Ad Code

Solanki Dynasty : Karnadev -1 (1064-1094) | સોલંકી વંશ : કર્ણદેવ 1 (1064 – 1094)


કર્ણદેવ 1 (1064 – 1094)



પિતા : ભીમદેવ 1
માતા : રાણી ઉદયમતી
પત્ની : મીનળદેવી (મયણલ્લા દેવી)
→ કર્ણાટકના કદંબકુળના ચન્દ્રપુરના રાજા જયકેશીની પુત્રી મીનળદેવી (મયણલ્લા દેવી) પાટણ આવી કર્ણદેવને પરણી એ ધટના આ ત્રૈલોકયમલ્લની મહત્તા સૂચવે છે.
પુત્ર : સિદ્ધરાજ જયસિંહ
શાસન : ઈ. સ. 1064 થી 1094 સુધી
ઉપાધિ : ત્રૈલોકયમલ્લ (લાટ પ્રદેશ જીત્યા પછી)
→ કાશ્મીરના કવિ બિલ્હણ દખ્ખણ જતાં પહેલાં થોડો સમય ગુજરાતમાં રહ્યા હતા.
→ આ સમય દરમિયાન તેણે કર્ણદેવના પ્રણય અને પરિણય વિશે “કર્ણસુંદરી” નામે નાટિકાની રચના કરી હતી.
→ “કર્ણસુંદરી” નામે રાણી મીનળદેવીનો ઉલ્લેખ છે.
→ આશાપલ્લીના રાજા આશા ભીલને હરાવી પ્રદેશ જીતી કર્ણાવતી નગરી (જમાલપુર) ની સ્થાપના કરી.
→ કર્ણદેવ લાટ પ્રદેશના નાગસારીકા (નવસારી) પર સત્તા પ્રસરાવી ત્યારબાદ લાટના રાજપુત્ર ત્રિવિક્રમ પાળના કાકા જગતપાળે થોડા સમયમાં સૈન્યને હરાવ્યું, પરંતુ કર્ણદેવ ફરીથી લાટને કબ્જે કર્યું.
→ માળવાના રાજા નરવર્મા સાથેની લડાઈમાં કર્ણદેવનું મૃત્યુ થયું ત્યારે પુત્ર સિદ્ધરાજ 3 વર્ષનો હતો આથી પત્ની મીનળદેવી અને રાજ્યમંત્રી શાંતુ દ્વારા રાજ્ય પ્રશાસન ચલાવ્યું.




સ્થાપત્ય



→ કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર (કર્ણાવતી)
→ કર્ણસાગર (કાંકરિયા) તળાવ
→ પાટણમાં કર્ણમેરૂ પ્રાસાદ કરાવ્યો હતો.
→ કર્ણદેવે આશાપલ્લીના નજીકમાં દક્ષિણે કર્ણાવતી નામે નગરી વસાવી હતી.

Also Read



  1. મૂળરાજ સોલંકી → Read/view
  2. ચામુંડરાજ સોલંકી → Read/view
  3. વલ્લભરાજ સોલંકી → Read/view
  4. દુર્લભરાજ સોલંકી → Read/view
  5. ભીમદેવ - 1 → Read/view
  6. સિદ્ધરાજ જયસિંહ → Read/view
  7. કુમારપાળ → Read/view
  8. અજયપાળ → Read/view
  9. મૂળરાજ – 2 → Read/view
  10. ભીમદેવ – 2 → Read/view
  11. ત્રિભુવનપાળ →Read/view


Question & Answer


  1. કાશ્મીરનો કવિ બિલ્હણ દખ્ખણ જતાં પહેલાં થોડો સમય ગુજરાતમાં રહ્યો અને એ દરમ્યાન એણે કોના પ્રણય અને પરિણય ઉપર નાટિકા રચી?
    → કર્ણદેવ -1

  2. મીનળદેવી (મયણલ્લાદેવી) કોણ હતી?
    → કર્ણદેવ સોલંકી પહેલાની રાણી

  3. મીનળદેવી કોની પુત્રી હતા?
    → કર્ણાટકના ચંદ્રપુરના રાજા જયકેશી

  4. આશાપલ્લી ગામ પાસે કર્ણાવતી નગર કોણે વસાવ્યું?
    → કર્ણદેવ પહેલાએ

  5. સોમનાથનો યાત્રા વેરો કોણે નાબુદ કર્યો હતો?
    → મીનળદેવી

  6. 'ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ' એ મલાવ તળાવ કયાં આવેલું છે ? કોણે બંધાવ્યું?
    → ધોળકામાં, મીનળદેવીએ

  7. વિરમગામનું મુનસર તળાવ કોણે બંધાવ્યું હતું?
    → મીનળદેવી

Post a Comment

0 Comments