→ ભારતીય પ્લેબેક સિંગર, કવિ અને આસામના ફિલ્મ નિર્માતા
સંગીત અને ફિલ્મ ક્ષેત્રે યોગદાન
→ તેઓ સ્વયં ગીતો લખતાં, ગાતા અને સંગીતબદ્ધ કરતા હતા.
→ મોટાભાગના ગીતો તેમણે આસામી ભાષામાં ગાયા અને લખ્યાં હતાં.
→ તેમના ગીતોનો બંગાળી. હિન્દી અને અન્ય ભાષાઓમાં અનુવાદ થયો છે.
→ તેમણે ગાંધી ટુ હિટલર ફિલ્મમાં ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીએ... ગાયું હતું. આ ઉપરાંત તેમણે દેવદાસ, એક પલ, ચિનગારી, દો રાહેં, મેરા ધરમ મેરી મા, ગજ ગામિની, દમન, મિલ ગઇ મંજિલ મુજે અને સાજ ફિલ્મોમાં ગીતો ગાયા હતાં.
→ તેઓ ભારતીય લોક્નાટ્ય સંગઠન (IPTA) સાથે જોડાયેલ હતા અને તેના માટે તેમણે ઘણાં નાટકોની રચના પણ કરી હતી.
→ તેમણે ભારતના નોર્થ-ઈસ્ટ રાજ્યોની ફિલ્મોને રાષ્ટ્રીય કક્ષાએ નામના અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
→ તેમની સ્મૃતિમાં વર્ષ 2017માં અરૂણાચલપ્રદેશ રાજયના ઢોલાનગર અને આસામ રાજ્યના સદીયા વચ્ચે લોહીત નદી પર (ભારતમાં નદી પરનો સૌથી લાંબા બ્રિજ) (9.15 કિ.મી) પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેને ભૂપેન હજારિકા બ્રિજ નામ આપવામાં આવ્યું છે.
પુરસ્કાર
→ વર્ષ 1977 - પદ્મશ્રી
→ વર્ષ 2011 - પદ્મભૂષણ
→ વર્ષ 2012 - પદ્મવિભૂષણ (મરણોત્તર)
→ વર્ષ 2019 - ભારતરત્ન (મરણોત્તર)
→ વર્ષ 1992 - દાદાસાહેબ ફાળકે એવોર્ડ
→ વર્ષ 2008 - સંગીત નાટક અકાદમી એવોર્ડ
→ તેમનું બાળપણ ગુવાહાટીમાં વીત્યું હતું અને તેમણે માત્ર 10 વર્ષની ઉંમરે આસામી ભાષામાં ગીતો ગાવાની શરૂઆત કરી હતી.
→ તેમણે 13 વર્ષની ઉંમરે પોતાનું પ્રથમ ગીત લખ્યું હતું.
→ તેમણે વર્ષ 1946માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી રાજનીતિ વિજ્ઞાન વિષયમાં એમ.એ. ની ડિગ્રી મેળવી હતી.
→ તેમણે ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાંથી પીએ.ચ.ડી.ની ડિગ્રી મેળવી હતી.
→ વર્ષ 2010માં આસામ ક્રિકેટ એસોશિયન દ્વારા બરશાપરા ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને ડો.ભુપેન હજારિકા ક્રિકેટ સ્ટેડિયમ રાખવામાં આવ્યું હતું.
→ ભારતીય સિનેમાના 100 વર્ષ પૂરા થતાં ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ 2 મે, 2013ના રોજ ટપાલ ટિકિટોની વિશેષ યાદી બહાર પાડી હતી, જેમાં ભૂપેન હજારિકા સહિત બોલિવૂડના શ્રેષ્ઠ 50 કલાકારોની દંતકથાઓ દર્શાવવામાં આવી હતી.
→ ભૂપેન હજારીકા દેશના ચોથા એવા મહાનુભાવ છે, જેમને પદ્મશ્રી, પદ્મભ પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારતરત્ન એમ ચારેય સર્વોચ્ય નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હોય.
0 Comments