હુમાયુ (ઈ.સ. 1530 - 1540)
હુમાયુ (ઈ.સ. 1530 - 1540)
→ મૂળ નામ : નાસિરૂદ્દીન મહંમદ હુમાયુ
→ જન્મ : 6 માર્ચ, 1508 (કાબુલ)
→ પિતા : બાબર
→ માતા : માહમ સુલતાના
→ બહેન : ગુલબદન બેગમ ("હુમયુનામા" ની રચના કરી.
→ હુમાયુ શબ્દનો અર્થ : ભાગ્યશાળી
→ હુમાયુ તુર્કી અને ફારસી ભાષાનો જાણકાર હતો.
→ ભારતના શાસક તરીકે : બાબરના નિધન બાદ 30 ડિસેમ્બર, 1530 ના રોજ નસિરૂદ્દીન મહંમદ હુમાયુ ભારતનો નવો મુઘલ શાસક બન્યો.
→ લગ્નજીવન : ઈ.સ. 1541 માં તેને હિંદાલના ગુરુ મિર અલી અકબર જામીનની પુત્રી હમીદોબાનો બેગમ સાથે લગ્ન કર્યા. ઈ.સ. 1542 માં ઉપરકોટના કિલ્લામાં હમીદોબાનો બેગમે અકબરને જન્મ આપ્યો.
→ હુમાયુએ દિલ્હીના જૂના કિલ્લા દીનપનાહમાં શેરમંડલ નામે પુસ્તકાલય તૈયાર કરાવ્યુ હતું.
→ નિધન : 24 જાન્યુઆરી, 1556માં સાંજની પ્રાર્થનાના સમયે દીનપનાહ શેરમંડલ પુસ્તકાલયમાં જ પડી જવાને કારણે હુમાયુનું મૃત્યુ થયું હતું.
→ ઈ.સ. 1528 માં બદક્ષણ ને હિસ્સારનો સૂબો બન્યો હતો.
→ હુમાયુનો મકબરો દિલ્હીમાં આવેલો છે. જે આરસના ગુંબજનો બનેલો છે.
→ હુમાયુ જ્યોતિષ વિદ્યામાં વિશ્વાસ કરતો હતો તે સોમવારે સફેદ, રવિવારે પીળા, શનિવારે કાળા અને અન્ય દિવસોએ અલગ અલગ રંગના કપડાં પહેરતો હતો.
→ હુમાયુ ચિત્રકલા, ખગોળશાસ્ત્ર અને પર્શિયન કવિતાઓનો શોખીન હતો.
→ હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા ફારસી ભાષામાં લખી હતી.
હુમાયુ દ્વારા લડાયેલા મુખ્ય યુદ્ધ
કાલિંજર પર આક્રમણ
→ સમય : ઈ.સ. 1531
→ હુમાયુએ કાલિંજરના શાસક પ્રતાપરુદ્રદેવ પર પોતાનું પહેલું આક્રમણ કર્યું હતું.
→ આ યુદ્ધમાં હુમાયુને નિષ્ફળતા મળી હતી.
દૌરાહા (દોહરિયાનું યુદ્ધ)
→ સમય : ઈ.સ. 1532
→ આ યુદ્ધ હુમાયુ અને અફઘાન મહમુદ લોદી વચ્ચે થયું હતું.
→ આ યુદ્ધમાં હુમાયુનો વિજય થયો હતો.
→ તેની યાદમાં હુમાયુએ દિલ્હી પાસે દીનપનાહ નગર વસાવ્યું હતું.
ચુનારનું યુદ્ધ
→ સમય : ઈ.સ. 1532
→ આ યુદ્ધમાં શેરશાહ હાર્યો અને પોતાના પુત્ર કુતલુગખાને હુમાયુની સેવામાં મોકલ્યો.
બિહારનો વિદ્રોહ
→ બિહારમાં મિર્જા અને મુહમ્મ્દ સુલતાનનો વિદ્રોહ થયો.
→ જેને હુમાયુએ સફળતાપૂર્વક દબાવી દીધો.
ગુજરાત સાથે સંઘર્ષ
→ સમય : ઈ.સ. 1535 થી ઈ.સ. 1536
→ ઈ.સ. 1535 માં રાજસ્થાનની રાણી કર્ણાવતીનો પત્ર મળતા તે ગુજરાતના શાસક બહાદુરશાહ સામે યુદ્ધ કરવા ગુજરાત ગયો.
→ હુમાયુએ ગુજરાતનાં શાસક બહાદુરશાહને પરાજિત કરીને માંડું અને ચાંપાનેરનો કિલ્લો જીત્યો હતો.
→ આ સંઘર્ષમાં માળવા અને ગુજરાત પર તેણે અધિકાર મેળવ્યો.
→ ગુજરાત પર વિજય થઈ પોતાના ભાઈ અસ્કરીને ને મુઘલ સુબા તરીકે નિમણૂક કરવામાં આવી.
→ ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના હુમાયુએ કરી હતી.
બંગાળ પર આક્રમણ
→ શેરખાનના વિદ્રોહના કારણે ઈ.સ. 1538 માં બંગાળ પર આક્રમણ કરીને જીત મેળવી. બંગાળનું નામ “જન્નતાબાદ” રાખ્યું.
→ રૂમીખાનના તોપગોળાએ શેરખાનને હરાવ્યો.
→ બંગાળના વિજય બાદ ગૌંડમાં રહ્યો.
ચૌસાનું યુદ્ધ
→ સમય : 15 જૂન, 1539
→ આ યુદ્ધ હુમાયુ અને શેરખાન વચ્ચે ચૌસા નામના સ્થળે થયું હતું.
→ ચૌસા કર્મનાશા નદીકિનારે આવેલું છે.
→ આ યુદ્ધમાં હુમાયુ પરાજિત થયો હતો.
→ યુદ્ધ જીત્યા બાદ શેરખાંએ શેરશાહની ઉપાધિ ધારણ કરી હતી.
કન્નોજ અથવા બિલગ્રામનું યુદ્ધ
→ સમય : 17 મે, 1540
→ હુમાયુ ફરી વાર આ પરાજયનો બદલો લેવા કનોજ તરફ આગળ વધ્યો.
→ બિલગ્રામ (કનોજની પાસે) માં શેરશાહ સાથે યુદ્ધ થયું હતું. જેમાં તેની સંપૂર્ણપણે હાર થઈ.
→ આ યુદ્ધમાં હુમાયુ પરાજિત થતાં કાબુલ નાસી ગયો.
→ શેરશાહે આગરા અને દિલ્હી પર પોતાનો અધિકાર જમાવ્યો હતો.
હુમાયુનું પુન: ભારત પર આક્રમણ
→ બિલગ્રામના યુદ્ધમાં હારેલા હુમાયુ ભારત છોડી ભારતની બહાર રહ્યો. અહીં તેણે ઇરાનના શાસક શાહ તાહશમ્સની શરણ લઈ શિયા ધર્મ સ્વીકાર્યો અને 12000 ની સેના લીધી.
→ 15 મે, 1555 ના રોજ સિંકંદર સૂર (શેરશાહ વંશજ) અને હુમાયુ વચ્ચે યુદ્ધ થયું.
→ આ યુદ્ધમાં હુમાયુનો વિજય થયો હતો. તેણે દિલ્હી અને આગ્રામાં મુઘલ શાસનની સ્થાપના કરી.
→ આ યુદ્ધમાં બૈરમખાન એ સૈન્યનું નૈતૃત્વ કર્યું હતું.
Question & Answer
ગુજરાતમાં આવનાર પ્રથમ મુઘલ બાદશાહ કોણ હતો? → હમાયુ
હુમાયુએ ગુજરાત પર ચડાઈ કેમ કરી હતી ? → હુમાયુના બનેવી મોહમ્મદ જમાન મિરઝાના બળવાને દબાવવા
હુમાયુએ અમદાવાદ જીતીને તેનો વહીવટ કોને સોંપ્યો? → મીઝા અસ્કરી
હુમાયુને મદદ કરનાર બહાદુરશાહનો પ્રખ્યાત તોપચી રૂમીખાન કયાંનો વતની હતો? → તુર્કી
0 Comments