Ad Code

સુભાષચંદ્ર બોઝ | Subhas Chandra Bose

સુભાષચંદ્ર બોઝ
સુભાષચંદ્ર બોઝ

→ જન્મ : 23 જાન્યુઆરી, 1897 (કટક, ઓડિસા)

→ પિતા : રાયબહાદુર જાનકીનાથ

→ માતા: પ્રભાવતીદેવી

→ આધ્યાત્મિક ગુરુ : સ્વામી વિવેકાનંદ

→ રાજકીય ગુરુ : ચિતરંજનદાસ

→ અવસાન : 18 ઓગસ્ટ, 1945 (વિમાન અકસ્માત)


→ નારા : ચલો દિલ્હી, તુમ મુજે ખૂન દો મે તુમ્હે આઝાદી દૂંગા, જય હિંદ

→ બિરુદ : નેતાજી (ગાંધીજી દ્વારા), ધ યંગ ઓલ્ડ મેન (ચિતરંજન દાસ દ્વારા), દેશનાયક (રવીન્દ્રનાથ ટાગોર દ્વારા)

→ નેતાજીના હુલામણા નામથી જાણીતા

→ તેઓ કોલકાતા ખાતેની સ્કોટીશ ચર્ચ કોલેજમાંથી ફિલોસોફીમાં સ્નાતક થયા હતા તેમજ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી મેન્ટલ એન્ડ મોરલ સાયન્સ વિષય પર બી.એ.ની ડિગ્રી મેળવી હતી.


સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન

→ તેમણે વર્ષ 1921માં ઇંગ્લેન્ડ જઇ ICS ની પરીક્ષામાં ચોથા ક્રમે પાસ કરી હતી. પરંતુ અંગ્રેજ સરકારની નોકરી સ્વીકારી ન હતી.

→ તેઓ વર્ષ 1923માં અખિલ ભારત યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતાં.

→ વર્ષ 1925માં આઝાદીની લડતમાં સક્રિયતા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને માંડલે જેલમાં મોકલવામાં આવ્યા હતા. અહીં તેમને ક્ષયરોગ (ટી.બી) થયો હતો.

→ તેઓ વર્ષ 1929માં અખિલ ભારતીય વેપાર સંઘ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.

→ તેમણે વર્ષ 1930માં સવિનય કાનૂનભંગ ચળવળમાં ભાગ લીધો હતો.

→ તેમણે વર્ષ 1939માં ફોરવર્ડ બ્લોક નામની પાર્ટીની સ્થાપના કરી હતી.

→ તેઓ ઇટલીના નેતા મુસોલિનીને મળ્યા હતા. જેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સહાયતા કરવાનું વચન આપ્યું હતું. આ ઉપરાંત તેઓ આયર્લેન્ડના નેતા ડી.વેલેરાના સંપર્કમાં આવ્યા હતા.


ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ(INC)ના અધ્યક્ષ

→ વર્ષ 1938માં કોંગ્રેસના હરિપુરા(સુરત) ખાતેના 51મા અધિવેશનના અધ્યક્ષ બન્યા હતાં. આ દરમિયાન તેમણે દેશમાં આર્થિક આયોજનની જરૂરિયાત પર વિચાર કરવા રાષ્ટ્રીય આયોજન સમિતિની રચના કરી હતી. આ સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ હતા.

→ તેઓ વર્ષ 1939માં કોંગ્રેસના ત્રિપુરા અધિવેશનમાં મહાત્મા ગાંધીજીના પ્રતિનિધિ પટ્ટાભી સિતારમૈયાને હરાવીને અધ્યક્ષ બન્યા હતાં. પરંતુ ગાંધીજી સાથે મતભેદ થતા માર્ચ, 1939માં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.


આઝાદ હિંદ ફોજ

→ વર્ષ 1942માં કેપ્ટન મોહનસિંહ દ્વારા આઝાદ હિંદ ફોજની રચના કરવામાં આવી હતી.

→ કેપ્ટન મોહનસિંહની ધરપકડ બાદ રાસબિહારી બોઝ દ્વારા ફોજનું નેતૃત્વ સંભાળવામાં આવ્યું હતું.

→ 21 ઓક્ટોબર, 1943માં આઝાદ હિંદ ફોજના સર સેનાપતિ તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી થઈ.

→ નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજનું નવનિર્માણ કરીને સૈનિકોને તાલીમ આપી જેમાં ગાંધી, સુભાષ, નહેરુ અને આઝાદ ચાર બ્રિગેડ રચી તથા તેમણે સ્ત્રીઓ માટે એક અલગ લશ્કરી બ્રિગેડ ઝાંસીની રાણી સ્થાપી. જેનું નેતૃત્વ કેપ્ટન લક્ષ્મી સહેગલે કર્યુ હતું.

→ આઝાદી હિંદ ફોજમાં સામેલ ગુજરાતીઓમાં અબ્દુલ હબીબ યુસુફ મારફાની, હીરાબેન બેટાઈ, લીલાવતી છગનલાલ મહેતા અને તેમની બે પુત્રીઓ નિલમ અને રમા હતા.


પુસ્તક અને પત્રિકા

→ તેમણે ચિતરંજનદાસના સમાચારપત્ર ફોરવર્ડમાં એડિટર તરીકે કામ કર્યું હતું.

→ તેમણે The Indian Struggle અને An Indian Pilgrim નામના પુસ્તકો લખ્યા હતા.

→ તેઓ સ્વરાજ નામનું અખબાર ચલાવતા હતા.


પરાક્રમ દિવસ

→ નેતાજી સુભાષચંદ્ર બોઝની અદમ્ય ભાવના અને રાષ્ટ્ર પ્રત્યેની નિઃસ્વાર્થ સેવાને સન્માનિત કરવા અને યાદ કરવા માટે ભારત સરકાર દ્વારા વર્ષ 2021માં તેમની 125મી જન્મજયંતીએ તેમના જન્મદિવસ 23 જાન્યુઆરીને પરાક્રમ દિવસતરીકે ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

→ આ વર્ષે તેમની જન્મ જયંતીએ ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી દ્વારા તેમના જન્મ સ્થળ કટકના બારાબતી કિલ્લામાં 23 થી 25 જાન્યુઆરી દરમ્યાન ઉજવણી કરવામાં આવશે.

→ ઉજવણી દરમ્યાન નેતાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીન તેમના જન્મ થયો હતો તે ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે તેમના ઘરને સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવામાં આવશે. વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલી નેતાજીના જીવન પર કેન્દ્રિત પુસ્તક, ફોટો અને આર્કાઇવલ પ્રદર્શન દર્શાવવામાં આવશે.

→ આ ઉપરાંત નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મ દિવસને રાષ્ટ્રીય દેશપ્રેમ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.


અન્ય માહિતી

→ તેમણે ગાંધીજીને રાષ્ટ્રપિતા નું બિરૂદ આપ્યું હતું.

→ વર્ષ 1944માં અમેરિકી પત્રકાર લુઇ ફિશર સાથે વાત કરતા મહાત્મા ગાંધીજીએ નેતાજીને દેશભક્તોના પણ દેશભક્ત કહીને નવાજ્યા હતા.

→ ભારત સરકારે વર્ષ 2018માં નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા અંદમાન-નિકોબાર ટાપુની પોર્ટ બ્લેર જેલ પર ત્રિરંગો ફરકાવવાના 75 વર્ષ (30 ડિસેમ્બર, 1943) પૂર્ણ થવા નિમિત્તે 75 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો અને તે સ્થાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 150 ફૂટ ઊંચો ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો.

→ વર્ષ 2018માં અંદમાન અને નિકોબારના ૩ ટાપુઓના નામ બદલવામાં આવ્યા હતા. જે અંતર્ગત રોઝ દ્વીપને નેતાજી સુભાષાચંદ્ર બોઝ દ્વીપ, હેવલોક દ્વીપને સ્વરાજ દ્વીપ અને નિલ દ્વીપને શહીદ દ્વીપ નામ આપવામાં આવ્યું છે.

→ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજીની 123મી જન્મજયંતી (23 જાન્યુઆરી, 2019) પ્રસંગે લાલ કિલ્લા ખાતે સુભાષચંદ્ર બોઝ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યુ હતું.

→ આ પુરસ્કાર અંતર્ગત સંસ્થાને રૂ 51 લાખ અને વ્યક્તિગત રીતે 3.5 લાખનો રોકડ ડોપલ પુરસ્કાર આપવામાં આવે છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments