→ સુપ્રસિદ્ધ વકીલ, કવિ અને ભારતીય સ્વતંત્રતા આંદોલનના મુખ્ય નેતા
→ વર્ષ 1890માં B.A.ની ડિગ્રી મેળવ્યા બાદ તેઓ ઈંગ્લેન્ડ ગયા અને વર્ષ 1892માં વકીલ બનીને ભારત પાછા ફર્યા હતાં. ત્યારબાદ વર્ષ 1894માં કોલકાતા ઉચ્ચ ન્યાયાલયમાં વકીલ તરીકે સેવા આપી હતી.
સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન
→ તેઓ વર્ષ 1902માં કોલકાતા ખાતે સ્થપાયેલ અનુશીલન સમિતિમાં જોડાયા હતાં. આ સમિતિનો ઉદ્દેશ્ય બ્રિટિશ શાસન વિરોઘી ગુપ્ત, ક્રાંતિકારી અને સશસ્ત્ર પ્રવૃત્તિ દ્વારા ભારતીય સ્વતંત્રતા આંદોલનને વેગવંતુ બનાવવાનો હતો.
→ તેમણે વર્ષ 1908મા અલીપુર ષડયંત્ર કેસમા અરવિંદ ઘોષ તરફથી વકીલના સ્વરૂપમા સફળતાપૂર્વક તેમનો પક્ષ રાખ્યો હતો. આ ઉપરાંત તેઓ ઢાકા ષડયંત્ર કેસ(1910-11)માં બચાવપક્ષના વકીલ રહ્યા હતા.
→ તેઓ દેશની સ્વતંત્રતા માટે અહિંસક અને બંધારણીય પદ્ધતિમાં વિશ્વાસ ધરાવતા હતા. તેઓ વર્ષ 1906માં કોંગ્રેસમાં જોડાયા હતા.
→ તેઓ વર્ષ 1917માં બંગાળની પ્રાંતીય રાજકીય પરિષદના અધ્યક્ષ બન્યા હતાં.
→ તેમણે રોલેટ એક્ટ (1919)નો વિરોધ કર્યો હતો તેમજ તેમણે જલીયાંવાલા બાગ હત્યાકાંડ (1919) તપાસ સમિતિમાં ઉલ્લેખનીય ફાળો આપ્યો હતો.
→ વર્ષ 1921માં અમદાવાદ ખાતેના યોજાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનના તેઓ અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. પરંતુ તેઓ જેલમાં હોવાથી આ અધિવેશનની અધ્યક્ષતા હકીમ અજમલ ખા એ કરી હતી.
→ વર્ષ 1922માં કોંગ્રેસના ગયા ખાતેના અધિવેશનમાં તેમને પ્રમુખ બનાવ્યા હતાં પરંતુ અસહકાર આંદોલન મુલતવી રહેતા, તેમણે પ્રમુખપદેથી રાજીનામુ આપ્યું હતું.
સંસ્થા
→ ચિતરંજન દાસે વર્ષ 1905માં સ્વદેશી મંડળની તેમજ વર્ષ 1922માં મોતીલાલ નેહરુ અને શ્રીનિવાસ અયંગર સાથે મળીને સ્વરાજ્ય દળની સ્થાપના કરી.
→ જ્યારે વર્ષ 1923માં મોતીલાલ નેહરુ સાથે મળીને સ્વરાજ પાર્ટીની સ્થાપના કરી હતી. આ પાર્ટીને કોંગ્રેસની સંસદીય પાંખ તરીકે ઓળખવામાં આવતી હતી.
→ ચિત્તરંજન દાસ એક શ્રેષ્ઠ કવિ અને નિબંધકાર પણ હતા.
→ તેઓ વર્ષ 1924માં કોલકાતા મહાનગરપાલિકાના પ્રથમ મેયર બન્યા હતાં.
→ તેઓ હિંદુ-મુસ્લિમ એકતાના અને સાંપ્રદાયિક સંવાદિતા હિમાયતી હતા તેમજ અસ્પૃશ્યતા અને સ્ત્રીઓમાં પરદાપ્રથા વિરોધી તથા વિધવા પુનઃવિવાહ, સ્ત્રી શિક્ષણના સમર્થક હતા.
→ તેમની સ્મૃતિમાં ભારત સરકાર દ્વારા વર્ષ 1965માં ટપાલ ટિકિટ પાડવામાં આવી હતી.
→ તેમના નિધન બાદ ગાંધીજીએ સી. આર. દાસ સ્મારક નિધિમાં 10 લાખ રૂપિયાનું ભંડોળ એકઠું કર્યું હતું.
→ તેમની યાદમાં ભારત સરકાર દ્વારા વર્ષ 1998મા ₹ 2, ₹ 50 અને ₹ 100ના સ્મારક સિક્કા બહાર પાડ્યા હતા.
→ તેમની સ્મૃતિમાં કેરળ ખાતે દેશબંધુ હાઈસ્કૂલ અને રાષ્ટ્રીય હોસ્પિટલ આવેલી છે.
0 Comments