : ‘ગ્રાહકો માટે નિષ્પક્ષ અને જવાબદાર AI’ (Fair and responsible AI for consumers)

→ વર્ષ 2023 ની થીમ : "સ્વચ્છ ઉર્જાની ઝડપે ગ્રાહકોને સશક્ત બનાવવા"

→ વર્ષ 2022ની થીમ : "ફેર ડિજિટલ ફાઇનાન્સ"

→ વર્ષ 2021 ની થીમ : "પ્લાસ્ટિક પ્રદૂષણનો સામનો કરવો"



ભારતમાં દર વર્ષ 24મી ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 1986ને રાષ્ટ્રપતિએ સમંતિ આપી હતી અને તે અધિનિયમ અમલમાં આવ્યો હતો.


Post a Comment

0 Comments