Ad Code

Responsive Advertisement

ગુજરાતનાં લોકનૃત્યો - 2




ભીલ નૃત્ય



→ પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ભીલ આદિવસીઓનું આ યુદ્ધ નૃત્ય છે.

→ આ નૃત્ય પુરુષો દ્વારા કરવામાં આવે છે.

→ આ નૃત્યમાં કરવામાં આવતા યુદ્ધનું કરણ પ્રેમપ્રસંગ હોય છે.

→ નૃત્યમાં હાથમાં તીરકામઠા, ભાલા અને પગમાં ઘૂંઘરુઓ બાંધીને નૃત્ય થાય છે.

→ ભરુચ જીલ્લામાં શિયાળામાં ભીલ નૃત્યને આગવા કહે છે.

→ ઓખા મંડળના વાઘેરો તેમજ પોરબંદરના મેર સમાજના લોકો તલવાર સાથે કુદકા મારતા આ નૃત્ય કરે છે.

→ આ નૃત્યમાં મુખ્ય વાદ્યમાં પૂંગીવાદ્ય, ઢોલ અને મંજીરા છે.


ઢોલોરાણો



→ ગોહિલવાડ વિસ્તારના કોળી સમાજ દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે.

→ પાક ખળામાં આવે ત્યારે સ્ત્રીઓ અને પુરુષો હાથમાં સૂંપડા, સુંપડિયું, સાવરણી, સૂંડલા, ડાલાં, સાંબેલું વગેરે લઈને અનાજ ઊપણતા ઊપણતા, સોઈને ઝાટક્તાં ઝાટકતાં ને વર્તુળાકારે ફરીન આ આ નૃત્ય કરવામાં આવે છે.

→ આ નૃત્યમાં સંગીત વાદ્ય તરીકે મંજીરાં, કાંસીજોડા, તબલાં મુખ્ય છે.

→ ભાવનગરની ઘોઘા સર્કલ મંડળી આ નૃત્ય માટે જાણીતી છે.

→ આવું જ નૃત્ય કોળીઓનું કાપણી પ્રસંગનું નૃત્ય પણ જોવા મળે છે.


વણઝારાનું હોળી નૃત્ય



→ ગુજરાતમાં વસતા મારવાડીઓ જન્માષ્ટમી અને હોળી વખતે આ નૃત્યો કરે છે.

→ પુરુષો ખભે મોટું ચંગ મૂકીને વગાડે છે અને સ્ત્રીઓ હાથમાં રૂમાલ લઈને ઢારવો લે છે.

→ કેટલીક પછાત જાતિઓમાં પણ આવું રૂમાલ નૃત્ય જોવા મળે છે.


ભરવાડોના ડોકા અને હૂડારાસ



→ સૌરાષ્ટ્રના ભરવાડો જ્યારે ડોકારાસ અને હુડારાસમાં ખીલે છે ત્યારે ગોપ સંસ્કૃતિના સાંચા ખમીરના આર્ષદન થાય છે.

→ ભરવાડોના રાસમાં કાન ગોપીનાં ગીતો મુખ્ય હોય છે.

→ ઢોલના તાલે લાંબા આખા પરોણા કે પરોણિયું લઈને દાંડિયા લે છે. આ વખતે પગના તાલ, શરીરનું હલનચલન અને અંગની આગવી છટા ઉડીને આખે વળગે છે.

→ જ્યારે હોડારાસમાં ભરવાડ અને ભરવાડણો ઢોલના તાલે તાલે સામસામા હાથના તાલ કે પગના ઠેકા વડે રાસ રમે છે .


હીંચ નૃત્ય



→ ભાલ પ્રદેશ અને કાઠિયાવાડમાં ગાગરની હીંચ ખૂબ જાણીતી છે.

→ દાંડિયારાસ અને ગરબી લેનારા કોળીઓ હાથમાં મટકી લઈને સરસ હીંચ લે છે.

→ હીંચમાં ગીત ગવાતા નથી ઢોલના તાલે જ હીંચ લેવાય છે.

→ કચ્છની કોળી સ્ત્રીઓ, વઢિયારની રાજપૂતાણીઓ હાથમાં ગાગર લઈને ઢોલે રમતી રમતી હીંચ લે છે.

→ ભાલ પ્રદેશની હરીજન બહેનો હાથમાં બોઘરણાં ને મટકી લઈને અને ઘણીવાર થાળિયું લઈને અવળીસવળી ફેરવતી ફેરવતી હીંચ લે છે.

→ કોડીનાર વિસ્તારની કારડીયા રાજપૂત સ્ત્રીઓ માથે સાત બેડાની હેલ લઈને ફરતી ફરતી હીંચ લે છે.


ગોફગૂંથણ નૃત્ય / સોળંગારાસ



→ ગોફગૂંથણ નૃત્યને સોળંગારાસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

→ આ નૃત્ય સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય છે.

→ આ નૃત્યનું મુખ્ય અંગ ગૂંથણી છે.

→ આ નૃત્યમાં સુંદર રંગબેરંગી ગૂંથણી અને છૂટતી ગૂંથણી બંને આકર્ષક લાગે છે.

→ એક હાથમાં દોરીનો છેડો રાખવામા આવે છે અને બીજા હાથમાં દાંડિયો પકડીને નૃત્ય કરવામાં આવે છે.

→ આ નૃત્યમાં માંડવો, વૃક્ષ, કે સ્તંભની મદદ લેવામાં આવે છે.

→ આ નૃત્ય પહેલા પુરુષો કરતાં હતા પરંતુ હવે સ્ત્રીઓ પણ આ નૃત્યમાં ભાગ લેતી થઈ છે.

→ આ નૃત્યની શરૂઆત ગરબીથી થાય છે અને પછી રાસ પણ લેવામાં આવે છે.


દાંડિયા રાસ



→ સૌરાષ્ટ્રના નૃત્ય પ્રકરોમાં સૌથી વધુ ધ્યાન ખેચતો જો કોઈ પ્રકાર હોય તો ત એ દાંડિયા રાસનો છે.  શરદ પૂનમ , નોરતાં, જળજીલણી અગિયારસ, સાતમ- આઠમ પ્રસંગે, ગુરુની પધરામણી વખતે ફૂલેકાં કે સામૈયા વખતે ગામના જુવાનિયાઓ દ્વારા હાથમાં રંગત ફૂમતાંવાળા લાકડાના કે પિત્તળના દાંડિયા લઈને હીંચ, કેરવો વગેરે તાલમાં દાંડિયા લેવાય છે.  નરઘા, પાવો, ઝાંઝ, શરણાઈ વગેરે વાદ્યનો ઉપયોગ કરવામાં આવે છે.

જાગ નૃત્ય / માંડવી નૃત્ય



→ અમદાવાદ , રાધનપુર, બનાસકાંઠા, ગાંધીનગર વિસ્તારના ઠાકોર, રાજપૂત અને પાટીદાર વગેરે સમાજની બહેનો માથે જગ કે માંડવી મૂકીને આ નૃત્ય કરે છે.  આ નૃત્ય નવરાત્રીમાં મહેરવાડા. સોજા, રૂપાલ વગેરે સ્થળોને કરાય છે.  આ નૃત્યમાં એક બહેન ગીત ગાય છે અને અન્ય બહેનો માથે માંડવી કે જાગ મૂકી એકબીજાને તાળી આપી નૃત્ય કરે છે.

ટિપ્પણી નૃત્ય



→ ટિપ્પણી નૃત્ય એ સૌરાષ્ટ્ર ચોરવાડ પંથકમાં મજૂરી કરતી કોળી સ્ત્રીઓનુ અને વેરવલની ખારવણ બહેનોનું શ્રમહારી નૃત્ય છે.

→ જૂના વખતમાં ચૂનાબંધ ઘરના ઓરડામાં, અગાશીમાં કે મકાનના પાયામાં ચુનાનો ઘ્રાબો ઘરબાતો. આ ઘ્રાબાને પાકો કરીને “છો લીસી” બનાવવા આ ઘ્રાબો ઘરબવા માટે વપરાતું સાધન તે ટિપ્પણી.

→ ટિપ્પણી એટલે એક લાકડી જેની નીચેના છેડે વજનવાળા ચોરસ તથા ગોળ લાકડાનો ટુકડો લગાડેલો હોય.

→ વાદ્ય : ઢોલ, શરણાઈ, ઝાંઝ, મંજીરાં

→ ભજનથી શરૂ થયેલી ટિપ્પણી વહેલી સવારે પ્રભાતિયાં સૂરથી પૂરી થાય.

→ રાજકોટની ભીલ બહેનોની ટિપ્પણી આજે પણ જોવાલાયક છે.

→ ગોહિલવાડના કાંઠાળ્ય પ્રદેશની ખારવણ બહેનોની ટિપ્પણીમાં મસ્તી અને કરુણતા જોવા મળે છે.

→ જામનગરની સીદી બહેનોની ટિપ્પણીમાં મસ્તીમઢ્યો ઉછરંગ જોવા મળે છે.

→ કડિયા, કુંભાર ને ઉભડ જાતિની સ્ત્રીઓની ટિપ્પણીમાં ધીરગંભીર ગીતોનો અસ્ખલિત પ્રવાહ વહેતો જોવા મળે છે.


રાંદલનો ઘોડો ખૂંદવો



→ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, ભાલ- નળકાંઠા, વઢિયાર, ખાખરીયો ટપ્પો એ કાઠીયાવાડ બાજુ સૂર્યપત્ની રન્નાદેવી પૂજાનો મહિમા ઘણો મોટો છે.

→ રાંદલનો ઘોડો ખૂંદવો એને હમચી ખૂંદવી એમ પણ કહેવામા આવે છે.

→ માં રાંદલને રાજી કરવા હમચી ગીતો ગવાય છે.


મરચી નૃત્ય



→ આ નૃત્ય તૂરી સમાજની સ્ત્રીઓ દ્વારા લગ્ન પ્રસંગે કરવામાં આવે છે.

→ આ નૃત્ય તાળી પાડ્યા વગર કરવામાં આવે છે.

→ આ નૃત્ય હાથની અંગચેષ્ટાઓ દ્વારા કરવામાં આવે છે.


રૂમાલ નૃત્ય



→ મહેસાણા જીલલ્ના ઠાકોર સમાજ દ્વારા હોળી તેમજ જન્માષ્ટમીના ઉત્સવ સમયે આ નૃત્ય કરવામાં આવે છે.

→ પુરુષો હાથમાં રૂમાલ નાખીને આ નૃત્ય કરે છે.

→ કેટલાક પુરુષો પશુઓનું મોહરું પહેરીને આ નૃત્ય કરે છે.


કાકડા નૃત્ય



→ આ નૃત્ય બાળકને શીતળા રોગ થાય ત્યારે શીતળા માતાને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે.


આલેણી / હાલેલી નૃત્ય



→ વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાની તડવી સમાજની આદિવાસી કન્યાઓ દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે.

→ વસંતઋતુના આગમનને વધાવવા માટે આ નૃત્ય કરવામાં આવે છે.


કોળી નૃત્ય



→ સૌરાષ્ટ્રના રંગીલા સમાજ તરીકે જાણીતા કોળી સમાજનું આ લોકનૃત્ય છે.

→ કોળી સમાજની મહિલાઓ તાળીના રાસ સાથે આ નૃત્ય કરે છે.


રમલી નૃત્ય



→ ડાંગ અને વલસાડ જિલ્લાનું આ નૃત્ય છે.

→ આ નૃત્ય લગ્ન પ્રસંગે કરવામાં આવે છે.

→ મુખ્ય વાદ્ય : માદળ અને મંજીરા


આગવા નૃત્ય



→ ભરુચ જિલ્લાના નર્મદાકાંઠામાં વસતા લોકોનું આ નૃત્ય છે.

→ તેમાં પુરુષો લાંબી લાકડીઓ પર ઘૂઘરા બાંધી લાકડીઓનો એક છેડો હાથમાં રાખીને આ નૃત્ય કરે છે.


કાકડા નૃત્ય



→ બળિયાદેવને રીઝવવા માટે આ નૃત્ય કરવામાં આવે છે.

→ બાળકને બળિયાદેવ નીકળ્યા હોય તો તેની બાધા રાખવામાં આવે છે.


રૂમાલ નૃત્ય



→ મહેસાણા જિલ્લાના ઠાકોરનું આ નૃત્ય છે.

→ હોળી અને મેળાના પ્રસંગે કરવામાં આવે છે.


આલેણી – હાલેણી નૃત્ય



→ વડોદરા એન છોટા ઉદેપુર જિલ્લાની તડવી જાતિની આદિવાસી કન્યાઓનું આ નૃત્ય છે.

→ વસંતઋતુના આગમનને વધાવવા માટે કરવામાં આવે છે.

→ આ નૃત્ય સમૂહમાં કરવામાં આવે છે.


ચાબખી નૃત્ય



→ પોરબંદરની મેર જાતિનું આ નૃત્ય છે.

→ ઘરડા લોકો મનફાવે તેમ મુક્ત રીતે નૃત્ય કરે તેને ચાબખી નૃત્ય કરે છે.





છેલિયા / છેલૈયા નૃત્ય



→ અંકલેશ્વર,ઝઘડીયા, રાજપીપળા વિસ્તારનું આ નૃત્ય છે.

→ લગ્ન પ્રસંગે કરવામાં આવતું આ નૃત્ય છે.


ડીંડલું નૃત્ય



→ તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાનું આ નૃત્ય છે.

;

મદારી નૃત્ય



→ મદારી લોકો નાગએન રમાડતાં રમાડતાં, પગે બાંધેલા ઘૂઘરના તાલે મોરલી વગાડતાં વગાડતાં આ નૃત્ય કરે છે.


ભાયા નૃત્ય



→ ડાંગ જીલ્લામાં કરવામાં આવતું નૃત્ય છે.

→ માગશર માસ દરમિયાન ડુંગરદેવની પુજા પ્રસંગે કરવામાં આવે છે.


ડેરા નૃત્ય



→ ડાંગની વારલી બહેનોનું નૃત્ય છે.

→ વાઘબારસના દિવસે કરવામાં આવે છે.


જાગ નૃત્ય



→ અમદાવાદ, બનાકાંઠાના રાધનપુર અને થળાધરીની કોળી બહેનો દ્વારા કરવામાં આવતું નૃત્ય છે.

→ આ નૃત્યનવરાત્રિ દરમિયાન, તે ઉપરાંત લગ્નપ્રસંગે, જનોઈ કે સીમંત પ્રસંગે કરવામાં આવે છે.





Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો




Post a Comment

0 Comments