ભારતનું બંધારણ વન લાઇનર
- ભારતના બંધારણના ક્યાં ભાગમાં રાજ્યની કારોબારી વિશે ચર્ચા કરવામાં આવી છે?
- → ભાગ – 6
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદોમાં રાજ્યની કારોબારી વિશે ચર્ચા કરવામાં આવી છે?
- → અનુચ્છેદ – 153 થી અનુચ્છેદ – 167
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં “રાજયની” વ્યાખ્યા આપવામાં આવી છે?
- → અનુચ્છેદ – 152
- રાજયનો વડો કોણ હોય છે?
- → રાજયપાલ
- રાજયનો બંધારણીય વડો કોણ હોય છે?
- → રાજ્યપાલ
- રાજયના બધા વહીવટી કાર્યો કોના નામે થાય છે?
- → રાજયપાલ
- રાજયની કારોબારી સત્તા કોનામાં સમાયેલી છે?
- → રાજયપાલ
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં રાજયપાલના હોદ્દાનું વર્ણન કરવામાં આવેલું છે?
- → અનુચ્છેદ – 153
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ રાજયની તમામ કારોબારી સત્તાઓ રાજયપાલમાં સમાયેલી છે?
- → અનુચ્છેદ – 154
- રાજયપાલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે?
- → રાષ્ટ્રપતિ
- રાજયપાલની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા એ પદ્ધતિ ક્યાં દેશમાંથી લેવામાં આવી છે?
- → કેનેડા
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ રાજયપાલની નિમણૂક કરે છે?
- → અનુચ્છેદ – 155
- સામાન્ય રીતે રાજયપાલનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે?
- → પાંચ
- રાજયપાલ પોતાનું રાજીનામું કોને આપે છે?
- → રાષ્ટ્રપતિ
- રાજયપાલ રાજયમાં કોના પ્રતિનિધિ હોય છે?
- → રાષ્ટ્રપતિ
- રાષ્ટ્રપતિ કોની સલાહથી કોઈ રાજયના રાજયપાલની નિમણૂક કરે છે?
- → વડાપ્રધાન
- રાજયપાલ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે?
- → 35 વર્ષ
- રાજયપાલના હોદ્દા મારે બંધારણ પ્રમાણે વધુમાં વધુ કેટલી ઉંમર હોવી જરૂરી છે?
- → કોઈ નિશ્વિત ઉંમર નક્કી નથી
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં રાજયપાલની યોગ્યતાઓ અંગેની જોગવાઈઓ કરવામાં આવેલી છે?
- → અનુચ્છેદ – 157
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં રાજયપાલના હોદ્દાની શરતો અંગે ચર્ચા કરવામાં આવી છે?
- → અનુચ્છેદ – 158
- કોઈ રાજયના રાજયપાલને પગાર તે રાજ્યની કઈ નિધિમાંથી આપવામાં આવે છે?
- → રાજયની સંચિતનિધિ
- કોઈ રાજ્યના રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે?
- → ન્યાયાધીશ
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં રાજયપાલના શપથ અંગેની જોગવાઈ છે?
- → અનુચ્છેદ – 159
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં રાજયપાલ રાજયના મુખ્યમંત્રી અને મંત્રીઓની નિમણૂક કરે છે?
- → અનુચ્છેદ – 164
- એડવોકેટ જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે?
- → રાજયપાલ
- રાજ્ય ચૂંટણીપંચની નિમણૂક કોણ કરે છે?
- → રાજયપાલ
- રાજય લોકસેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે?
- → રાજયપાલ
- રાજયમાં બંધારણીય કટોકટી લાગુ કરવા કોણ રાષ્ટ્રપતિ ને ભલામણ કરી શકે છે?
- → રાજ્યપાલ
- રાજ્યના વિશ્વ વિદ્યાલયના કુલાધિપતિ કોણ હોય છે?
- → રાજયપાલ
- રાજયના બજેટને રાજય વિધાન મંડળમાં રજૂ કરવાની જવાબદારી કોની છે?
- → રાજયપાલ
- રાજયપાલ બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ રાજ્યનું બ્જએટ રજૂ કરાવે છે?
- → અનુચ્છેદ – 202
- રાજય વિધાન મંડળના નાણાં ખરડો (ધનવિધેયક) રજૂ કરતાં પહેલા કોની પહેલી મંજૂરી લેવી જરૂરી છે?
- → રાજયપાલ
- રાજયની આકસ્મિક નિધિનો મુખ્ય સંરક્ષણકર્તા કોણ છે?
- → રાજયપાલ
- રાજય નાણાં પાંચની નિમણૂંક કોણ કરે છે?
- → રાજયપાલ
- રાજયપાલ ક્યાં અનુચ્છેદ મુજબ પંચાયતો અને નાગપાલિકાની સ્થિતિની સમીક્ષા કરવા રાજ્યનાણાં પાંચની નિમણૂક કરે છે?
- → અનુચ્છેદ – 280 (BB)
- રાજયના વિધાનમંડળનું સત્રાવસાન સત્ર બોલાવવાની સત્તા કોની પાસે છે?
- → રાજયપાલ
- રાજ્યની વિધાનસભનું વિસર્જન કરવાની સત્તા કોની પાસે છે?
- → રાજયપાલ
- રાજય વિધાનમંડળના બે સત્રો વચ્ચેનો સમયગાળો કેટલાથી વધે નહીં એ જરૂરી છે?
- → 6 મહિના
- રાજ્યના વિશ્વવિદ્યાલયમાં કુલપતિ (ઉપકુલપતિ)ની નિમણૂક કોણ કરે છે?
- → રાજયપાલ
- રાજ્યલોકસેવા આયોગના અધ્યક્ષ અને તેના સભ્યોને હટાવવાની સત્તા કોની પાસે છે?
- → રાષ્ટ્રપતિ
- રાજયપાલ રાજયવિધાન પરિષદમાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે?
- → 1/6
- બંધારણ ના કયા અનુચ્છેદ મુજબ રાજયપાલ રાજ્યની વિધાનસભામાં 1 એંગલો –ઇંડિયનની નિમણૂક કરવાની સત્તા ધરાવે છે?
- → અનુચ્છેદ – 333
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં રાજ્યપાલને વિટો પાવર આપવામાં આવ્યો છે?
- → અનુચ્છેદ – 200
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ રાજ્યપાલને વટહુકમ બહાર પાડવાની સત્તા છે?
- → અનુચ્છેદ – 213
- રાજ્યપાલે બહાર પાડેલો વટહુકમ વિધાનમંડળની બેઠકના કેટલા દિવસોમાં મંજૂર થવું જરૂરી છે?
- → 42 દિવસ (પ્રથમ છ અઠવાડીયા)
- રાજયપાલ પોતાના હોદ્દા પર કયા સુધી રહી શકે છે?
- → રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી
- રાજ્યોનો રાજયપાલ મુખ્યત્વે કોને જવાબદાર છે?
- → રાષ્ટ્રપતિ
- “રાજ્યવિધાનમંડળ” માં કોનો સમાવેશ થાય છે?
- → રાજયપાલ, વિધાનસભા, વિધાનપરિષદ (જો અસ્તિત્વમાં હોય તો)
- રાજયપાલ રાજ્યની વિધાન પરિષદમાં ક્યાં ક્ષેત્રોથી સંબંધિત વ્યક્તિઓને નીમે છે?
- → કલા, સાહિત્ય , વિજ્ઞાન, સામાજિક સેવા, સરકારી
- ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજયપાલને સજામાં માફી આપવાની સત્તા છે?
- → અનુચ્છેદ- 161
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
0 Comments
Any suggestions, Please comment Below 👇