26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે ?
→ આઝાદી પૂર્વે ભારત પર અંગ્રજોનું શાસન હતું.
→ ભારત અને પાકિસ્તાન બંને એક સાથે આઝાદ થયા હતા તેમ છતાં પાકિસ્તાન ઈ.સ. 1956 સુધી બ્રિટનના તાબા હેઠળ રહ્યું હતું. જ્યારે ભારત અંગ્રજોના તાબા હેઠળ ન રહ્યું અને 1949માં બંધારણની રચના વખતથી જ ભારતે પોતાને ‘પ્રજાસત્તાક' જાહેર કરી દીધું હતું.
→ આઝાદી બાદ ભારત આંતરિક રીતે સ્વતંત્ર હતું પરંતુ બાહ્યરૂપથી બ્રિટિશ રાજ્યને આધીન હતું. આથી બ્રિટનના તત્કાલીન રાજા જ્યોર્જ છઠ્ઠાના પ્રતિનિધિ તરીકે લોર્ડ માઉન્ટ બેટનને સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા હતા. આ સમયે આ ગવર્નર જનરલ જ ભારતનું પ્રતિનિધિત્વ કરતા હતા.
→ આઝાદી બાદ ભારતના બંધારણની રચના કરવામાં આવી તથા ભારતીય બંધારણના આમુખમાં ભારતને ‘પ્રજાસત્તાક' જાહેર કરવામાં આવ્યું.
→ પ્રજાસત્તાક એટલે “લોકો દ્વારા અને લોકો માટેનુ શાસન.”
→ ભારતનું આમુખ સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરે છે કે બંધારણ હેઠળ તમામ અધિકૃતતાનું સ્ત્રોત ભારતના લોકો જ છે અને ભારત પર કોઈ બાહ્ય અધિકૃતતાનો અવકાશ નથી.
→ 26 જાન્યુઆરી, 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને સાથે જ બ્રિટનના રાજા કે સમ્રાટની ભારત પરની કાનૂની કે બંધારણીય અધિકૃતતા સમાપ્ત થઈ ગઈ.
પ્રજાસત્તાક દિન માટે 26મી જાન્યુઆરી જ શા માટે પસંદ કરવામાં આવી ?
→ શનિવાર ૧૯૫૦માં ભારતનું સંવિધાન લાગુ પાડવામાં આવ્યું તે પહેલા પણ ૨૬મી તારીખનું મહત્વ હતું.
→ ૩૧ ડિસેમ્બર ૧૯૨૯ની મધ્યરાત્રીએ લાહોરમાં ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસનું લાહોરમાં જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં અધિવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં જાહેર કરવામાં આવ્યું હતું કે જો અંગ્રેજ સરકાર ૨૬ જાન્યુઆરી ૧૯૩૦ સુધી ડોમેનિયન સ્ટેટસનો હોદ્દો આપવા તૈયાર ના થાય તો ભારત દેશ પોતાને પૂર્ણ સ્વતંત્ર દેશ જાહેર કરી દેશે.
→ ૨૬ જાન્યુઆરીના દિવસે અંગ્રેજોએ દેશની આઝાદી માટે કોઇ જ પગલાં ન ભારત દેશમાં પૂર્ણ સ્વરાજનો નારો ગુંજી ઉઠયો હતો.
→ પૂર્ણ સ્વરાજની માગ સાથે દેશમાં રાષ્ટ્ભકિતની લહેર ઉભી થઇ હતી. આથી લાહોર અધિવેશન મુજબ ૨૬ મી જાન્યુઆરીને દર વર્ષે પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવ્યું હતું. જ્યાં સુધી દેશને ઇ:સ ૧૯૪૭માં આઝાદી ના મળી ત્યાં સુધી ૨૬ મી જાન્યુઆરી પૂર્ણ સ્વરાજ દિન એટલે કે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવાતો રહ્યો હતો.
બંધારણ સભા
→ ઇ.સ. 1947 માં 15 મી ઓગસ્ટના રોજ દેશને આઝાદી મળી, પરંતુ દેશ પાસે પોતાનું બંધારણ ન હતું.આથી ગાંધીજીની ઇચ્છા મુજબ બી આર આંબેડકરના નેતૃત્વમાં દેશનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું.
→ ભારતીય બંધારણ સભાની પહેલી બેઠક 9 ડિસેમ્બર, 1946 માં મળી હતી. તેના અસ્થાયી અધ્યક્ષ ડૉ.સચ્ચિદાનંદ સિન્હા બન્યા હતા.
→ 11 ડિસેમ્બર, 1946ના રોજ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ બંધારણસભાના સૌપ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ બન્યા. ઉપાધ્યક્ષ: એચ.સી.મુખરજી (હરેન્દ્રકુમાર મુખરજી) અને બંધારણીય સલાહકાર બી.એન. રાવ (બેનેગલ નરસિંહ રાવ) ની નિમણૂક થઈ હતી.
→ ભારતીય બંધારણ સભાને બંધારણ બનાવતાં 2 વર્ષ 11 મહિના 18 દિવસ લાગ્યા હતા.
→ દેશના આ સંવિધાનને બંધારણ સમિતિએ 26 નવેમ્બર, 1949ના રોજ અમલ માટે રજૂ કર્યુ હતું. 26 નવેમ્બરે તેનો સ્વીકાર થયો હતો. ( 26 નવેમ્બરને કાડા દિવસ તરીકે ઓળખવામાં આવે છે.)
→ 24 જાન્યુઆરી, 1950 ના રોજ બંધારણ સભાના સભ્યો દ્વારા તેના પર હસ્તાક્ષર કરવામાં અવ્યા હતા.
→ ત્યાર બાદ 26 મી જાન્યુઆરી, 1950 ના રોજ બંધારણ દેશમાં લાગુ પાડવામાં આવ્યું હતું.
→ ડૉ. રાજેન્દ્રપ્રસાદ ભારતના પહેલા રાષ્ટ્રપતિ બન્યા હતા.
→ 26 મી જાન્યુઆરીના ઐતિહાસિક મહત્ત્વને ધ્યાનમાં રાખીને (૧૯૫૦ માં) આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે પસંદ થયો હતો.
→ ભારત આંતરિક તેમજ બાહ્ય એમ બંને રીતે સ્વતંત્ર થઈ ગયું તથા ભારતમાં ગવર્નર જનરલના પદનો અંત આવ્યો અને ડો. રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. આ સાથે જ ભારત કાનૂની દ્રષ્ટિએ સાચા અર્થમાં 'પ્રજાસત્તાક' રાષ્ટ્ર બન્યું.
પ્રજાસત્તાક દેશ એટલે શું ?
→ જે દેશના રાષ્ટ્રપ્રમુખ વંશ પરંપરાગત રીતે ન આવતા પ્રત્યક્ષ કે પરોક્ષ ચૂંટણી દ્વારા ચૂંટાઈને આવે તેવા જ દેશને પ્રજાસત્તાક કહેવાય છે.
→ નોંધ :- ભારતીય બંધારણ સભા દ્વારા બનાવવામાં આવેલ બંધારણનો અમલ 26 જાન્યુઆરી, 1950થી કરવામાં આવ્યો હતો. અહીં 26 જાન્યુઆરી પસંદ કરવાનું કારણ એ હતું કે ડિસેમ્બર, 1929માં કોંગ્રેસના લાહોર અધિવેશનમાં સંકલ્પ કરવામાં આવ્યો હતો તે મુજબ 26 જાન્યુઆરી 1930ના રોજ પ્રથમવાર 'પૂર્ણ સ્વરાજ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ પરંપરાને જાળવી રાખવા અને 26 જાન્યુઆરીના દિવસને યાદગાર બનાવવા માટે આ નિર્ણય લેવાયો હતો.
0 Comments