Nur Jahan | નુરજહાં


નુરજહાં



→ જન્મ : ઈ. સ. 1577માં કંદહાર મુકામે થયો હતો.

→ મૂળ નામ : મહેરુન્નિસા

→ તેના પિતા મિર્ઝા ગ્યાસબેગ ફતેહપુર સિક્રી આવ્યા અને અકબરના દરબારમાં નોકરી મેળવી ક્રમશ: બઢતી મેળવી.

→ મહેરુન્નિસાનાં લગ્ન શેર અફઘાન સાથે થયાં હતાં. તેના અવસાન બાદ શહેનશાહ જહાંગીરે તેની સાથે લગ્ન કરી, તેને નૂરજહાં નામ આપ્યું. તે પછી તે શાસનતંત્રમાં સક્રિય રસ લેવા માંડી અને 1627 સુધી તે સામ્રાજ્યની વાસ્તવિક શાસક બની ગઈ.

→ પોતાના પ્રભાવથી તેણે સગાંસંબંધીઓને ઉચ્ચ હોદ્દા પર નીમ્યા. અગાઉના લગ્નથી થયેલી પોતાની પુત્રીને શાહજાદા શહરિયાર સાથે પરણાવી.

→ તેના વર્ચસને લીધે શાહજાદા ખુર્રમ (શાહજહાં) અને સેનાપતિ મહાબતખાને બળવા કર્યા હતા.

→ ઑક્ટોબર, 1627માં જહાંગીરના અવસાન બાદ નૂરજહાંની સત્તાનો અંત આવ્યો.


નુરજહાંનું વહીવટી શાસન



→ ભારતીય રાજકારણ (ઈ.સ. 1611 થી ઈ.સ. 1627) માં મુઘલશાસન પર નુરજહાંની પકડ રહી.

→ 15 વર્ષ સુધી તેણે કુશળતાથી વહીવટમાં અગત્યનો ભાગ ભજવ્યો.

→ 1608 માં કેપ્ટન વિલિયમ હોકિન્સ ઈંગ્લેન્ડના રાજા જેમ્સ પ્રથમના દુત તરીકે અકબરના નામનો પત્ર લઈને પહેલી વાર જહાંગીરના દરબાર (સુરત) માં આવ્યો હતો.

→ ઈ.સ. 1613 માં સુરત મુકામે પ્રથમ અંગ્રેજી કોઠી (વ્યાપારી મથક) સ્થાપવાનો પરવાનો આપવામાં આવ્યો.

→ ઈ.સ. 1615 માં સર થોમસ રો જહાંગીરના દરબારમાં હજાર થયો હતો. ત્યારબાદ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને મુઘલ સામ્રાજ્યના તમામ વિસ્તારોમાં વેપાર કરવાનો અને કોઠીઑ સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત થયો.


નુરજહાંનું નિધન



→ તેણે પોતાનો અંતિમ સમય લાહોર ખાતે વિતાવ્યો હતો.

→ ઈ.સ. 1645 માં નુરજહાંનું લાહોરમાં નિધન થયું.



Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો




Post a Comment

0 Comments