સ્વામી દયાનંદ સરસ્વતી | Dayananda Saraswati
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી દયાનંદ સરસ્વતી
→ જન્મ : 12 ફેબ્રુઆરી, 1824 (મોરબી)
→ પિતા : કરસનજી લાલજી તિવારી
→ માતા : યશોદાબાઇ
→ અવસાન : 30 ઓક્ટોબર, 1883 અજમેર (રાજસ્થાન)
→ મૂળ નામ : મૂળશંકર તિવારી
→ ગુરુ : સ્વામી વીરજાનંદ, પરમહંસ પરમાનંદજી અને દંડી સ્વામી
→ બિરુદ: 'ભારતના માર્ટીન લ્યુથર'
→ આધુનિક ભારતના મહાન ચિંતક, સમાજસુધારક તથા આર્ય સમાજના સ્થાપક
આર્ય સમાજ
→ તેઓ મૂર્તિ પૂજા, પશુબલિ, અવતારવાદ તથા વ્રત-ઉપવાસોના વિરોધી હતા. તેમજ તેમણે 'એકેશ્વરવાદ'નો બોધ આપ્યો હતો.
→ તેમણે પોતાના વિચારોને વ્યવહારમાં અમલમાં મુકવા વર્ષ 1875માં મુંબઇમાં 'આર્ય સમાજ'ની સ્થાપના કરી હતી.
→ તેમણે વર્ષ 1874માં 'સત્યાર્થ પ્રકાશ' નામની ગ્રંથની રચના કરી હતી. જેને 'આર્ય સમાજનું બાઈબલ' માનવામાં આવે છે.
વેદો તરફ પાછા વળો
→ તેમણે ભારત તથા વિશ્વમાં વેદોનો પ્રચાર કરવા માટે 'વેદો તરફ પાછા વળો' નું સૂત્ર આપ્યું હતું.
→ તેઓ અંધવિશ્વાસ અને બાળ વિવાહના વિરોધી હતા તથા વિધવા પુનઃ વિવાહનું સમર્થન કરતા હતા.
→ 19મી સદીના મહાન સન્યાસી, ચિંતક અને પ્રખર સમાજ સુધારકોમાં તેમનું નામ મોખરે છે.
→ તેમણે હિન્દુ સમાજમાંથી ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટેની 'શુદ્ધિ ચળવળ' શરૂ કરી હતી.
→ તેમણે વેદાંગ પ્રકાશ, રત્નમાળા, સંસ્કાર વિધિ, ભારતી નિર્માણ જેવા ગ્રંથો લખ્યા હતા.
→ તેમણે 21 વર્ષની ઉંમરે 'સત્યની શોધ' માટે ગૃહત્યાગ કર્યો અને 19 વર્ષ સુધી પરિભ્રમણ કર્યું હતું.
→ તેમણે સૌપ્રથમ વર્ષ 1876માં 'સ્વરાજય'ના નારા લગાવ્યા હતા. આ પ્રવૃત્તિને પાછળથી લોકમાન્ય ટિળક દ્વારા આગળ વધારવામાં આવી હતી.
→ તેમની સંસ્થાનું પ્રમુખ કેન્દ્ર કાંગડી ગુરુકુલ, ઉત્તરાખંડ ખાતે આવેલું છે.
→ ગુજરાતમાં વડોદરા અને સોનગઢ ખાતે આર્યસમાજ કુમાર ગુરુકુળ અને પોરબંદર ખાતે આર્ય સમાજ કન્યા ગુરુકુળ કાર્યરત છે.
→ તેમની 200મી જન્મજયંતીની ઉજવણીને યાદગાર બનાવવાના ભાગરૂપે આગામી વર્ષ દરમિયાન સમગ્ર ભારતમાં સમારોહનું આયોજન કરવામાં આવી.
0 Comments