અરદેશર ખબરદાર| Ardeshar Khabardar
અરદેશર ખબરદાર
અરદેશર ખબરદાર
→ જન્મ: 6 નવેમ્બર, 1881 (દમણ)
→ પૂરું નામ : અરદેશર ફરામજી ખબરદાર
→ અવસાન : 30 જુલાઇ, 1953 (મદ્રાસ)
→ ઉપનામ : અદલ, મોટાલાલ, લખાભગત, આલુ કવિ, હુન્નરસિંહ મહેતા, પારસી બુચા કવિ, શ્રીધર, શેષાદ્રિ,
→ બિરૂદ : ગુજરાતી ભાષાના પ્રથમ રાષ્ટ્રીય શાયર (રા. વિ. પાઠક દ્વારા)
→ કવિ, વિવેચક અને નાટ્યકાર
→ તેમણે માધ્યમિક શિક્ષણ મુંબઈની ન્યૂ ભરડા હાઈસ્કુલમાંથી લીધું હતું.
→ તેમણે મદ્રાસમાં મોટર-સાઇકલના સામાનનો ધંધો શરૂ કર્યો હતો.
→ તેમણે સદાકાળ ગુજરાત રચીને ગુજરાતના કવિઓ અને વીરપુરુષોને અંજલિ આપી હતી.
→ તેઓએ વર્ષ 1909માં ભારતનો ટંકારમાં રાષ્ટ્રભક્તિના પ્રેરક કાવ્યો આપ્યા હતાં.
→ ગુજરાતી કવિતામાં પ્રતિક કાવ્યોનો પ્રકાર શરૂ કરવાનો યશ તેમને ફાળે જાય છે.
→ વર્ષ 1941માં મુંબઇમાં સાતમી ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતાં.
→ તેમણે પહેલા કાવ્યસંગ્રહ કાવ્યરસિકામાં દલપતશૈલીને અનુસરીને, જ્યારે વિલાસિકા કાવ્યસંગ્રહ નરસિંહરાવ દિવેટીયાને અનુસરીને પ્રકૃતિકાવ્યો આપ્યાં છે
→ તેમણે ગુજરાતનું સૌપ્રથમ રાજદ્રોહી કાવ્ય રત્નહારણ લખ્યું હતું.
સાહિત્ય સર્જન
→ નાટક: મનુરાજ (વિશ્વનાટિકા)
→ ઊર્મિગીત : જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
→ કાવ્ય સંગ્રહ : કાવ્યરસિકા, વિલાસિકા, રાસચંદ્રિકા ભાગ -1 અને ભાગ -2. પ્રકાશિકા, સંદેશિકા, કીર્તિનિકા, ભારતનો ટંકાર, ગુણવંતી ગુજરાત, ભારત ભૂમિનું જયગાન, સદાકાળ ગુજરાત, પ્રભાતનો તપસ્વી, કલિકા, ભજનિકા, રાષ્ટ્રીકા, કલ્યાણીકા, ગાંધી બાપુનો પવાડો
પંક્તિઓ
→ ગુણવંતી ગુજરાત! અમારી ગુણવંતી ગુજરાત
→ જયાં જયાં ગુજરાતી બોલાતી, ત્યાં ત્યાં ગુર્જરી મહોલાત
→ માનવી ! ઉઠીને ઊભો થા પૂર્ણ તું
→ જન્મીને જીવવું તે નહીં જીવવું, જીવન સુંદર જીવે તે નવાઇ
→ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
0 Comments